Last Updated:19 ડિસેમ્બર 2011

બ્રિટને સ્ટુડન્ટ વિઝાના નિયમો કડક બનાવ્યા છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
રવિવાર, 07 ફેબ્રુઆરી 2010
(પીટીઆઈ)    લંડન, તા. ૭
બ્રિટને ઉતર ભારતમાં વિઝા આપવાનું બંધ કર્યાના થોડા દિવસો બાદ ગૃહપ્રધાન એલેન જ્હોનસને પરદેશી વિદ્યાર્થીઓને અપાતા વિઝામાં કાપ મુકવા અને ઈમિગ્રેશન પ્રણાલીનો દુરૃપયોગ થતો અટકાવવા અંગેના નવા પગલાં જાહેર કર્યા છે.
આ વિઝાનો દુરૃપયોગ કરી નાણાં રળવાની વૃત્તિ રાખનારા સામે કડક પગલાં લેવાશે

સત્તાવાર નિવેદનમાં જ્હોનસને જણાવ્યું હતું કે બ્રિટન યોગ્ય પરદેશી વિદ્યાર્થીઓને આવકારવાનું યથાવત્ રાખશે પણ બ્રિટનમાં સ્ટુડન્ટ વિઝા પર કામ કરવા અને તંત્રનો દુરૃપયોગ કરતા લોકો સામે કડક પગલાં ભરવામાં આવશે.
જ્હોનસને જણાવ્યું હતું કે બ્રિટનમાં માત્ર અભ્યાસ કરવા આવતાં વિદ્યાર્થીઓ માટે અમારા દરવાજા ખુલ્લાં છે પણ ભણવાના નામે અહીં કમાવા માટે આવતા લોકો સામે હવે નિશંકપણે કાર્યવાહી હાથ ધરાશે. નિયમોનો ભંગ કરનારાઓને છોડવામાં આવશે નહીં.

હવે આ નવા ધારાધોરણો પ્રમાણે ભારત અને યુરોપીય સંઘની બહારના દેશોમાંથી અરજી કરતા લોકોને અંગ્રેજી ભાષાની જરૃરીયાત અંગેના ઉંચા માપદંડો પર ખરા ઉતરવું પડશે અને ડિગ્રી સ્તરની નીચેના અભ્યાસક્રમમાં જોડાયેલા વિદ્યાર્થીઓને સપ્તાહમાં હાલના ૨૦ને બદલે ૧૦ કલાક કામ કરવાની પરવાનગી આપવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે ૬ મહિનાના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ તેમના પરિવારને બ્રિટનમાં લાવી શકશે નહીં. જ્યારે ડિગ્રી સ્તરથી નીચેના અભ્યાસક્રમમાં જોડાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોને કામ કરવાની છૂટ આપવામાં નહીં આવે. ડિગ્રી સ્તરથી નીચેના અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીઓએ જે સંસ્થાનો સંપર્ક કર્યો હશે તેનો નવી 'હાઈલી ટ્રસ્ટેડ સ્પોન્સર્સ' યાદીમાં સમાવેશ થતો હશે તો જ વિદ્યાર્થીને 'સ્ટુડન્ટ વિઝા' આપવામાં આવશે.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી