|
મોટેરામાં બોલરો બેટ્સમેનોની સેવા કરવાનું કામ કરતા હોય તેવું લાગ્યું |
|
|
|
રમત જગત સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શનિવાર, 21 નવેમ્બર 2009 |
હરભજને મોટેરા સહિત ભારતની પીચોની ઝાટકણી કાઢી
નવી દિલ્હી,
ભારતના ઓફ સ્પિનર હરભજન સિંઘે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ જે રીતે રનના
ઢગલાસાથે ડ્રોમાં પરિણમી તે અંગે કોમેન્ટ કરી હતી કે અમદાવાદના મોટેરા
જેવી પીચ ટેસ્ટ ક્રિકેટને ખતમ કરી નાંખે તે હદે બેટસમેનો માટે સ્વર્ગ સમાન
હતી. બેટસમેનો મોટી ઈનિંગ ખેલવાની જાણે મફત ટિકિટ મળી હોય તેવી મોટેરાની
પીચ હતી. બોલરોની બેટસેમનો જોડે હરિફાઈ થાય તેવી કોઈ શક્યતા નહોતી જણાતી.
છેલ્લી ૧૨માંથી સાત ટેસ્ટ ડ્રો થઈ છે ઃ ૫૦૦ થી ૭૦૦ રન છ વખત નોંધાયા છે ઃ બોલરોની કારકિર્દી ભયમાં
કેપ્ટન ધોની અને શ્રીલંકાના કેપ્ટન સંગાકારાએ પણ મેચ બાદ કબુલ્યું હતું કે તેઓને એવી આશા હતી કે મેચ આગળ જતા બોલરોને માટે પણ મદદરૃપ નીવડશે. તેની જગ્યાએ તે છેક પાંચેય દિવસ એકસરખી જ નિર્જીવ રહી. હરભજને જો કે એમ પણ કહ્યું હતું કે અત્યારે મોટેરાની પીચ સમાચારમાં છે પણ ક્રિકેટના વહિવટકર્તાઓએ દેશભરના ટેસ્ટ કેન્દ્રોની પીચ પર નજર રાખવી પડશે. જેથી ટેસ્ટ ક્રિકેટનું હિત સચવાય. ભારતની ઘણી પીચોના આવા જ હાલ છે તેમ તેણે ઉમેર્યું હતું.ભારતમાં રમાયેલી આખરી ૧૨ ટેસ્ટમાંથી સાત ડ્રોમાં પરિણામી છે. એક ત્રેવડી સદી, છ બેવડી સદી અને ૩૨ સદી ભારતની પીચો પર છેલ્લા અરસામાં ફટકારાઈ છે.
ટીમનો સ્કોર ૭૦૦થી વધુ એક વખત, ૫૦૦ એ ૬૦૦થી વધુ ત્રણ-ત્રણ વખત તેમજ છ વખત ૪૦૦ની આસપાસ સ્કોર ખડો થયો છે.બોલરોની હાલત આવી પીચ પર ઘણી દયનીય થાય છે. સ્ટેન, ફ્લીન્ટોફ, અખ્તર કે મુરલીધરન જેવા બોલરો આવી પીચોપર લાચાર બની નિઃસહાય જેવા પૂરવાર થયા છે. ભારતમાં બોલરોને હવે તેની ટેસ્ટ કારકિર્દીની ચિંતા કરવી પડે તેવી સ્થિતિ પ્રવર્તે છે. મોટેરામાં હરભજને ૪૮ ઓરોમાં ૧૮૯ રન આપીને બે વિકેટ ઝડપી હતી. હરભજને ઘરઆંગણે રમાયેલી છેલ્લી ૧૨ ટેસ્ટમાં ૫૪ વિકેટો ઝડપી છે. આથી તે નિરાશ પણ નથી. ભારતમાં પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને શ્રીલંકા છેલ્લા ત્રણેક વર્ષમાં રમ્યું છે. ઘરઆંગણે હરભજને ૪૩ ટેસ્ટમાં ૨૭.૪૦ની એવરેજથી ૨૧૬ વિકેટ ઝડપી છે. ૧૭ વખત તેણે ઈનિંગમાં પાંચ અને ચાર વખત ટેસ્ટમાં છ કે વધુ વિકેટો ઝડપી છે જે ખુબ જ પ્રભાવશાળી રેકોર્ડ કહી શકાય. હરભજને કહ્યું હતું કે માત્ર મારી વાત નથી કરતો. મેચ વિનર તરીકે વિશ્વમાં ધાક ધરાવતો મુરલીધરન પણ આખરી દિવસે બેટસમેનોને બીટ નહોતો કરી શક્યો. બોલરો બેટસમેનોની સેવા કરવા માટે કાર્યરત હોય તેમ મોટેરામાં લાગતું હતું તેમ તેણે કહ્યું હતું.
|