Last Updated:19 ડિસેમ્બર 2011

વીમાના પૈસા મેળવવા ભારતીયે હુમલાની વાત ઘડી કાઢી છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
બુધવાર, 03 ફેબ્રુઆરી 2010
(પી.ટી.આઇ.)
મેલબોર્ન,  પોતાને જલાવી દેવાના કહેવાતા હુમલાનો આક્ષેપ કરનારા ભારતીયે વાસ્તવમાં કારના વીમાના પૈસા મેળવવા આવી ખોટી ફરિયાદ કરી હોવાનું ઓસ્ટ્રેલિયન પોલીસે આજે કહ્યું હતું.


મેલબોર્નની ઉત્તરે એસેન્ડનના ગ્રીસ ક્રેઝન્ટમાં રહેતા જસપ્રીત સિંહે માત્ર કારના વીમાના પૈસા મેળવવા આ હુમલાની વાતો ઘડી કાઢી હોવાનુંુ સેંટ કિલ્ડા રોડ પોલીસ કોમ્પલેક્સના અફસરોએ કોર્ટમાં કહ્યું હતું.પત્નીના સ્ટુડન્ટ વિઝા પર અહીં આવેલા જસપ્રીતે એેવી ફરિયાદ કરી હતી કે પોતે ઘર નજીક કાર પાર્ક કરવા ગયો ત્યારે બે જણે આવીને પોતાના પર જ્વલનશીલ પદાર્થ નાખીને પોતાને જલાવી દેવાની કોશિશ કરી હતી. પરંતુ પોલીસ અને હૉસ્પિટલના દાઝવા-બળવા વિભાગના  નિષ્ણાતોએ કહ્યું હતું કે મોટરકાર, સિંઘનાં કપડાં અને એના હાથને થયેલી ઇજા તથા નુકસાનને ઘ્યાનમાં લેતાં એની વાતમાં સાતત્ય જણાતું       

નથી. ‘પોલીસે કરેલી તપાસ પછી અમે એવા તારણ પર આવ્યાં છીએ કે સિંઘ કોઇ આર્થિક તકલીફમાં છે અને એણે કાર વેચવાના પ્રયાસો કર્યા પરંતુ ફાવ્યો નહીં એટલે પછી એણે આ નાટક કર્યું. બાકી એના પર હુમલો થયો નથી. એનો કારનો વીમો પાકે તો એને ૯,૭૫૦ અમેરિકી ડૉલર  મળે એટલે એણે આ બઘું કર્યું.’ જસપ્રીત સામેનો ગુનો પુરવાર થાય તો બીજી સજા ઉપરાંત એને ડિપોર્ટ પણ કરી શકાય એેવી જોગવાઇ છે.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી