|
Vaat Vaat ma
|
|
આના લેખક છે GSNEWS
|
|
સોમવાર, 01 ફેબ્રુઆરી 2010 |
શબ્દની તાકાત બહુ મોટી હોય છે. ક્યારેક એક નાનકડા અમથા શબ્દમાં અનેક અર્થ સમાયેલા હોય છે. બસ, સવાલ છે એક સવાલ પૂછવાનો...
* * *
ગુજરાતીઓ જ્યાં રાત રોકાતા હોય એ મકાનને શું કહેવાય?
ગુજ-રાત ભવન.
* * *
વરાળમાંથી બનતા મકાનને શું કહેવાય?
બાષ્પી-ભવન.
* * *
અણુ ધડાકાની પાછળ ક્યો નિયમ રહેલો છે?
યુરે-નિયમ.
* * *
લાંબા પહોળા રસ્તાને શું કહેવાય ?
વે-વિશાળ.
* * *
માંદા પડેલા સરને શું કહેવાય ?
સિક-સર.
* * *
પોતાની બાએ ગૂંથેલા ઉનનું સ્વેટર પહેરતા સાહેબને શું કહેવાય?
બા-ઉન્સર
* * *
દુનિયાનો ક્યો દેશ આપણા પગની સૌથી નજીક છે?
થાઈ-લેન્ડ.
* * *
માછલીઓનો રાજા શું પીએ છે?
કિંગ-ફીશર.
* * *
વાસ મારતી માછલીને શું કહેવાય?
મત્સ્ય-ગંધા.
* * *
રાત્રે વાસ મારતી માછલીને શું કહેવાય?
રજની-ગંધા.
- મન્નુ શેખચલ્લી
|