Last Updated:19 ડિસેમ્બર 2011

ભારતીય બિઝનેસ માટે કેનેડાની ઉદાર વિઝા નીતિ છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શનિવાર, 21 નવેમ્બર 2009
(પી.ટી.આઈ.)    ટોરોન્ટો,
કેનેડાએ ભારત સાથે વેપારને પ્રોત્સાહન આપવામાં અન્ય ઔદ્યોગિક દેશોની સાથે રહેવા માટે ભારતીય વેપારીઓના માટે નવા ઉદાર બિઝનેસ વિઝા નિયમોની જાહેરાત કરી હતી. બિઝનેસ વિઝા અંગે ભારતીય નાગરિકોની અરજી અંગે માત્ર ૨૪ કલાકમાં પ્રક્રિયા પૂરી કરાશે.

એક્સપ્રેસ વિઝા યોજના હેઠળ બિઝનેસ વિઝા માટેની અરજીનો ૨૪ કલાકમાં નિકાલ

કેનેડાના વડાપ્રધાન સ્ટીફન હાર્પરની ભારત મુલાકાતના પગલે સરકાર દ્વારા નવા ુદાર વિઝા નિયમોની જાહેરાત ઈમિગ્રેશન પ્રધાન જેસન કેન્નેએ કરી હતી. નવી વિઝા સીસ્ટમ હેટળ ભારતીય નાગરિકો દ્વરા કરાયેલી બિઝનેસ વિઝાની અરજીઓ પર માત્ર ૨૪ કલાકમાં નિર્ણય લઈ લેવાશે. એક્સપ્રેસ વિઝા સર્વિસમાં અરજદારોને મલ્ટિપલ એન્ટ્રી વિઝા ઓફર કરાશે. ઉદાર વિઝા નિયમો ઉપરાંત, કેનેડા સરકારે એવી જાહેરાત કરી હતી કે નવી અણુ સહકાર સંધિ અને પારસ્પરિક રોકાણ રક્ષણ સમજૂતી વિેશની કામગીરી પણ યુદ્ધના ધોરણએ ચાલી રહી છે. અણુ સમજૂતીથી ભારતની નાગરિક અણુઊર્જા જરૃરિયાતો માટે સમૃદ્ધ યુરેનિયમનો પૂરવઠો  પુરો પાડવાનો માર્ગ મોકળો બનશે.

કેન્નેએ જણાવ્યું હતું કે ''અમે સક્રિપણે અણુ સહકાર સંધિ અંગે વાટાઘાટો કરી રહ્યા છીએ એ રોકાણ રક્ષણ સમજૂતી તૈયાર છે. આ ઉપરાંત, અમે ૨૦૦૬ પછી ભારતમાં કેનેડા સરકાર દ્વારા નવી ત્રણ વેપાર કચેરીઓ ખોલવા સાથે અમારી સૌથી વ્યાપક ઓવરસીઝ નેટવર્ક સ્થાપી છે. અમે કેનેડા આવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા બમણી કરવાનો પણ નિર્ણય લીધો છે.'' તેમણે ઉમેર્યું હતું કે ભારત સાથે કેનેડાનો વેપાર અત્યારે હાસ્યાસ્પદ રીતે ઘણો નીચો છે. આગામી પાંચ વર્ષમાં તેને વધારી ૧૫ અબજ યુએસ ડોલર સુધી લઈ જવાના હેતુ સાથે દ્વિપક્ષી વેપાર વધારવા તેમનો દેશ અનેક નવી પહેલો અંગે ભારત સાથે વાતચીત ચલાવી રહ્યો છે. ઈમિગ્રેશન પ્રધાન ગઈકાલ રાત્રે ઈન્ડો-કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત સમારંભમાં બોલી રહ્યા હતા, જ્યાં કેનેડાસ્થિત ભારતીય કોન્સલ જનરલ પ્રીતિ સરન પણ ઉપસ્થિત હતાં.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી