|
ફેડરર અને નડાલ વચ્ચે વર્લ્ડ નંબર વન માટે તીવ્ર હરિફાઇ |
|
|
|
રમત જગત સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શનિવાર, 21 નવેમ્બર 2009 |
નડાલ ટુર્નામેન્ટ જીતશે તો ટોચનો ક્રમ મેળવશે
લંડન,
ટેનિસમાં વર્લ્ડ નંબર વનના તાજ માટે સ્વિસ સુપર સ્ટાર ફેડરર અને સ્પેનિશ
બુલ નડાલ વચ્ચે તીવ્ર હરિફાઇનો આવતીકાલથી પ્રારંભ થશે. વર્લ્ડ નંબર વન
ફેડરરે ટાઇટલ જાળવી રાખવા માટે ટુર્નામેન્ટમાં નડાલ કરતા વધુ મેચો જીતવી
પડ તેમ છે. જો નડાલ ટુર્નામેન્ટ જીતી જશે તો તે ફેડરર પાસેથી ટોચનો ક્રમ
આંચકી લેશે.
આજથી લંડનમાં વર્લ્ડ ટુર ફાઇનલ્સ શરુ થશે
લંડનમાં આવતીકાલથી એટીપી વર્લ્ડ ટુર ફાઇનલ્સનો પ્રારંભ થશે. ટેનિસના ટોચના આઠ પ્રોફેશનલ ખેલાડીઓ વચ્ચે રમાનારી હાઇપ્રોફાઇલ ટુર્નામેન્ટમાં બધાની નજર ફેડરર અને નડાલ પર મંડાયેલી રહેશે. જો કે યોકોવિચ મેજર અપસેટ સર્જતા ટાઇટલ જીતવાનો દાવેદાર મનાય છે. સર્બિયાના ખેલાડીએ બાસિલ ટુર્નામેન્ટની ફાઇનલમાં ફેડરરને હરાવ્યો હતો. જ્યારે તાજેતરમાં રમાયેલી એપીટી ટુર્નામેન્ટની સેમિ ફાઇનલમાં નડાલને પરાજય આપ્યો હતો. તે ફ્રાન્સના મોન્ફિલ્સને હરાવી ટાઇટલ પણ જીત્યો હતો.ફેડરરને ગૃપ એ ની પ્રથમ મેચમાં સ્પેનના વેર્ડાસ્કોનો સામનો કરવો પડશે. જ્યારે બ્રિટનનો એન્ડી મરે આર્જેન્ટીનાના ડેલ પોટ્રો સામે ટકરાશે. પોટ્રો યુએસ ઓપનની ફાઇનલમાં ફેડરરને હરાવી ચુક્યો હોવાથી આ ટુર્નામેન્ટ ભારે રોમાંચક બનશે તેમ મનાય છે. ગૃપ બીમાં ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન નડાલ, સર્બિયન યોકોવિચ, રશિયાનો ડેવિડેન્કો અને સ્વિડનનો સોડરલિંગ છે. રોડ્ડિક ખસી જતા સોડરલિંગને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે.નડાલે કહ્યુ કે, મારુ ધ્યાન વર્લ્ડ નંબર વન બનવા તરફ નથી. હું શ્રેષ્ઠ દેખાવ કરવાની સાથે ટુર્નામેન્ટ જીતવા તરફ મીટ માંડી રહ્યો છું.
|