Last Updated:19 ડિસેમ્બર 2011

ફૂટબોલ જગતમાં હાહાકાર ઃ યુરોપના ઇતિહાસના સૌથી મોટા મેચ ફિકસિંગ કૌભાંડનો પર્દાફાશ છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GS NEWS   
શનિવાર, 21 નવેમ્બર 2009

Imageયુરોપમાં નેટવર્ક પાથરીને કામ કરતા ૨૦૦ બુકીઓને ત્યાં દરોડા

બોકુમ,
અત્યાર સુધી મેચ ફિકસિંગ માટે ક્રિકેટને જ બદનામ કરવામાં આવતું હતું પણ વિશ્વના મોટાભાગના દેશોમાં અસાધારણ લોકપ્રિયતા ધરાવતી ફૂટબોલની રમતમાં સમગ્ર યુરોપમાં મેચ ફિકસિંગ કરેતેવું રેકેટ પકડાઇ જતા રમત વિશ્વમાં સનસનાટી મચી ગઇ છે. યુરોપમાં ચેમ્પિયન્સ લીગ, યુનિયન ઓફ યુરોપીયન ફૂટબોલ એસોસિએશન (યુઇએફએ) કપ જેવી ટુર્નામેન્ટમાં વિશ્વના સ્ટાર ફૂટબોલરો ધરાવતી ટીમો વચ્ચે ભારે પ્રતિષ્ઠિત અને રોમાંચક મુકાબલા ખેલાતા હોય છે. ઝનુની ફૂટબોલ ચાહકો આ કલબ કે બે યુરોપિયન દેશો વચ્ચેની મેચ જોવા હજારોની સંખ્યામાં ઉમટી પડતા હોય છે. અંદરોઅંદર લોહિયાળ જંગ પણ બે સમર્થક જુથો વચ્ચે છેડાઇ જતો હતો પણ હવે આ ચાહકોને એ જાણીને આઘાત લાગ્યો છે કે યુરોપમાં રમાતી મોટાભાગની મેચો ફિકસ થાય છે.

યુરોપિયન લીગની ૨૦૦ જેટલી મેચો ફિક્સ કરી હોવાની શંકા ઃ જર્મન, બ્રિટન, સ્વીત્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રીયામાં એક સાથે પોલીસ ત્રાટકી

જે રેકેટનો પર્દાફાશ થયો છે તેમાં ૨૦૦ જેટલા સટોડિયા, મેચ ફિકસરો અને એજન્ટોનો સમાવેશ થાય છે. યુરોપિયન એસોસિએશનના પ્રતિનિધી પીટર લીમાચેરે પણ જુદા જુદા યુરોપિય દેશોની એન્ટી કરપ્શન પોલીસે પાડેલા દરોડાઓને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ફૂટબોલ ઇતિહાસનું આ સૌથી મોટું કૌભાંડ છે. સમગ્ર યુરોપમાં વ્યાપેલા મેચ ફિકસિંગ નેટવર્કે ૨૦૦થી વધુ મેચો ફિકસ કરી હોવાનું પણ મનાય છે. ૨૦૦૯માં યુરોપિયન દેશોમાં રમાતી મોટાભાગની મેચો ફિકસ થયાની આશંકા છે. લિમાચરે પણ જર્મન પોલીસે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. તેણે કહ્યું હતું કે અમે યુરોપિયન એસોસિએશન આ સમાચાર જાણીને ભારે આઘાત સાથે સ્તબ્ધ થઇ ગયા છીએ. તેણે એમ પણ ઉમેર્યું હતું કે યુરોપિયન ફૂટબોલે અગાઉ કયારેય આટલુ મોટું કૌભાંડ જોયું નથી. તેઓએ કયારેય કલ્પના પણ નહોતી કરી કે આ હદે ફૂટબોલની મહત્તમ મેચો અને મેચ ફિકસરો સક્રિય હશે. તપાસમાંથી જે ફિકસ થયેલી ૨૦૦ જેટલી મેચોનો પર્દાફાશ થયો છે તેમાં ૨૦૦૯ની જ ૨૦૦ મેચો છે જો તેઓ છેલ્લા વર્ષોમાં આ રીતે સક્રિય હશે તો ચાહકોને ફૂટબોલની રમત અને તેમના સ્ટાર ખેલાડીઓ પરથી માન ઉતરી જશે. તેઓ ડીપ્રેશનમાં આવી જઈને ગમે તે કૃત્ય કરી બેસે તેવા ઝનુની હોય છે. મેચ ફિકસિંગની તપાસનો આ રેલો સ્વાભાવિક રીતે છેક રેફરીઓ, ખેલાડીઓ અને ઓફિસિયલો સુધી જશે. અત્યારે તો એવું લાગે છે સમગ્ર યુરોપનું ફૂટબોલ જગત જાણે થંભી ગયું છે. જર્મની મેચ ફિકસિંગનું હેડ કવાર્ટર હોવાનું મનાય છે. સૌથી વધુ એજન્ટો અને બુકીઓની ધરપકડ અહીંથી થઇ છે. બ્રિટન, ઓસ્ટ્રીઆ, સ્વીત્ઝર્લેન્ડ જેવા યુરોપિય દેશોમાં પણ વ્યાપક દરોડા પાડીને ૨૦ થી વધુ મુખ્ય એજન્ટોન ધરપકડ કરવામાં આવી છે. ચાર ચાર દેશોના ૫૦ ઠેકાણે તપાસ થઇ રહી છે.દરોડા દરમ્યાન ૧૫ લાખ ડોલર જેટલી રોકડ રકમ પણ મળી આવી છે. યુરોપની નવ લીગોમાં મેચ ફિકસિંગ માટે આ રેકેટ વધુ સક્રિય હોવાનું મનાય છે.

આ સિઝનની જ ૨૦૦ મેચો ફિકસ થઇ હશે તેવું અનુમાન એન્ટ્રીઓ પરથી કરાઇ રહ્યું છે.યુરોપિય દેશોના પોલીસ તંત્રએ અતિ ગુપ્ત રીતે એક સહિયારી ટીમ બનાવીને દરોડા પાડયા હતા જેમાં ૩૦૦ જેટલા જર્મન પોલીસ સ્ટાફનો સમાવેશ થતો હતો. જર્મન પોલીસની સુચનાને નજરમાં રાખીને તેઓએ જણાવેલા લંડનના ઠેકાણાઓ પર બ્રિટિશ પોલીસ ત્રાટકી હતી. જર્મની લીગની લોઅર ડિવીઝનની, ફર્સ્ટ અને સેકંડ ડિવિઝનની મેચો કે જેમાં બોસ્નીયા, ટર્કી, હંગેરી, ક્રોએશિયા, સ્વીઝર્લેન્ડ, ઓસ્ટ્રીયા, નો સમાવેશ થાય છે. તેઓની પણ ઘનિષ્ટ તપાસ હાથ ધરવામાં આવશે. યુરોપ લીગની ૧૨ મેચો, સેકન્ડ ટાયર યુરોપિયન કલબ ટુર્નામેન્ટ તેમજ એલાઇટ લીગની અમુક મેચોપણ શંકાના દાયરામાં છે.૨૦૦૫માં જર્મનીની બુન્ડેસ્લીગા ટીમનો રેફરી રોબર્ટ હોયઝર સટ્ટામાં પકડાયો હતો. તેને બે વર્ષ અને પાંચ મહિનાની જેલની સજા થઇ હતી. હવે જોવાનું એ રહે છે કે આ કૌભાંડ પર રાજકીય દબાણ થાય છે કે મુક્ત તપાસ થશે.

મેન્સ વિભાગમાં ભારતીય ખેલાડીઓની આગેકૂચ વર્લ્ડ સ્નૂકર ઃ ગીત સેઠી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યો

હૈદરાબાદ,
ભારતનો ગીત સેઠી વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયનશીપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યો છે. માસ્ટર્સમાં રમતા સેઠીએ ટોપ સીડ થાઇ ખેલાડી ટ્રીરાટનાપ્રદિતને લડાયક રમત દર્શાવતા ૪-૩થી હરાવ્યો હતો. મેન્સ સેક્શનમાં ભારતના પાંચ ખેલાડીઓ પણ રાઉન્ડ ઓફ ૩૨માં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યા હતા.

સેઠીએ ટોપ સીડ ટ્રીરાટનાપ્રદિતને હરાવ્યો

માસ્ટર્સની પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં એક તબક્કે ગીત સેઠી ૧-૩થી પાછળ હતો. જો કે તેણે તેના કટ્ટર હરિફ ટ્રીરાટનાપ્રદિત સામે જોરદાર વળતી લડત આપતાં ૪-૩થી વિજય મેળવ્યો હતો. મેન્સ સેક્શનમાં ભારતનો મનન ચંદ્રા, આદિત્ય મહેતા, ગિરીશ રાજશેખર, આઇ.એચ.મનુદેવ અને લકી વિતનાનીએ રાઉન્ડ ઓફ ૩૨મા પ્રવેશ મેળવ્યો હતો. અગાઉ ભારતનો અશોક કુમાર, પંકજ અડવાણી અને યાસિન મર્ચન્ટ આ રાઉન્ડમાં સ્થાન મેળવી ચુક્યા હતા.

 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી