Last Updated:19 ડિસેમ્બર 2011

વહાબી સંપ્રદાય ત્રાસવાદ માટે જવાબદાર હોવાના જેઠમલાણીના વિધાનથી વિવાદ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શનિવાર, 21 નવેમ્બર 2009
(પીટીઆઈ)    નવીદિલ્હી,
વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય કાયદાપ્રધાન રામ જેઠમલાણીએ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ તથા અનેક આંતરરાષ્ટ્રીય મહાનુભાવોની હાજરીમાં તટસ્થ આંદોલન (નામ) અને પંચશીલને અર્નિષ્ટ તરીકે ઓળખાવીને મોટો આંચકો આપ્યો હતો. જોકે, સરકારે તત્કાળ તેમના મંતવ્યોને નકારી કાઢ્યાં હતાં.

આંતરરાષ્ટ્રીય પરિષદમાં જેઠમલાણીની આ ટકોરને પગલે સાઉદી અરેબિયાના ભારત ખાતેના રાજદૂતનો વોકઆઉટ

વહાબી સંપ્રદાય ત્રાસવાદ માટે જવાબદાર હોવાના જેઠમલાણીના આક્ષેપના પગલે ભારતસ્થિત સાઉદી અરેબિયન રાજદૂત ફૈઝલ-અલ-ત્રાદે આંતરરાષ્ટ્રીય પરિષદમાંથી વિરોધરૃપે વૉકઆઉટ કર્યો હતો. ''ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ જ્યુરિસ્ટસ ઓન ઈન્ટરનેશનલ ટેરરિઝમ''માં સંબોધન કરતા રામ જેઠમલાણીએ જણાવ્યું હતું કે ''બિનજોડાણ એ અનિષ્ટ છે, પંચશીલ અનિષ્ટ છે. તમારે અનિષઅટના પરિબળનો સામનો કરવા શુભના પરિબળો સાથે જોડાણ કરવું જોઈએ. ભારત અને તેના વિદેશપ્રધાનોએ ભૂતકાળના સિદ્ધાંતોના પુનઃમૂલ્યાંકન કરવાનું શીખવું જ જોઈશે.'' તેમણે જણાવ્યું હતું કે ભારતના વિદેશનીતિ તંત્રે દેશના શત્રુઓ સાથે દેશના સંબંધો તોડી નાખવાની હિંમત દર્શાવવી જોઈએ. જેઠમલાણીએ વહાબ સંપ્રદાયને ત્રાસવાદ સાથે સાંકળતી કેટલીક ટિપ્પણીઓ કરી હતી જેના વિરોધમાં સાઉદી અરેબિયાના ભારત સ્થિત રાજદૂત ફઝલ-અલ-ત્રાદે કોન્ફરન્સમાંથી વૉકઆઉટ કર્યો હતો. જેઠમલાણીએ જણાવ્યું હતું કે ૧૭મી સદીમાં સાઉદી અરેબિયામાં કમનસીબે વહાબ નામનો દુષ્ટ માનવી પેદા થયો હતો, જેને મુસ્લિમ વિશ્વના પતન અંગે ચિંતા હતી, પરંતુ તેણે ઉપાય ખોટા શોધ્યા હતાં.

જેઠમલાણીએ આક્ષેપ કર્યો હતો કે ''વહાબી ત્રાસવાદે'' આતંકવાદી હુમલાઓ કરવા યુવાન લોકોના મગજમાં વાહિયાત સિદ્ધાંતો ભરી દીધાં હતાં. વહાબી ત્રાસવાદને ટેકો આપતા દેશ સાથે ભારતના મિત્રતાપૂર્ણ સંબંધો હોવા વિશે તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું. જેઠમલાણીએ એમ પણ કહ્યું હતું કે હિન્દુ આતંકવાદીઓ અને બૌદ્ધ આતંકવાદીઓ પણ હતા, છતાં કમનસીબી એ છે કે વિશ્વ મુખ્યત્વે મુસ્લિમ ત્રાસવાદી અંગે જ વાતકરે છે. પરંતુ મને એ સ્પષ્ટ કરવા દો કે હું ઈસ્લામ સહિત તમામ ધર્મોનો વિદ્યાર્થી છું. અને ઈસ્લામના પયગમ્બર પ્રતિ સૌથી વધુ માન છે, તેઓ શાંતિના માણસ હતા તેમ પણ તેમણે ઉમેર્યું હતું. કેન્દ્રીય કાયદાપ્રધાન એમ. વીરપ્પા મોઈલીએ સ્પષ્ટતા કરી હતી કે જેઠમલાણીની ટીપ્પણીઓ અંગત છે અને સરકારને તેની સાથે જરા પણ લાગતું વળગતું નથી. ત્રાસવાદને કોઈ એક ધર્મ સાથે સાંકળી ન શકાય. આ સ્પષ્ટતા પછી સાઉદી રાજદૂત કોન્ફરન્સમાં પાછા ફર્યા હતા. મોઈલીએ જણાવ્યું હતું કે 'નામ' પ્રત્યે ભારતની કટિબદ્ધતા કોઈ દેશ અથવા વ્યક્તિના કારણે બદલાશે નહિ. જેઠમલાણીના મંતવ્યો સાથે સરકાર સંમત નથી.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી