|
મુંબઈના આકાશમાં બે વિમાન વચ્ચે ટક્કર થતાં રહી ગઈ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શનિવાર, 21 નવેમ્બર 2009 |
|
મુંબઈ,
ગુરુવારે એક બનાવમાં બે વિમાનો વચ્ચે મિનીમમ વર્ટીકલ સ્પેસ (ઊંચાઈનું
લઘુતમ અંતર) રાખવાના નિયમનું ઉલ્લંધન થયું હતું. ઉક્ત બનાવમાં એક ફલાઈટ
તેને ફાળવાયેલી ઉંચાઈથી વધુ ઉંચે પહોંચી ગઈ હતી.
આ બંને વિમાનમાંથી એક વિમાને બે વિમાન વચ્ચેના ઊંચાઈના લઘુતમ અંતરના નિયમનો ભંગ કર્યો હતો
બે વિમાનો વચ્ચેની વર્ટીકલ સ્પેસમાં ઘટાડો થવાથી ક્યારેક એમની અથડામણનું જોખમ ઊભું થાય છે. જોકે, આ કેસમાં ઊંચે ચડતું વિમાન ઉપરના વિમાનથી ૮૦૦ ફુટ નીચે અટકી ગયું હતું. વિમાનોને એમને ૧૦૦૦ ફુટની વર્ટીકલ સ્પેસ રાખવા જણાવાય છે. ગલ્ફ એરની એક ફલાઈટ મુંબઈથી લગભગ ૧૯૨૦ કિમી પશ્ચિમે હતી ત્યારે એને બીજુ વિમાન નજીકમાં હોવાની સૂચના આપતો કોકપીટ એલર્ટ મળ્યો હતો. ૧૮૦ પેસેંજરો સાથેની ગલ્ફ એરની ફલાઈટ ૦૬૪ મુંબઈ એરપોર્ટ પર ઉતરાણ કરવા આવી રહી હતી અને સાઉદી એરલાઈન્સની ફલાઈટ ઢાકાથી રિયાધ જતા મુંબઈના આકાશમાં જ હતી ત્યારે રાત્રે ૧૧ વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો.
અધિકારીઓના જણાવવા મુજબ એ સમયે ગલ્ફ એરની ફલાઈટ જમીનથી ૩૫૦૦૦ ફુટ ઉંચે અને સાઉદી એરલાઈન્સની ફલાઈટ એનાથી ૧,૦૦૦ ફુટ નીચે ઉડતી હતી. પરંતુ સાઉદી એરલાઈન્સની ફલાઈટ એકાએક ૨૦૦ ફુટ વધુ ઉંચે ચડી જતાં ગલ્ફ એરની ફલાઈટની કોકપીટમાં એલાર્મ બીપ વાગવા લાગી હતી. એના પાઈલટે તુરત સાઉદી એરલાઈન્સના પાઈલટનો સંપર્ક સાધી એના અચાનક ઉંચે ચડવા પાછળનું કારણ જાણવા માગ્યુ હતું અને પછી એને મુંબઈ એર ટ્રાફિક કન્ટ્રોલ (એટીસી)ને સાવધ કરી દીધો હતો. અધિકારીઓના જણાવવા મુજબ સાઉદી એરલાઈન્સની ફલાઈટે ભલે ઉંચાઈના નિર્ધારિત અંતરનું ઉલ્લંધન કર્યું પણ એ ગલ્ફ એરની ફલાઈટથી ખાસ્સી દૂર હતી. 'સાઉદી એરલાઈન્સના પાઈલટે એમ કહ્યું હતું કે પ્રતિકૂળ હવામાનને કારણે તેને ફલાઈટ ઉંચે ચડાવાની ફરજ પડી હતી. બે મિનિટમાં જ બંને વિમાનો ફરી એકબીજાથી ૧૦૦૦ ફુટની ઉંચાઈના અંતરે આવી ગયાં હતાં એમ મુંબઈ એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું.
|