Last Updated:19 ડિસેમ્બર 2011

વોટસનને ટેસ્ટ ઓપનર બનાવવો તે ભૂતપૂર્વ ઓપનરોનું અપમાન છે છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GS NEWS   
શનિવાર, 21 નવેમ્બર 2009
ભૂતપૂર્વ ક્રિકેટર થોમ્પસને પસંદગીકારોની ઝાટકણી કાઢી

મેલબોર્ન,
વેસ્ટ ઇન્ડિઝ સામે ૨૬મીથી શરુ થઇ રહેલી પ્રથમ ટેસ્ટ માટેની ઓસ્ટ્રેલિયાની ટીમમાં ફિટનેસ સાથે વાઇસ કેપ્ટન માઇકલ ક્લાર્કે પુનરાગમન કર્યુ છે. પસંદગીકારોએ ટેસ્ટ ઓપનર તરીકે યુવા ખેલાડી હ્યુજને પડતો મુકીને વોટસનને પસંદ કર્યો છે. જેના કારણે ભૂતપૂર્વ ક્રિકેટરોમાં ભારે નારાજગી ફેલાવા પામી છે.

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર થોમ્પસને પસંદગીકારોના નિર્ણયની ઉગ્ર ઝાટકણી કાઢી છે.

થોમ્પસન માને છે કે વોટસનને ટેસ્ટમાં ઓપનર બનાવવો તે ઓસ્ટ્રેલિયાના તમામ ભૂતપૂર્વ ઓપનરોના અપમાન સમાન છે. વોટસને તાજેતરમાં વન ડે ક્રિકેટમાં ઓપનર તરીકે અસરકારક બેટીંગ કરતાં તેને ટેસ્ટમાં તક આપવામાં આવી હતી. બ્રિસબેનમાં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ૨૬મી નવેમ્બરથી પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. થોમ્પસને પસંદગીકારોની ટીકા કરતાં કહ્યુ કે, વોટસન ક્રિકેટના ટુંકા ફોર્મેટમાં ઓપનર તરીકે બરોબર છે પણ તેને ટેસ્ટમા ઓપનર બનાવવો તે ખરેખર સૌથી મોેટી મૂર્ખામી છે.  પસંદગીકારોના આ પ્રકારના નિર્ણયથી યુવા ઓપનર હ્યુજ, જેક્સ અથવા રોજર્સના મનોબળને ફટકો પહોચશે વોટસનને ટેસ્ટ ટીમમાં ઓપનર બનાવવાનો નિર્ણય ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનરોના અપમાન સમાન છે. ઓસ્ટ્રેલિયાના મુખ્ય પસંદગીકાર હિલ્ડીચે યુવા ઓપનર હ્યુજમાં ટેસ્ટ ઓપનર તરીકેની પ્રતિભા હોવાનું કબુલ્યુ હતુ. જો કે તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે એશિઝ રમીને આવ્યા બાદ તેનો દેખાવ સાધારણ રહ્યો છે.
ેઅમે આ કારણે જ વોટસનને અજમાવવાનું નક્કી કર્યુ છે.
ઓસ્ટ્રેલિયન ટીમ ઃ કેટિચ, વોટસન, પોન્ટીંગ (કેપ્ટન), એમ.ક્લાર્ક, માઇક હસી, નોર્થ, હેડ્ડિન, જોહનસન, સિડલ, હોરિત્ઝ, હિલ્ફેન્હોસ, બોલીંગર.

વિન્ડિઝ-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણી


તારીખ

ટેસ્ટ

સ્થળ

ભારતીય સમય

૨૬-૩૦ નવે.

પ્રથમ ટેસ્ટ

બ્રિસબેન

૫.૩૦ સવારે

૪-૮ ડિસે.

બીજી ટેસ્ટ

એડિલેડ

૫.૦૦ સવારે

૧૬-૨૦ ડિસે.

ત્રીજી ટેસ્ટ

પર્થ

૮.૦૦ સવારે

 

 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી