Last Updated:19 December 2011

ભારતીય ગોલ્ફર ભુલ્લારે એશિયન ટુર ઇન્ટરનેશનલનું ટાઇટલ જીત્યું છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GSNEWS   
રવિવાર, 07 ફેબ્રુઆરી 2010

ભુલ્લારે લડાયક દેખાવ કરતાં રોમાંચક જીત મેળવી

 બેન્કોક,તા.૭
ભારતના યુવા ગોલ્ફર ગગનજીત ભુલ્લારે નવી સિઝનનો ધમાકેદાર પ્રારંભ કરતાં બેન્કોકમાં રમાયેલી એશિયન ટુર ઇન્ટરનેશનલનું ટાઇટલ જીતી લીધું હતુ. ટુર્નામેન્ટમાં શરુઆતમાં સરેરાશ દેખાવ કરનારા ભુલ્લારે આખરી તબક્કામાં જોરદાર દેખાવ કરતાં ટુર્નામેન્ટ જીતવા માટે ફેવરીટ મનાતા હ્વાંગ ઇન-ચોઓન્સને હરાવ્યો હતો.
ગગનજીત ભુલ્લારે ગોલ્ફ જગતમાં ભારતને વધુ એક સફળતા અપાવતા ત્રણ લાખ ડોલરની ઇનામી રાશિવાળી ટુર્નામેન્ટ જીતી લીધી હતી.

ગત વર્ષે ઇન્ડોનેશિયાની ટુર્નામેન્ટમાં વિજેતા બન્યો હતો

નોંધપાત્ર છે કે ભુલ્લાર ગત વર્ષે ઇન્ડોનેશિયા પ્રેસિડેન્ટ ઇન્વિટેશનલ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યો હતો. ભુલ્લારે કહ્યુ કે, મારા આનંદને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. જ્યારે સવારે ટુર્નામેન્ટ શરુ થઇ ત્યારે હું માત્રને માત્ર સારો દેખાવ કરવા માંગતો હતો.

ટુર્નામેન્ટના આખરી રોમાંચક મુકાબલામાં ૨૧ વર્ષના કપુરથલાના ગોલ્ફર ભુલ્લારે એઇટ અંડર ૬૪નો સ્કોર કર્યો હતો. જ્યારે તેના હરિફ ચોઓન નો સ્કોર ૬૯નો રહ્યો હતો.

 ભુલ્લારે એવો પણ સ્વીકાર કર્યો કે તેને આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનાવવામાં ભાગ્યનો પણ મોટો ફાળો રહ્યો હતો. ભુલ્લારે એમ પણ ઉમેર્યુ કે, ગઇકાલે જ્યારે મે એશિયન ટુરની વેબસાઇટ જોઇ તો તેમાં સર્વેમાં ટુર્નામેન્ટ જીતવાની સંભાવના ધરાવતા ખેલાડીઓમાં મારું નામ પણ હતું. મે મને વોટ આપ્યો અને પરિણાંમ જોયુ તો સૌથી વધુ વોટ મને જ મળ્યા હતા. ત્યારે જ મે વિજય મેળવવા માટે તમામ પ્રયત્ન કરવાનો નિર્ધાર કર્યો હતો.
 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી