Last Updated:19 ડિસેમ્બર 2011

ફિટનેસ છાપો ઈ-મેલ
આના લેખક છે Bureau News   
શનિવાર, 16 જુન 2007

કેન્સર વિષે થોડું નવું

૧. અપવાદ બાદ કરતાં લગભગ બધાં જ કેન્સર મટી શકે છે. કારણ કેન્સર અંગેના સંશોધનોથી તેને માટેની દવાઓ અને રેડીએશનનો વિશેષ રૂપે આવિષ્કાર થયો છે.
૨. કેન્સરનું નિદાન સમયસર થઈ શકે છે.
૩.જીવનશૈલીના ફેરફારથી કેન્સરને કાબુમાં લઈ શકાય છે.

કેન્સર વિષે થોડી નવી વાતો પ્રકાશમાં આવી છે તે સૌએ જાણવા જેવી છે.
માર્ગદર્શન
હવે અમેરીકાની પ્રખ્યાત જ્હોન હોપકિન્સ હોસ્પિટલ તરફથી કેન્સર વિષે સામાન્ય માનવી માટેનું માર્ગદર્શન ધ્યાનથી વાંચો.
૧. સ્ત્રી-પુરૂષ કે બાળક દરેક વ્યક્તિના શરીરમાં કોઈ ને કોઈ ઠેકાણે કેન્સરના કોષ હોય છે. કેન્સરની તપાસ કરવા માટેના દરેક પ્રકારના પરીક્ષણોથી જ્યાં સુધી આ કેન્સરના કોષ વધીને અબજોની સંખ્યામાં થાય નહીં ત્યાં સુધી પકડી શકાતા નથી. એટલે સુધી કે પૂરી સારવાર આપ્યા પછી પણ શરીરમાંથી કેન્સરના કોષ તદ્દન નાશ પામ્યા છે કે નહીં એ વિષે પણ ડૉક્ટરો ખાત્રીથી કશું કહી શકતા નથી. કારણ પરીક્ષણો નેગેટીવ આવે છે.
૨. કેન્સરના કોષ વ્યક્તિની જીંદગી દરમ્યાન ૬ થી ૧૦ વખત તેના શરીરમાં ઉત્પન્ન થાય છે.
૩. જો તમારી ઈમ્યુનીટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ બરોબર હોય તો આ કેન્સરના કોષ વધી શકતા નથી કે નથી તેમના વધવાથી કેન્સરની ગાંઠ શરીરના કોઈપણ ભાગમાં થઈ શકતી.
૪. કોઈપણ વ્યક્તિને કેન્સર થાય તો એનો અર્થ એ થયો કે તે વ્યક્તિના શરીરમાં પોષક તત્ત્વો (ન્યુટ્રીશન)ની ખામી છે. આ ખામી થવાનું કારણ વારસાગત હોઈ શકે. વાતાવરણને કારણે, ખોરાક નહીં લેવાને કારણે અથવા યોગ્ય જીવનશૈલીના અભાવને કારણે પણ હોઈ શકે. આ મુશ્કેલી (પોષક તત્ત્વોની) દૂર કરવાથી ઈમ્યુનીટી વધી શકે અને પછી કેન્સર થવાનો ડર રહે નહીં. આ બાબત થોડી વિગતે જોવાથી વધારે ખ્યાલ આવશે. અદ્યતન સંશોધનોથી એવું નક્કી થયું છે કે શરીરને નુકશાન કરનારા તત્ત્વોને ''ફ્રીરેડીકલ'' અથવા ઝેરી પદાર્થો કહેવાય. આ ફ્રી રેડીકલ એ ઓક્સીજનનું સીંગલ સ્વરૂપ ''ઓ'' છે. આ ફ્રીરેડીકલ શરીરમાં ફરે ત્યારે જે કોઈ અવયવ અને તેના કોષ નબળા (ઓછી ઈમ્યુનીટીવાળા) હોય તેની સાથે સંલગ્ન (ચોંટી જઈ) થઈને તે અવયવમાં વિકૃતિ ઊભી કરે જેને તમે કેન્સરની ગાંઠ કહી શકો. આ ફ્રીરેડીકલનો નાશ કરનારા તત્ત્વોને ''એન્ટી ઓક્સીડંટ'' કહેવાય જે ઓક્સીજનનું શુદ્ધ સ્વરૂપ અથવા ''ઓ-૨'' તરીકે ઓળખાય. આ એન્ટીઓક્સીડંટ અનેક પ્રકારના છે પણ તેમાં મુખ્ય વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ અને સેલેનીઅમ નામના મિનરલનો સમાવેશ છે. સૌથી શ્રેષ્ઠ એન્ટીઓક્સીડંટ કસરત છે, જેનાથી શરીરમાં વધારે ઓક્સીજન જાય અને તેનાથી તમારી ઈમ્યુનીટી ખૂબ વધે અને કેન્સર થવાની શક્યતા નહીંવત્ થઈ જાય. ઉપર જણાવેલા ત્રણ વિટામિન અને એક મિનરલ તમારા શરીરમાં વિપુલ પ્રમાણમાં જાય માટે ગાજર, પપૈયું, કોળુ, સફરજન, આંબળા, લીંબુ, નારંગી, ક્રિમ ખાંડ વગરનું દૂધ અને કઠોળ ખોરાકમાં લેવા જોઈએ.

૫. કેન્સરના દર્દીને જે 'કેમોથેરેપી' અથવા ભારે દવાઓ આપવામાં આવે છે. તેનાથી ખૂબ ઝડપથી વધતા કેન્સરના કોષનો ચોક્કસ નાશ થાય છે. અને કેન્સર વધતું અટકે છે પણ આ ભારે દવાઓની આડઅસરથી બોનમેરો, આંતરડામાં ઉત્પન્ન થતા તંદુરસ્ત કોષ નાશ પામે છે, એટલું જ નહીં પણ શરીરના ખૂબ અગત્યના અંગો જેવા કે હૃદય, લીવર, કીડની, ફેફસા વગેરેને પણ નુકશાન પહોંચાડે છે. સાનમાં સમજી જાઓ કે કોઈપણ હિસાબે તમારી ઈમ્યુનીટી વધારો અને કેન્સરને તમારા શરીરમાં પ્રવેશ જ ના કરી શકે તેવું કરો. નહીં તો આ ઝેરી ભારે દવાઓ (કેમોથેરેપી)થી તમારું કેન્સર તો મટતાં મટશે પણ તમારા ઉપર જણાવેલા સારા અંગોને ખૂબ નુકશાન થશે.
૬. કેમોથેરેપીની માફક જ કેન્સરના કોષને શરીરમાં વધતાં અટકાવવા 'રેડીએશન થેરેપી'નો ઉપયોગ કરવામાં આવે છે. આ થેરેપીથી પણ તમારા શરીરના લગભગ બધાં જ અંગોના તંદુરસ્ત કોષનો નાશ થાય છે અને તેથી ઘણા અંગોની કાર્યક્ષમતામાં ખૂબ ઘટાડો થાય છે.
૭. એક વિશેષ વાત જાણી લો. કેન્સરના કોષ કે ગાંઠને ઓગાળવા માટેની ઉપરની બન્ને પદ્ધતિ 'કેમોથેરેપી' અને 'રેડીએશન' બન્નેની મર્યાદા છે. વધારે ઉપયોગ ના કરી શકાય. નહીં તો ફાયદાને બદલે નુકશાન થવાની શક્યતા વધારે છે. કારણ બન્ને થેરેપીના વધારે પડતા ઉપયોગથી દર્દીની ઈમ્યુનીટી (રોગ પ્રતિકારક શક્તિ) ઘટી જાય અને પછી શરીરનું રક્ષણ કરનારા સફેદ કણો ઘટી જાય અને દર્દીને બીજા અનેક રોગો શરદી, ઉધરસ, તાવ, બેકેટેરીઅલ ઈન્ફેકશન વગેરે થશે. આ ઉપરાંત બન્ને થેરેપીના વધારે પડતા ઉપયોગથી કેન્સરના કોષ તેને ગાંઠશે નહીં અને પછી કેન્સરની ગાંઠ વધશે.
૮. કેન્સરના કોષને વધવા નહીં દેવાનો બીજો એક સરળ રસ્તો પણ તમે અજમાવી શકો છો. શરીરના બધાં જ અંગોના કોષને પોષણ આપનારા બધાં જ ખોરાકના તત્ત્વોથી કેન્સરના કોષને પણ પોષણ મળે છે. જો તમે નીચે બતાવેલી વિગતો જોઈને તમારા ખોરાકનું આયોજન તે રીતે કરશો તો શક્ય છે કે કેન્સરના કોષ વધશે નહીં. હવેની વિગતો ધ્યાનથી વાંચો.

કેન્સરના કોષને પોષણ મળતું અટકાવવા આટલું કરશો.
૧. ખાંડથી કેન્સરના કોષ વધે. માટે ખાંડનો ઉપયગો જેટલો બને તેટલો ઓછો કરશો. એસ્પાર્ટમનો ઉપયોગ કરીને બનાવેલ ન્યુટ્રાસ્વીટનો કે ઈક્વલનો ઉપયોગ પણ લાંબેગાળે નુકશાનકારક છે. એવું પ્રયોગોથી નક્કી થઈ ગયું છે માટે તેનો ઉપયોગ ના કરશો. મર્યાદિત પ્રમાણમાં મધ ને ગોળ વાપરી શકો છો.
૨. બજારમાં મળતું એકદમ સફેદ મીઠું ઓછું વાપરશો. કારણ અમુક કંપનીઓ મીઠાને વધારે સફેદ કરવા કેમીકલ્સ વાપરે છે જેનાથી નુકશાન થશે.
૩. અદ્યતન પ્રયોગોથી નક્કી થયું છે કે ચરબીવાળું દૂધ લેવાથી મ્યુક્સ (કફ) ઉત્પન્ન થાય છે. આ મ્યુક્સ વધારે ઉત્પન્ન થાય તો આખા પાચન સંસ્થાન (મોં, ગળુ, અન્નનળી, હોજરી, નાના મોટા આંતરડા અને મળાશય)માં ચીકાશ (મ્યુક્સ) ઉત્પન્ન કરે છે. કેન્સરના કોષને આ મ્યુક્સથી પોષણ મળે છે. એટલે દૂધ પીનારા સૌએ ચરબી (ક્રીમ) અને ખાંડ વગરનું દૂધ પીવું જોઈએ જેથી કેન્સર થવાની શક્યતા ઘટી જાય.
૪. તમારા શરીરમાં રહેલા કેન્સરના કોષ શરીરના અમ્લ (એસીડીક) વાતાવરણમાં ખૂબ સંખ્યામાં વધે છે. જેઓ માંસાહારી છે તેઓના શરીરમાં વિશેષ કરીને અમ્લ વાતાવરણ હોય છે માટે તેઓને કેન્સર થવાની શક્યતા વધારે હોય છે. પશુઓને આપેલા ઈન્જેકશનોમાં એન્ટીબાયોટીક અને હોર્મોન હોય છે અને તે માંસ (મીટ) ખાનારાના શરીરમાં જાય ત્યારે કેન્સરના કોષને વિશેષ પોષણ મળે છે. કેન્સર થવાની શક્યતા વધી જાય છે.
૫. જો તમારા ખોરાકમાં ૮૦ ટકા લીલા શાકભાજી અને તેનો રસ હોય, આખું અનાજ (ચાળ્યા વગરનો લોટ), તેલીબીયા, સુકોમેવો અને તાજા ફળો હોય, અને બાકીના ૨૦ ટકા રાંધેલો ખોરાક જેમાં કઠોળ (ચણા, મગ, વટાણા, સોયાબીન) હોય તો શરીરની અંદર આલ્કલાઈન મીડીઅમ થાય, જેમાં કેન્સરના કોષને વધવાનો કોઈ ચાન્સ નથી. ઉગાડેલા કઠોળ, શાકભાજીના રસમાં રહેલા એન્ઝાઈમ પણ કેન્સરને દૂર રાખવામાં મદદ કરે છે.
૬. દારૂ, કોફી, ચા, કોકાકોલા, ચોકલેટનો ઉપયોગ ઓછો કરો, લીલી ચામાં ફલેવેનોઈઝ્ડ આવે છે જેનાથી કેન્સરના કોષ નાશ પામશે. પાણી ચોખ્ખું પીઓ. હેવી મેટલ્સ વાળુ પાણી ના પીશો. ડીસ્ટીલ્ડ વોટર એસીડીક ગણાય. નળના પાણીમાં ઝેરી પદાર્થો હોય તે ના લેશો.
૭. મીટ (માંસ) પ્રોટીનનું પાચન થવામાં ઘણી વાર લાગે છે અને તેને માટે ખૂબ એન્ઝાઈમ જોઈએ. દરેકના શરીરમાં ના હોય તેથી ઘણું મીટ પાચન થયા વગર પેટમાં રહે અને તેમાં સડો થાય અને તેનાથી વધારે ઝેરી પદાર્થો ઉત્પન્ન થાય અને તેથી કેન્સર થવાની શક્યતા વધે. કેન્સરના કોષની સખત દિવાલોને ઓગાળી નાખવા તમારા શરીરમાં રહેલા એન્ઝાઈમ ત્યારે જ સારી રીતે ઉપયોગમાં આવે જો તે વધારે જથ્થામાં હોય. આ ક્યારે બને કે તમે ખોરાકમાં મીટ ઓછું ખાઓ. નોનવેજીટેરીઅન લોકોને ખાસ આગ્રહ ભરી વિનંતી કે બને તેટલું ઓછું મીટ ખાઓ.
૮. કેન્સર તમારા શરીર, મન અને મનના વિચારોનો રોગ છે. કસરત શરીરને રોગથી દૂર રાખશે. સ્વસ્થ શરીરમાં મન સ્વસ્થ રહેશે. સ્વસ્થ મનમાં આત્મવિશ્વાસ હશે, સારા વિચારો હશે. માટે કેન્સર નહીં થાય. ગુસ્સો, હતાશા, નિરાશા, મનની બળતરા, અફસોસથી મનનો તનાવ વધશે. શરીરમાં એસીડીક વાતાવરણ થશે. કેન્સર થશે. હકારાત્મક અભિગમ, પ્રેમ, માયા, લાગણી અને ખુલ્લા દિલનું હાસ્ય તમને કેન્સરથી દૂર ટાળશે.
૯. નિયમિત કસરત જેવી કે હાસ્ય કલબની કસરત, આસનો, પ્રાણાયામ વગેરેથી શરીરમાં ખૂબ પ્રાણવાયુ (ઓક્સિજન) જશે. હૃદયની ગતી જીંદગીના અંત સુધી એટલી અદ્ભુત રહેશે કે શરીરના દરેક અંગોના કોષોને ઓક્સીજન ખૂબ પ્રમાણમાં મળશે. જ્યાં ઓક્સીજન મળે ત્યાં કાયમ યાદ રાખશો કે કેન્સર થવાની શક્યતા રહેશે જ નહીં.


