|
વિલિયમ્સના ૯૬ઃ વાય. પઠાણના ૭૮ બરોડા-ઉત્તર પ્રદેશની મેચ ડ્રો થઇ |
|
|
|
રમત જગત સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શનિવાર, 21 નવેમ્બર 2009 |
મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર વચ્ચેની મેચ ડ્રો
અમદાવાદ,
વિલિયમ્સના ૯૬ અને યુસુફ પઠાણના લડાયક ૭૮ રનને સહારે બરોડાએ ભારે સંઘર્ષ
બાદ ગઇકાલે ઉત્તર પ્રદેશ સામેની રણજી મેચ ડ્રો કરી હતી. જ્યારે
મહારાષ્ટ્રના બેટ્સમેનોની જોરદાર લડતને પરિણામે સૌરાષ્ટ્રને ગઇકાલે વિજયની
તક ગુમાવવી પડી હતી અને મેચ ડ્રો થઇ હતી.
બરોડાની પ્રથમ ઇનિંગના ૨૩૪ સામે ઉત્તર પ્રદેશે ૨૪૦ રન કર્યા હતા. બરોડાએ બીજી ઇનિંગમાં માત્ર ૬૦ રનમાં ૩ વિેટ ગુમાવતા ટીમ મુશ્કેલીમાં મુકાઇ હતી. જો કે વિલિયમ્સે ૯૬ અને યુસુફ પઠાણે ૭૮ રનની ઇનિંગ રમી ટીમને ઉગારી હતી. રાકેશ સોલંકીએ ૪૨, ઇરફાન પઠાણે ૨૬, પીનલ શાહે ૧૪, સ્વપ્નિલ સિંઘે ૨૫, વહોરાએ અણનમ ૯, અને એમ.પટેલે ૨ રન કર્યા હતા. બરોડાએ ૩૩૧ રન કરી ઉત્તર પ્રદેશને ૩૨૬ રનનો પડકાર આપ્યો હતો. ઉત્તર પ્રદેશ ૫ ઓવરમાં ૧ વિકેટે ૮ રન કર્યા હતા.સૌરાષ્ટ્રે ચેતેશ્વર પુજારા (અણનમ ૨૦૪) અને રવિન્દ્ર જાડેજા (અણનમ ૧૨૨) વચ્ચેની અણનમ ૨૭૨ રનની ભાગીદારી ઉપરાતં શિતાંશુ કોટકના ૧૦૩ અને ચિરાગ પાઠકના ૯૦ રનની મદદથી ૩ વિકેટે ૫૪૪ રને ઇનિંગ ડિકલેર કરી હતી. સંદિપ જોબનપુત્રાએ ૪ અને રવિન્દ્ર જાડેજા-રાકેશ ધુ્રવે ૨-૨ વિકેટ ઝડપતા મહારાષ્ટ્ર ૨૮૯માં ખખડયુ હતુ. ફોલોઓન થયા બાદ મહારાષ્ટ્રે ૫ વિકેટે ૧૬૨ રન કરી મેચ બચાવી હતી. કે. જાધવે અણનમ ૧૧૧ રન કર્યા હતા. રાકેશ ધુ્રવે ૩ વિકેટ ઝડપી હતી.
|