Last Updated:19 ડિસેમ્બર 2011

સેબીની વેબસાઇટ મરાઠીમાં પણ મૂકવા રાજ ઠાકરેની માંગ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શનિવાર, 21 નવેમ્બર 2009
Image(પી.ટી.આઈ.)    મુંબઈ,
મરાઠી માનૂષ અને મરાઠી ભાષાના મહત્ત્વને વધારવાના અભિયાનને આગળ ધપાવતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરેએ હવે સિકયુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ને તેની નવી લોન્ચ કરાયેલી વેબ સાઇટમાં મરાઠી વિકલ્પ આપવા જણાવ્યું હતું. બીજી તરફ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અશોક ચવાણે રેલવેમાં સ્થાનિક લોકોની વધુ ભરતી કરવા રેલવે પ્રધાન મમતા બેનરજીને જણાવ્યું હતું.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ચવાણે રેલવેમાં મરાઠી માણૂસની ભરતી માટે મમતાને રજુઆત કરી

સેબીએ તાજેતરમાં તેની વેબ સાઇટનો પુનઃ આરંભ કર્યો છે, જેમાં અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષાના વિકલ્પો આપેલા છે. મનસેના કોલાબા વિભાગના પ્રમુખ અશ્વિન ગાવડેએ સેબીના નાયબ ચીફ એકિઝકયુટિવ અધિકારી આશિષકુમાર ચૌહાણની મુલાકાત લઇને પક્ષની માગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું. ગાવડેએ જણાવ્યું હતું કે 'મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં તેનું વડુ મથક હોવા છતાં સેબીએ પોતાની સગવડ ખાતર મરાઠીની ઉપેક્ષા કરી છે. સેબીના અધિકારીઓએ તેમની ભૂલ સ્વીકારી છે અને સુધારવા સંમત પણ થયા છે.'

બીજી તરફ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અશોક ચવાણે મુંબઈમાં પાંચ નવી ટ્રેનના ઉદ્ધાટન પ્રસંગે રેલવે પ્રધાન મમતા બેનરજીની હાજરીમાં રેલવેમાં સ્થાનિક લોકોની વધુ ભરતી કરવાનો અભિપ્રાય દર્શાવ્યો હતો. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના રાજય કક્ષાના પ્રધાન ગુરૃદાસ કામતે કરેલા સૂચનને ચવાણ સમર્થન આપી રહ્યા હતા. મુખ્ય પ્રધાન ચવાણે જણાવ્યું હતું કે 'એક પછી એક રેલવે બજેટોમાં મુંબઇની સતત ઉપેક્ષા કરાતી આવી છે. જો રેલવે આ વિચાર સાથે સંમત થશે તો રાજય સરકાર સંપૂર્ણ ટેકો આપશે.' આ પ્રોજેકટ અંગે તેમણે જણાવ્યું હતું કે રેલવે ટ્રેક પર ઊંચા કરાયેલા માર્ગોથી ટ્રાફિક ભરચક થઇ જવાની સમસ્યા ઉકેલાશે. આ કાર્યક્રમમાં છગન ભૂજબળે નાગપુર ડુરાન્ટો ટ્રેનને સચિન તેંડૂલકર નામ આપવા સૂચન કર્યું હતું.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી