|
કલા અને સાહિત્ય અંગેની ઓબામાની સમિતિમાં જુમ્પા લાહિરીનો સમાવેશ |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શનિવાર, 06 ફેબ્રુઆરી 2010 |
(પી.ટી.આઇ.) વૉશિંગ્ટન,
અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ તેમની કલા અને સાહિત્યને લગતી સમિતિમાં ભારતીય
અમેરિકન પુલિત્ઝર પુરસ્કાર વિજેતા લેખક જુમ્પા સહિત અન્ય પાંચ લોકોની સભ્ય
તરીકે નિમણૂંક કરી છે.
અમેરિકી પ્રમુખે વધુ એક ભારતીય અમેરિકન પર પસંદગી ઉતારી
ઓબામાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, ''મારા વહીવટીતંત્રમાં આવી પ્રતિભાવાન વ્યક્તિઓ સેવા આપશે તેનો મને ગર્વ છે. આ સમિતિ આપણા સમાજ અને લોકશાહીને મજબૂત કરશે તેમજ આપણને પ્રેરણા પણ આપશે.'' વ્હાઇટ હાઉસના નિવેદનમાં જણાવ્યું હતું કે, આ પ્રતિષ્ઠિત સમિતિમાં લાહિરી ઉપરાંત ચકક્લોઝ, ફ્રેડ ગોલ્ડરિંગ, શૈલા જ્હોનસન, પામેલા જોનેર અને કેન્ટ સોલોમાનનો સમાવેશ થાય છે.
ફિક્શન લેખક લાહિરીની વાર્તાસંગ્રહ 'ઇન્ટરપ્રીટર ઑફ મેલોડીઝ'ને પુલિત્ઝર એવોર્ડ, પેન/ હેમિન્ગવે એવોર્ડ, એડિસન એમ મેટાકાફ એવોર્ડ અને ન્યૂયોર્કર સામયિકનો એવોર્ડ મળ્યો હતો. ઝુમ્પાની નવલકથા 'ધ નેમ શેક'નો લોસએન્જલસ ટાઇમ્સ બુક પ્રાઇઝ માટેની અંતિમ યાદીમાં સમાવેશ થયો હતો. ઝુમ્પા લાહિરીની તાજેતરનો વાર્તાસંગ્રહ 'અનકસ્ટમ્ડ અર્થ'ને ફ્રેંક ઓ'કાનોર આંતરરાષ્ટ્રીય લઘુવાર્તા પુરસ્કારથી નવાજવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમણે વેલ્લોમ્બ્રોસા- ગ્રેગરક વોન પ્રાઇઝ પણ જીત્યું હતું.
|