Last Updated:19 ડિસેમ્બર 2011

આઇપીએલને તાલિબાન સહિતના આતંકવાદીઓ ટાર્ગેટ બનાવી શકે છે છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GSNEWS   
રવિવાર, 07 ફેબ્રુઆરી 2010

પ્લેયર્સ એસોસિએશને ફરી ચિંતા વ્યક્ત કરી

 નવી દિલ્હી,તા.૭
આંતરરાષ્ટ્રિય ક્રિકેટર્સ એસોસિએશન (ફિકા)એ ફરી એક વખત આઇપીએલમાં વિદેશી ખેલાડીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. ફિકાના પ્રમુખ ટીમ મેએ કહ્યુ છે કે, અમને ઓસ્ટ્રેલિયાના સ્વતંત્ર સિક્યોરીટી અધિકારીઓએ માહિતી આપી છે કે આઇપીએલને તાલિબાન સહિતના આતંકવાદીઓ ટાર્ગેટ બનાવી શકે છે. અમને અમારા ખેલાડીઓની ચિંતા છે અને તેના જ કારણે અમે તેમની સિક્યોરીટી અંગેની વિગતો માંગી રહ્યા છીએ.

ખેલાડીઓની સિક્યોરીટીની વિગતો માંગી

થોડા સમય અગાઉ પણ પ્લેયર્સ એસોસિએશને આઇપીએલ પાસે વિદેશી ખેલાડીઓની સિક્યોરીટી અંગેની વિગતો માંગી હતી. જો કે આઇપીએલે હજુ તે પુરી પાડી નથી. ટીમ મેએ ફરી વખત રજુઆત કરતાં કહ્યુ કે, અમને માત્ર ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની ચિંતા નથી. અમે ઇચ્છીએ છીએ કે બધા ખેલાડીઓને યોગ્ય અને પુરતી સલામતી મળી રહે, જેથી કોઇ મુશ્કેલી ન સર્જાય. વિદેશી ખેલાડીઓ તેમની ફ્રેન્ચાઇઝીઓ અને આઇપીએલને ટેલિફોન કરીને અને પત્રો પાઠવી તેમની સલામતી અંગેની વિગતો માંગી રહ્યા છે. જો કે તેમના તરફથી હજુ કોઇ હકારાત્મક પ્રત્યુત્તર મળ્યો નથી.
દરમિયાનમાં આઇપીએલે ફિકાને કોઇ માહિતી આપવાની તૈયારી બતાવી નથી. આઇપીએલે કહ્યુ છે કે, અંહી સિક્યોરીટીની ચિંતા કરવાની જરુર નથી. ખેલાડીઓને પુરતી સલામતી આપવામાં આવશે. જો કોઇ ખેલાડીને ચિંતા હોય તો તેઓ સીધો જ આઇપીએલનો સંપર્ક કરી શકે છે.
 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી