|
ચાંદીએ રૃ.૨૯૦૦૦ની સપાટી પાર કરી સોનાના બિસ્કીટમાં રૃ.૨૨૦૦ વધ્યા |
|
|
|
કોમોડિટીઝ્
|
|
આના લેખક છે GS NEWS
|
|
શનિવાર, 21 નવેમ્બર 2009 |
|
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,
સોનાના ૧૦ ગ્રામના ભાવો ૯૯.૫૦ના રૃ.૧૭૨૯૫ વાળા ઉછળી આજે રૃ.૧૭૪૫૫ બંધ
રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવો રૃ.૧૭૩૮૦થી ઉછળી રૃ.૧૭૫૪૦ બંધ રહ્યા હતા.
ચાંદી ૯૯૯ના ભાવો કિલોના રૃ.૨૮૮૫૫ વાળા આજે રૃ.૨૯૦૦૦ની સપાટી પાર કરી
રૃ.૨૯૧૯૦ બંધ રહ્યા હતા. વિશ્વબજારમાં આજે સોનાના ભાવો ૧૧૩૭.૫૦થી ૧૧૩૮
ડોલરવાળા ઉછળી ૧૧૫૦ ડોલરને પાર કરી ૧૧૫૦.૬૦ ડોલર રહ્યાના સમાચારો હતા.
વિશ્વબજારમાં પણ આજે નવી ઉંચી સપાટી દેખાઈ હતી. ડોલરના ભાવો ફરી નરમ
રહેતાં વિશ્વબજારમાં સોનામાં હેજફંડોની લેવાલી રહી હતી. વિવિધ દેશોની
સેન્ટ્રલ બેન્કો સોનું ખરીદતી થયાના સમાચારોની પણ બજાર પર આજે મજબૂતાઈની
અસર વર્તાઈ રહી હતી. વિશ્વબજારમાં સોનાના ભાવો ઉછળતાં ચાંદીના ભાવો પણ
૧૮.૨૧થી વધી ૧૮.૫૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા. સોનાના ૧૦ તોલાના બિસ્કીટના
ભાવો રૃ.૨૦૨૮૦૦થી ઉછળી આજે રૃ.૨૦૫૦૦૦ રહ્યા હતા. આમ બિસ્કીટના ભાવો આજે
રૃ.૨૨૦૦ વધ્યા હતા.
ખાંડમાં ફરી ચમકારો
નવી મુંબઈ ખાંડ બજારમાં આજે તેજીનું હવામાન જળવાઈ રહ્યું હતું. ડિમાન્ડ સારી રહી હતી. નાકા ડિલીવરીમાં ભાવોમાં આજે ગરમી વિશેષ રહી હતી. હાજરમાં આજે ભાવો રૃ.૩૪૫૦થી ૩૫૬૦ અને સારાના ભાવો રૃ.૩૬૧૫થી ૩૭૩૦ રહ્યા હતા જ્યારે નાકાના ભાવો વધી રૃ.૩૪૦૦થી ૩૫૦૦ તથા સારાના ભાવો રૃ.૩૫૮૦થી ૩૬૩૦ રહ્યા હતા. મોડી સાંજે નાકાના ભાવો રૃ.૩૩૬૦થી ૩૫૦૦ અને સારાના ભાવો નાકામાં રૃ.૩૩૭૫થી ૩૬૮૦ રહ્યાના નિર્દેશો હતા. મિલો પર છેલ્લે ભાવો નાકાના ભાવો કરતાં રૃ.૬૦ જેટલા નીચા રહ્યાના સમાચારો હતા.
એરંડા તેજીના વળતા પાણી
મુંબઈ એરંડા ડિસેમ્બરના ભાવો રૃ.૩૦૫૦ વાળા રૃ.૩૦૫૦ ખુલી રૃ.૩૦૫૫ રહ્યા પછી મથકો પાછળ ઉંચામાં તેજીવાળાની વેચવાલી આવતાં ભાવો ઘટી રૃ.૩૦૩૪ બંધ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૨૯૦૦ના મથાળે વધતા અટકી ટકેલા રહ્યા હતા જ્યારે દિવેલના ભાવો આજે કોમર્શિયલના ૬૧૦ તથા બીએસએસના રૃ.૬૨૦ના મથાળે શાંત રહ્યા હતા જ્યારે એફએસજી કંડલાના ભાવો રૃ.૬૧૫ વાળા રૃ.૬૧૮ રહ્યા હતા. દરમિયાન, ગુજરાત- સૌરાષ્ટ્ર બાજુ આજે એરંડાની આવકો ૯થી ૧૦ હજાર ગુણી આવી હતી અને ત્યાં એરંડાના હાજર ભાવો ગામડાના રૃ.૫૭૭થી ૫૭૮ તથા બિલ્ટીના રૃ.૫૯૦ રહ્યા હતા જ્યારે હૈદ્રાબાદ બાજુ આજે એરંડાના હાજર ભાવો રૃ.૨૭૫૦ તથા દિવેલના રૃ.૫૯૦ રહ્યાના સમાચારો હતા. ત્યાં આજે એરંડાની આવકો ૮થી ૯ હજાર ગુણી આવી હતી. દરમિયાન, મુંબઈમાં આજે સિંગતેલના હાજર ભાવો રૃ.૭૦૫ના મથાળે ટકેલા રહ્યા હતા જ્યારે રાજકોટ બાજુ ભાવો રૃ.૭૧૦ વાળા રૃ.૭૦૦ તથા ૧૫ કિલોના રૃ.૧૧૦૦ વાળા રૃ.૧૦૯૦ રહ્યાના સમાચારો હતા. પામતેલના ભાવો રૃ.૩૭૨ વાળા રૃ.૩૭૬ રહ્યા હતા. સોયાતેલના ભાવો રિફાઈન્ડના રૃ.૪૬૮ વાળા રૃ.૪૭૫ રહ્યા હતા.
