Last Updated:19 ડિસેમ્બર 2011

છીંક પછી થતાં પીઠના દુઃખાવાને હળવાશથી નહિ લેવાની સલાહ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શનિવાર, 21 નવેમ્બર 2009
નવી દિલ્હી,
શું તમને છીંક આવ્યા પછી કદી પીઠ એટલે કે કરોડમાં અચાનક પીડાનો અનુભવ થયો છે ? તબીબો આ પીડાને હળવાશતી નહિ લેવાની સલાહ આપે છે. આ પીડા તમને એવી ચેતવણી આપે છે કે તમારી કરોડ મણકાનું ખસી જવું, હર્નીઆ જેવી ગંભીર બીમારીઓ અથવા ખાસ કિસ્સાઓમાં અવયવોના પેરાલિસિસ- પક્ષાઘાત અુભવવા જેવી નિર્બળ બની રહી છે.

આ પ્રકારની પીડા કરોડના મણકાનું ખસી જવું કે હર્નીઆ જેવી ગંભીર બીમારીનો સંકેત આપતો હોવાનું તારણ

એક આઘાત સાથે સમગ્ર શરીરને હચમચાવી નાખતી છીંકના કારણે તમારી કરોડને કોઈ મોટા ફટકાની સંપૂર્ણ અસર સહન કરવી પડતી હોય છે. અહીંની બી.એલ. કપૂર મેમોરિયલ હોસ્પિટલ ખાતે વરિષ્ઠ ન્યૂરોસર્જરી કન્સલ્ટન્ટ ડૉ. આશિષ શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, જો તમને કરોડમાંથી અચાનક પીડાનો અનુભવ થાય તો તેનો અર્થ એવો છે કે છીંકનો ઘણો મોટો ફટકો વાગ્યો છે.''

ડૉ. શ્રીવાસ્તવ સમજાવે છે કે ''જો કરોડના કોઈ મણકાનું આવરણ અથવા તો ગાદી ખસી જવાની તૈયારીમાં હોય તેવા સમયે જોરદાર છીંક આવે તેના આઘાતથી સ્લિપ ડિસ્ક- મણકાની ગાદી ખસી જાય છે. છીંક આવવાના ઉપરાછાપરી હુમલાથી શરીરને આંચકાઓ સહન કરવા પડે છે અને પીઠના ઉપલા કે નીચેના હિસ્સામાં પીડા થાય છે, જે તમને ઈજા કરી શકે છે. જોશભેર આવતી છીંક તમારા સમગ્ર શરીરને હચમચાવી નાખે છે એટલું જ નહિ, તેનું દબાણ એટલું તીવ્ર હોય છે કે તેનાથી ઘસાઈ ગયેલી માંસપેશીઓનું આવરણ તુટી જાય છે, અર્થાત્ ગાદી દબાઈ જતા મણકો ખસી જાય છે. અસ્થિરપિંજરના સ્નાયુઓ પરનું દબાણ છીંક ખાવાની પ્રક્રિયાના કારણે વધી જાય છે અને ભૂતકાળની ઈજાઓથી થયેલી કમર-કરોડની પીડાને વધારી  શકે છે.'' જોશભેર આવેલી છીંકના કારણે કરોડના મણકાઓની આસપાસ મોટો ખળભળાટ સર્જાય છે. જો છીંકના કારણે તમારી કરોડમાં અચાનક પીડા અનુભવાય તો ન્યૂરોસર્જનની સલાહ લઈ કટોકટીને ટાળવાનો પ્રયાસ કરવો હિતાવહ હોવાનું નિષ્ણાતો કહે છે.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી