Last Updated:19 ડિસેમ્બર 2011

ફિટનેસ - વિટામિનોમાં અગ્રેસર વિટામિન- સી છાપો ઈ-મેલ
રવિપૂર્તિ
આના લેખક છે GS NEWS   
શનિવાર, 19 ડિસેમ્બર 2009
15fit1.gifઅંગ્રેજી બારાખડીમાં ભલે ત્રીજો નંબર આવતો હોય પણ આ ‘સી’ ને જ્યારે વિટામિનનું નામ આપો ત્યારે આ વિટામિનોમાં શ્રેષ્ઠ વિટામિન ચેમ્પીઅન વિટામિન સી સૌ કોઈએ વિના સંકોચે, વધારે વિચાર કર્યા વગર લેવું જ પડે.

ડોકટરોએ અને સંશોધકોએ એક બે નહીં પણ ૩૦૦ જેટલી શારીરિક તકલીફોમાં વિટામિન સીનો ઉપયોગ આ તકલીફોમાં રાહત આપવામાં અને મટાડી દેવામાં સફળતાપૂર્વક કર્યો છે.


વિટામિન સી ને ચેમ્પીઅન વિટામિન શા માટે કહે છે ?
૧. વિટામિન સી ‘કૉલેજન’ નામનો પદાર્થ તમારા શરીરમાં બનાવે છેઃ આ કોલેજન એક મજબુત કનેકટીવ ટીસ્યુ છે. એની મદદથી તમારાં હાડકાં ચુસ્ત રીતે એકબીજા સાથે એકઠાં રહી શકે છે. શરીરનું હાડકાનું ફ્રેમવર્ક આ કોલેજન બનાવે છે.
તમારા શરીરના સ્નાયુને હાડકા સાથે ચોંટાડી રાખવાનું અદ્ભુત કામ પણ આ કોલેજન કરે છે. આખા શરીરમાં લોહીનું વહન કરનારી રક્તવાહિની બનાવવાનું કામ અને આખી જિંદગી તેમને અકબંધ રાખવાનું કામ પણ આ કોલેજન કરે છે. તમારા શરીરના દરેક અવયવને અને ચામડીને પોતાની જગાએ સ્થિર અને વળગેલા રાખવાનું કામ પણ આ કોલેજન કરે છે.
આ કોલેજન એક પ્રકારનો ગુંદર અથવા ફેવીકોલ જેવો પદાર્થ છે, જે જિંદગીના અંત સુધી તમારા શરીરને સ્થિર, અંગોને વ્યવસ્થિત અને સ્નાયુ અને સાંધાઓને ચુસ્ત અને કાર્યરત રાખે છે. આ કોલેજન શારીરિક ઇજાને કારણે થએલા ઘાને રૂઝાવવાનું કામ કરે છે. તૂટેલાં હાડકાં, ખસી ગએલાં સાંધાના લીગામેન્ટને સાંધવાનું કામ પણ આ કોલેજન કરે છે. જો તમે શરીરમાં વિટામિન સી પૂરતા પ્રમાણમાં ના લેતા હો તો તમારી શું દશા થાય તે વિચાર કરો.

૨. વિટામિન સીને શ્રેષ્ઠ એન્ટી ઓક્ષીડન્ટ કહે છે ઃ એન્ટી ઓક્ષીડંટ એટલે શરીરમાંથી ઝેરી પદાર્થો, જેને ફ્રી રેડીકલ કહે છે, તેનો નાશ કરનારો પદાર્થ. હવા, ખોરાક કે પ્રવાહી મારફતે તમારા શરીરમાં ગએલા ફ્રી રેડીકલ તમારા શરીરમાં અનેક પ્રકારના નાના મોટા રોગો ઉત્પન્ન કરે છે. વિટામિન સી બીજા એન્ટી ઓક્ષીડંટસ (વિટામિન એ, વિટામિન ઇ, સેલેનીઅમ) સાથે મળીને બધા જ પ્રકારના ફ્રી રેડીકલનો નાશ કરીને શરીરને પરેશાન કરનારા રોગોનો નાશ કરીને શરીરને તંદુરસ્ત રાખે છે.

