|
ભાજપના પ્રમુખ અંગેનો નિર્ણય હાઈકમાન્ડ લેશે ઃ મુરલી મનોહર |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શનિવાર, 21 નવેમ્બર 2009 |
|
(પી.ટી.આઈ.) લખનૌ,
ભાજપના પ્રમુખ તરીકે આરએસએસ દ્વારા નીતિન ગડકરીની તરફેણના અહેવાલોની મધ્યે
પક્ષના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષીએ આજે જણાવ્યું હતું કે રાજનાથસિંહના
અનુગામી અંગેનો નિર્ણય હાઈકમાન્ડ દ્વારા લેવાશે. ભાજપના નવા પ્રમુખની
નિમણૂંક યોગ્ય સમયે જ થશે.
નવા પ્રમુખની પસંદગી યોગ્ય સમયે થઈ જશે
સંવાદદાતાઓ સાથે વાતચીતમાં પીઢ નેતાએ કહ્યું હતું કે ''ભાજપના આગામી પ્રમુખ અંગેનો નિર્ણય પક્ષના હાઈ કમાન્ડ દ્વારા લેવાશે અને તેમની નિમણૂંક યોગ્ય સમયે થશે. નવા પ્રમુખની નિમણૂંક ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં કરવાની રહે છે અને આ પ્રક્રિયા ટૂંક સમયમાં પુરી થશે.'' રાજનાથ સિંહની પુનઃ વરણી થશે એવા પ્રશ્નના ઉત્તરમાં વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે ભાજપના બંધારણ અનુસાર કોઈ વ્યક્તિ સતત બે મુદત માટે પ્રમુખપદે નિયુક્ત કરી શકાતી નથી.
પક્ષના પ્રમુખ તરીકેની સ્પર્ધામાં તેઓ પણ સામેલ છે તેવો પ્રશ્ન પૂછાતા જોષીએ સામો ટોણો લગાવ્યો હતો કે ''હું કશાની પણ સ્પર્ધા માટેનો ઘોડો નથી.'' બાવન વર્ષના ગડકરી ભાજપના પ્રમુખ બનશે તેવી વાતો જોરશોરથી ચાલી રહી છે. સંઘના વડા મોહન ભાગવતે દિલ્હી સ્થિત કોઈ નેતાને આ જવાબદારી નહિ સોંપાય તેમ જણાવ્યા પછી ગડકરીનું નામ મજબૂતપણે આગળ આવેલ છે. સંઘની નિકટ ગણાતા ગડકરી પણ મોહન ભાગવતની માફક નાગપુરમાં વતન ધરાવે છે. વડાપ્રધાનની અમેરિકા મુલાકાત અંગે તેમણે જણાવ્યું હતું કે મનમોહનસિંહે યુએસ સાથે વાતચીતમાં તેની ચીન નીતિ અંગે નિખાલસતા સાથે સ્પષ્ટતા કરવી જોઈે. તેમણે કહ્યું તું કે પાકિસ્તાનમાં તાજેતરની ઘટનાઓ દર્શાવે છે કે અણુશસ્ત્રો તાલિબાનના હાથમાં પડી શકે છે. ''જો અત્યારના સંજોગોમાં અમેરિકા ભારતને બિનપ્રસાર સંધી (એનપીટી) પર હસ્તાક્ષર કરવાનું જણાવે તો તેમ કરવું ભારતના હિતમાં નહિ હોય.'' તેમ મુરલી મનોહર જોષીએ જણાવ્યું હતું.
|