છેલ્લે અમેરિકાના પ્રખ્યાત ડૉક્ટર એડવર્ડ ફુજીમોટોએ ચેતવણી આપી છે તેનું પણ ધ્યાન રાખો.
'ડાયોક્ષીન' નામનો કેમીકલ પદાર્થ માનવીમાં કેન્સર કરે છે. ખાસ કરીને સ્ત્રીઓમાં સ્તનના કેન્સર થવાની શક્યતા વધી જાય છે. તમે પ્લાસ્ટીકની બાટલીમાં પાણી ભરી તેને બરફના ખાનામાં મૂકશો તો પ્લાસ્ટીકમાંથી 'ડાયોક્ષીન' છૂટું પડશે અને પાણીમાં ભળી જશે. આ પાણી જો વધુ વખત પીવામાં આવે તો શરીરમાં 'ડાયોક્ષીન' વધારે જશે. જો તમારો રેઝીઝટન્સ (ઈમ્યુનીટી) ઓછો હસે તો તમને આવું પાણી પીવાથી કેન્સર થવામાં વાર નહીં લાગે. તેમના કહેવા પ્રમાણે પ્લાસ્ટીકના વાસણોમાં ખોરાક રાખી માઈક્રોવેવમાં ગરમ કરવાની રીત પણ ખોટી છે. કારણ ખોરાકમાં રહેલી ચરબી માઈક્રોવેવની ગરમી અને પ્લાસ્ટીકમાંથી નીકળતું ડાયોક્ષીન આ ત્રણેથી ખોરાકમાં એવા ઝેરી તત્ત્વો ઉત્પન્ન થાય છે જેનાથી આ ખોરાકનો ઉપયોગ કરનારને ૧૦૦ ટકા કેન્સર થશે. આ માટે કોર્નાગ કે પાયટેક્ષ ગ્લાસના વાસણ વાપરવાની ભલામણ તેમણે કરી છે.
આખા લેખને અંતે સૌને સો વાતની એક વાત જણાવવાની કે કેન્સર ના થાય માટે હકારાત્મક અભિગમ, જીવનશૈલીમાં ફેરફાર અને પરમેશ્વરની પ્રાર્થના - આ જ સર્વોત્તમ ઉપાય છે.

 
< પાછળનુ   આગળનુ >