Last Updated:19 December 2011

એમ્બ્રોનિક સ્ટેમસેલની સારવાર જન્મજાત અંધાપો દૂર કરી શકશે છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શનિવાર, 21 નવેમ્બર 2009
શિકાગો,
જન્મથી જ અંધ વ્યક્તિઓને દ્રષ્ટિ આપવા માટે અમેરિકન સંશોધકોએ વિકસાવેલી એમ્બ્રોનિક સ્ટેમ સેલ સારવારના માનવ પર પરીક્ષણો કરવામાં આવશે એમ્બ્રોનિક સ્ટેમ સેલ માનવ ભૃણમાંથી મેળવવામાં આવતાં હોવાથી તેની સારવાર ખાસ્સી વિવાદાસ્પદ બનેલી છે. માણસ પર હજી સુધી તેના પરીક્ષણો થયાં નથી. અંધ ઉંદરોને આ સારવારથી દ્રષ્ટિ આપવામાં સફળતા મળ્યા પછી તેના માનવ પરના પરીક્ષણો પ્રથમ વાર જ થશે.

માનવભૂ્રણમાંથી મેળવાયેલા કોષોને ઈન્જેકશન દ્વારા અંધ વ્યક્તિની આંખમાં મુકવાનું પ્રથમ વાર પરીક્ષણ થશે

અમેરિકાની એડવાન્સ્ડ સેલ ટેકનોલોજીના સંશોધક રોબર્ટ લાન્ઝાએ જણાવ્યું હતું કે આ સારવારમાં ભૃણમાંથી મેળવાયેલા સ્ટેમસેલમાંથી વિકસાવેલા રેટિનલ પિગમેન્ટ એપીથેલિયમ કોશો ઈજેકશન દ્વારા દર્દીની આંખમાં મૂકવામાં આવે છે. આ કોશો આંખમાં ફોટોરીસેપ્ટરનું કાર્ય કરે છે ઉંદરો પર આ સારવાર કોઈપણ જાતની આડઅસર વિના સફળ થઈ હતી. વૃદ્ધાવસ્થામાં અંધ બનતા લોકો માટે પણ આ સારવાર ઉપયોગી થશે તેમ પણ તેમણે જણાવી તેમણે ઉમેર્યું હતું કે એમ્બ્રોનિક સ્ટેમસેલના માનવપરના પરીક્ષણોની આ બીજી દરખાસ્ત છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન આ દરખાસ્તને મંજુરી આપશે તો ૨૦૧૦ના અંત સુધીમાં એમ્બ્રોનિક સ્ટેમસેલ વડે કરોડરજ્જુને થયેલી ઇજાઓની સારવાર પણ ઉપલબ્ધ બની શકશે.

કેલિફોર્નિયાની એડવાન્સ્ડ સેલ ટેકનોલોજીના વડા લાન્ઝાએ વધુ જણાવ્યું હતું કે એમ્બ્રોનિક સ્ટેમ સેલ મેળવવા માટે માનવભૃણનો નાશ કરવો પડે છે તેથી આ સારવાર વિવાદાસ્પદ બની હતી. વર્ષોના રાજકીય વિવાદ પછી આ સારવાર ઉપયોગી થવાની આશા ઉત્પન્ન થઈ છે. એમ્બ્રોનિક સ્ટેમસેલ માનવભૃણના પ્રાથમિક કોશો મેળવીને લેબોરેટરીમાં જુદા જુદા અવયવોની સારવાર માટે વિકસીત કરીને કેન્સર, ડાયાબિટિસ અને અલઝાઈમર્સ જેવા રોગોની સારવાર માટે ઉપયોગમાં લઈ શકાય તેવી સંશોધકોને ઉંડી આશા છે. આ સારવારના સંશોધનોમાં વિજ્ઞાાનીઓને વર્ષોના વિવાદ અને મુશ્કેલીઓ બાદ ઉંદરો પર કરેલા પરીક્ષણોમાં સફળતા મળી હતી.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી