|
હોકીની ફાઇનલમાં ભારતનો પાકિસ્તાન સામે પરાજય |
|
|
|
રમત જગત સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
રવિવાર, 07 ફેબ્રુઆરી 2010 |
ઢાકા,તા.૭
સાઉથ એશિયન ગેમ્સમા પુરુષ હોકીની ફાઇનલમાં ભારતનો ભારે સંઘર્ષ બાદ
પાકિસ્તાન સામે ટાઇબ્રેકરમાં પરાજય થયો હતો. પાકિસ્તાને ૫-૪થી ભારતને
હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ભારતને સિલ્વર મેડલથી સંતોષ માનવો
પડયો હતો.
પુરુષ હોકીની ફાઇનલમાં એશિયાના બે પરંપરાગત હરિફો ભારત અને પાકિસ્તાન વચ્ચ જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. નિર્ધારિત સમયમાં બંને ટીમો ૧-૧થી બરોબરી પર રહી હતી.
ટાઇબ્રેકરમાં ભારત તરફથી વી.રઘુનાથ, આઇ.કુલુ અને વિકાસ પીલ્લેએ ગોલ ફટકાર્યા હતા. જ્યારે ધર્મવીર સિંઘ અને વારીન્દરજીત સિંઘ પોતાને મળેલી પેનલ્ટી ચુકી જતાં ભારતની ગોલ્ડ મેડલ જીતવાની આશા પર પાણી ફરી વળ્યુ હતુ.
|