Last Updated:19 ડિસેમ્બર 2011

ભાગેડુ પિતા-પુત્ર સામે રેડ કોર્નર નોટિસ ઈસ્યુ થઇ હતી છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શનિવાર, 21 નવેમ્બર 2009
(પીટીઆઇ)    નવી દિલ્હી,
ગયા વર્ષે થયેલા મુંબઇ હુમલામાં આતંકવાદીઓને ઈન્ટરનેટ ફોનનું એકાઉન્ટ સક્રીય કરવા માટે નાણા ટ્રાન્સફર કરનારા પાકિસ્તાની પિતા-પુત્ર સામે ઈન્ટરપોલે રેડ કોર્નર નોટીસ પણ જારી કરી હતી. હવે ભારત આ બન્નેના પ્રત્યાર્પણ માટે ઈટાલી સાથે વાટાઘાટો શરૃ કરે તેવી શક્યતા છે.
પોલીસના હાથે નહિ ચઢવાની ગણતરીએ બન્ને પાકિસ્તાનથી ઈટાલી પરત ફર્યા હતા

વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે આ હુમલો થયા પછી તેના શકમંદોની યાદીમાં આ બન્નેના નામો પણ હતાં અને ઈન્ટરપોલે રેડ કોર્નર નોટીસ પણ જારી કરી હતી. પિતા મોહમ્મદ યાકુબ અને પુત્ર આમેર યાકુબ ગયા વર્ષે મુંબઇ હુમલા પછી ઈટાલીથી પાકિસ્તાન જતાં રહ્યાં હતા પણ થોડા સમયમાં જ પાછા ફરી ગયા હતા.
ગયા વર્ષે નવેમ્બર મહિનાથી આ બન્નેની શોધખોળ ચાલી રહી હતી અને તેમને ભાગેડુ પણ જાહેર કરી દેવાયા હતા. હવે ભારત આ બન્નેના પ્રત્યાર્પણ માટે ઈટાલી સાથે વાતચિત શરૃ કરશે. જોકે બન્ને દેશો વચ્ચે કોઇ પ્રત્યાર્પણ   સંધી થઇ ન હોવાથી  આ કામ અઘરું બને તેવી શક્યતા  છે. ઉલ્લેખનીય છે કે આ બન્ને પાકિસ્તાની નાગરિકોએ મુંબઇ હુમલાના આગલા દિવસે જ ઈટાલીથી કોઇ ભૂતિયા નામે આતંકવાદીઓના ઈન્ટરનેટ ફોન સક્રીય કરવા માટે રકમ ચૂકવી હતી અને ફોન મારફતે જ હુમલા દરમિયાન આતંકવાદીઓ સતત સંપર્કમાં રહ્યાં હતાં.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી