|
સાંસદ અઝહર પરનો આજીવન પ્રતિબંધ ઉઠાવી લેવા ભારે દબાણ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શનિવાર, 21 નવેમ્બર 2009 |
મેચ ફિકિસંગ કૌભાંડમાં સંડોવાયેલા
(પી.ટી.આઈ.) નવી દિલ્હી,
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની મોહમ્મદ અઝહરુદ્દીન પર વર્ષ ૨૦૦૦માં
મેચ ફિકિસંગના કૌભાંડમાં સંડોવણી બદલ લગાવવામાં આવેલા આજીવન પ્રતિબંધને
પાછો ખેંચવાના કોંગ્રેસ દ્વારા પ્રયત્નો થઇ રહ્યાં હોવાનું પ્રકાશમાં
આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અઝહરુદ્દીન હાલ ઉત્તર પ્રદેશના મોરાદાબાદથી
કોંગ્રેસના સાંસદ છે.
રાજીવ શુકલ, રાજ બબ્બર, જિતિન પ્રસાદ જેવા કોંગ્રેસના સાંસદોએ ક્રિકેટ બોર્ડના પ્રમુખ શરદ પવારને મળી રજુઆત કરી
બીસીસીઆઈએ મેચ ફિકિસંગના કૌભાંડમાં અઝહરુદ્દીનને દોષિત જાહેર કરીને તેના પર આજીવન પ્રતિબંધ મુકેલો છે. જો કે આવાં જ આરોપોવાળા અન્ય કેટલાક ખેલાડીઓને પણ રમતમાં પરત ફરવાની મંજૂરી અપાતા હવે અઝરુદ્દીન પરના પ્રતિબંધને પણ પાછો ખેંચવાની કોંગ્રેસના નેતાઓ દલિલ કરી રહ્યાં છે. આ અંગેની માગણીને લઇને સાંસદ જતિન પ્રસાદ, બીસીસીઆઈની નાણા સમિતિના અધ્યક્ષ રાજીવ શુકલા અને સાંસદ રાજ બબ્બર આઇસીસીના ઉપ પ્રમુખ અને બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ શરદ પવારને પણ મળ્યા હતા.
કોંગ્રેસના પ્રવકતા રાજીવ શુકલાએ જણાવ્યું હતું કે તેમણે આ સંદર્ભે બીસીસીઆઈના પ્રમુખ શશાંક મનોહર સાથે વાત કરી છે અને અઝહરુદ્દીનને આ પ્રતિબંધ ઉઠાલી લેવાય તેમાં રસ હોય તો તેઓ એજીએમની બેઠકમાં આ મુદ્દો રજૂ કરશે. બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) નક્કી કરે તો જ અઝહરુદ્દીન પરથી આજીવન પ્રતિબંધ ઉઠાવી શકાશે. ઉલ્લેખનીય છે કે આ જમણેરી ખેલાડી ૯૯ ટેસ્ટ મેચ રમ્યો છે અને કુલ ૬૨૧૫ રન કર્યા છે. આ ઉપરાંત ૩૩૪ વનડે માં પણ તેણે ૩૬.૯૨ ની એવરેજથી ૯૩૭૮ રન નોંધાવ્યા હતા.
|