૩. રોગપ્રતિકારક શક્તિ માટે વિટામિન સી  જરૂરી છે ઃ તમારી રોગપ્રતિકારક શક્તિનો મુખ્ય આધાર તમારા લોહીના હિમોગ્લોબીન અને રક્તકણોની સંખ્યા ઉપર તેમજ લોહીમાં રહેલા ટી-સેલ્સ, માસ્ટ સેલ વગેરે ઉપર છે. આ બધા જ પદાર્થો બનાવવામાં વિટામિન સી ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. જો વિટામિન સી પૂરતા પ્રમાણમાં શરીરમાં તમે ના લો તો તમે ખોરાકમાં લીધેલા આયર્ન અને ફોલીક એસીડ પણ પૂરી રીતે એબસોર્બ થશે નહીં અને ઇમ્યુનીટી ઉપર અસર થશે.


૪. બ્લડપ્રેશર કાબૂમાં રાખવા વિટામિન સી લેવું પડે ઃ નિયમિત વિટામિન સી લેવાથી તમારા લોહીનું વહન કરનારી રક્તવાહિનીઓની સ્થિતિ સ્થાપકતા વધે છે અને જીવનના અંત સુધી લોહીના વહનમાં તકલીફ પડતી નથી, જેથી બી.પી. વધતું નથી.


૫. શરદી થતી અટકાવે છે અને રાહત આપે છે ઃ વિટામિન સી રોગપ્રતિકારક શકિત વધારે છે એટલે શરદીના વાયરસ તમારા શરીરમાં તોફાન શરૂ કરે તે પહેલાં તેમનો નાશ કરે છે અને કફ કોલ્ડ (શરદી) કાબૂમાં આવે છે.


૬. કેન્સર સામે રક્ષણ આપે છે ઃ ટેકસાસ યુનિવર્સિટીમાં થએલા અદ્યતન સંશોધન અનુસાર વિટામિન સી જો નિયમિત ખોરાકમાં લેવામાં આવે તો તે કેન્સર થતું અટકાવે છે.


૭. વિટામિન સી હાર્ટ એટેક આવતો અટકાવે છે ઃ અમેરિકાના નેશનલ સેન્ટર ઓફ કાર્ડીઓવાસ્કયુલર હેલ્થના રીપોર્ટ પ્રમાણે રોજ ૫૦૦ મી. ગ્રામ વિટામિન સી લેવાથી હાર્ટ એટેકનું જોખમ ટળી જાય છે. કારણ વિટામિન સી શરીરમાં કુલ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછંુ કરે છે.


૮. ઓપરેશન કે વાગ્યાથી થએલા ઘાને રૂઝાવે છે ઃ પહેલાં જણાવ્યું તેમ વિટામિન સી કોલેજન નામનો કનેકટીવ ટીસ્યુ બનાવે છે. આથી ઘા રૂઝાવવામાં મદદ મળે છે.


૯. એલર્જી અને દમમાં રાહત આપે છે ઃ વિટામિન સી એલર્જી અને દમમાં ખૂબ ફાયદો કરે છે.


૧૦. ડાયાબીટીસના દર્દીને વિટામિન સી આપો ઃ વિટામિન સી લેવાથી ઇન્સ્યુલીન રેઝીઝટન્સઘટે છે અને તેથી ડાયાબીટીસમાં ફાયદો થાય છે.


૧૧. આંખમાં મોતીઓ આવતો અટકાવે છે ઃ લેન્સ અપારદર્શક થાય તે પરિસ્થિતિને વિટામિન સી  અટકાવે છે.


૧૨. પાર્કિન્સન્સ ડીસીસ (કંપવા) માં રાહત આપે છે ઃ ખુબ મોટા ડોઝમાં વિટામિન સી સાથે વિટામિન ઇ આપવાથી પાર્કિન્સન્સ ડીઝીસ વધતો અટકે છે.


બીજા કોઈ પણ વિટામિનમાં આટલા બધા ગુણો અને ફાયદા નથી માટે વિટામિન સીને ચેમ્પીઅન વિટામિનનું નામ મળ્યું છે.


વિટામિન સી નું કેટલું પ્રમાણ રોજ લેવું પડે ? ઃ વિટામિન સી તમારા શરીરમાં બનતું નથી. માટે રોજ લેવું પડે. વિટામિન સી પાણીમાં ઓગળી જાય (વોટર સોલ્યુબલ) છે અને શરીરમાં સ્ટોર (સંગ્રહી) થઇ શકતું નથી. આ માટે તમારે શરીરની જરૂરત પ્રમાણે રોજેરોજ વિટામિન સી લેવું પડે. સ્કર્વી નામનો રોગ ના થાય માટે ફકત ૧૦ મી. ગ્રામની જરૂર છે. જો ૨૦૦ મી. ગ્રામ લો તો તે વધારાનું વિટામિન સી શરીરની બહાર નીકળી જાય. આવા કારણોસર સંશોધકોએ ઓછામાં ઓછો ૨૦૦ મી. ગ્રામ ડૉઝ નક્કી કર્યો છે. છેલ્લા સંશોધનો પ્રમાણે વધારે પ્રમાણ લો તો નુકશાન નથી પણ ગોળી લો તો કિંમત વધી જાય છે. સીધો સાદો રસ્તો એટલો કે કુદરતી પદાર્થોમાંથી રોજે રોજ વિટામિન સી લેવું. મોંધું નહીં પડે. આડ અસર નહીં થાય. ગોળી લેવી હોય તો ૫૦૦ મી. ગ્રામની લેશો. એક અભિપ્રાય એવો પણ છે તંદુરસ્ત વ્યકિતમાં ગમે તે સમયે ૫૦૦૦ મી. ગ્રામ જેટલું વિટામિન સી હોય છે. આ પ્રમાણ જળવાઇ રહે તો તમને કોઇ નુકસાન નથી. માટે ૫૦૦ મી. ગ્રામ ઓછામાં ઓછું લો તો પ્રમાણ જાળવવામાં વાંધો નહીં આવે.


વિટામિન સી શરીરમાં ક્યારે ઓછું થઇ જાય

૧. સિગરેટ- તમાકુનો ઉપયોગ કરતા હો ત્યારે અને જેઓ આવા ઘૂમાડાવાળા વાતાવરણમાં હોય (પૅસીવ સ્મોક) ત્યારે  વિટામિન સી  ખૂબ ઓછું થાય.

૨. ડાયાબીટીસ હોય ત્યારે વિટામિન સી વધારે વપરાય ત્યારે


૩. એલર્જી હોય અથવા દમ હોય ત્યારે વિટામિન સી ઓછુ થાય


૪. શરદી ઉધરસ તાવ હોય ત્યારે ઓછું થાય


૫. ઓપરેશન વખતે ઓછું થાય.


૬. શારીરિક કે માનસિક તનાવ હોયલ ત્યારે ખૂબ ઓછુ થાય


૭. ૭૦ વર્ષ પછી જયારે દવાઓ લેવાતી હોય ત્યારે ઓછું થાય


૮. ગર્ભવતી સ્ત્રીઓ તેમજ બ્રેસ્ટ ફીડીંગ કરનારી સ્ત્રીઓમાં ઓછું થાય.


૯. રોજ એસ્પીરીન, બર્થ કંટ્રોલની ગોળીઓ, એન્ટીબાયોટીક કોર્ટીઓન અને દુખાવાની ગોળીઓ લેતા હોય ત્યારે.


૧૦. દારૂ પીવાની ટેવ હો ત્યારે.


વિટામિન સી શામાંથી કેટલા પ્રમાણમાં મળે


Ftuhtf

«btK  rJxt. me.

be.d{t

mVhsl

yuf

8

fu¤w

yuf

10

c{tuftuje

200 d{tb

58

ftuces

200 d{tb

17

xuxe

250 d{tb

68

dtsh

yuf

8

VjtJh

250 d{tb

36

jejt bhatk

lkd-1

8

vea

lkd-1

8

cxtftu (ctVujtu)

lkd-1

26

vtjf

100 d{tb

12

ftfze

100 d{tb

12

òbV¤

1

165

;hçþa

1 Jtxftu

42

j´çþ

1

30

fuhe

1

57

lthkde

1

80

vviGþ

500 d{tb

188

ytkc¤t

6 lkd btuxt

100

vuh

1

10

vtRluvj

1 MjtRm

14

ytbje

1 lkd

26

xtubuxtu

1 lkd

24

btumkce

1 lkd

32


સંશોધનો થયેજ જાય છે અને વિટામિન સી માટે નવી નવી વાતો બહાર આવે છે. તમારે શું કરવાનું છે ?

૧. રોજ વિટામિન સી કુદરતી પદાર્થો કે દવા સ્વરૂપે ૫૦૦ મી. ગ્રામ જેટલું અવશ્ય લેશો.

૨. જે કારણો (આગળ બતાવેલા) થી વિટામિન સી ઓછું થાય છે તે કારણો દૂર કરો.


૩. જીવનશૈલી સુધારો એટલે કે કસરત કરો. ખોરાકનું ઘ્યાન રાખો. ટેન્શન દુર થાય માટે મેડીટેશન કરો અને ચેક-અપ નિયમિત કરાવો.

 
< પાછળનુ   આગળનુ >