રૃમાં આગ ઝરતી તેજીઃ ન્યૂયોર્કમાં ૧૬૦ પોઈન્ટનો ઉછાળો
મુંબઈ રૃ બજારમાં આજે તેજી આગળ વધી હતી. વિવિધ મથકોએ નિકાસકારો તથા મિલોની માંગ સારી રહ્યાના સમાચારો હતા. વિશ્વબજારના સમાચારો પણ પ્રોત્સાહક રહ્યા હતા. કોટન કોર્પોરેશને (સીસીઆઈ) તાજેતરમાં છેલ્લા ત્રણ દિવસમાં વિવિધ માલોના વેંચાણભાવો જાતવાર રૃ.૩૦૦થી ૪૦૦ વધારી દીધાના સમાચારોની પણ રૃમાં ખુલ્લા બજાર પર તેજીની અસર રહી છે. દરમિયાન, સ્પોટ પર આજે ગુજરાત સંકર-ચારના ભાવો વધી રૃ.૨૫૦૦૦ની સપાટી પાર કરી રૃ.૨૫૫૦૦થી ૨૫૭૦૦ રહ્યાના સમાચારો હતા જ્યારે એમ.પી. અને મહારાષ્ટ્ર બાજુ ભાવો ઉછળી રૃ.૨૪૭૦૦થી ૨૫૧૦૦ રહ્યાના નિર્દેશો હતા. નોર્થ બાજુ ભાવો નરમાના વધી જાતવાર મણના રૃ.૨૫૦૦થી ૨૫૫૦ રહ્યા હતા. દરમિયાન, ન્યૂયોર્ક વાયદા બજારના ઓવરનાઈટ સમાચારો આજે ૧૫૯, ૧૦૭, ૧૦૪ તથા ૮૫ પોઈન્ટની તેજી બતાવી રહ્યા હતા.
કોપરમાં મજબૂતાઈઃ ચીનમાં શાંઘાઈ એક્સચેન્જમાં જોકે ઔકોપરનો સ્ટોક વધી સાડા પાંચ વર્ષની ટોચે પહોંચ્યો
મુંબઈ ધાતૂબજારમાં આજે હવામાન મિશ્ર રહ્યું હતું. કોપર તથા જસતના ભાવો વધી આવ્યા હતા જ્યારે ટીનના ભાવો નરમ રહ્યા હતા. એલ્યુમિનિયમમાં હવામાન મિશ્ર રહ્યું હતું. અન્ય ધાતૂઓ ટકેલી રહી હતી. કોપર વાયર બારના ભાવો કિવ. દીઠ આજે રૃ.૨૦૦ વધી રૃ.૩૫૮૦૦ રહ્યા હતા જ્યારે કોપર સ્ક્રેપના ભાવો રૃ.૧૦૦થી ૨૦૦ વધ્યા હતા. જોકે બ્રાસ સ્ક્રેપના ભાવો રૃ.૧૦૦થી ૨૦૦ નરમ રહ્યા હતા. દરમિયાન, એલ્યુમિનિયમ સ્ક્રેપના ભાવો રૃ.૧૦૦ ઘટી રૃ.૮૨૦૦ રહ્યા હતા જ્યારે એલ્યુમિનિયમ ઈન્ગોટના ભાવો રૃ.૧૦૭૦૦ આસપાસ ટકેલા રહ્યા હતા. ટીનના ભાવો રૃ.૫૦૦ વધી રૃ.૮૪૫૦૦ રહ્યા હતા જ્યારે નિકલના ભાવો રૃ.૯૦૦૦૦ તથા સીસાના ભાવો રૃ.૧૦૩૦૦ આસપાસ ટકેલા રહ્યા હતા. ચીનમાં શાંઘાઈ એક્સચેન્જમાં કોપરનો સ્ટોક વિતેલા સપ્તાહમાં વધુ ૨૪૬૬ ટન વધીને રૃ.૧૦૭૪૦૫ ટન થયાના સમાચારો હતા. ત્યાં પાછલા ચાર સપ્તાહથી કોપરનો સ્ટોક સતત વધી રહ્યો છે અને હવે ત્યાં સ્ટોક વધીને સાડા પાંચ વર્ષની નવી ઉંચી સપાટીને આંબી ગયાના સમાચારો હતા. દરમિયાન, ત્યાં વિતેલા સપ્તાહમાં એલ્યુમિનિયમનો સ્ટોક ૧૯૯૧ ટન ઘટીને ૨૭૦૩૧૬ ટન તથા જસતનો સ્ટોક ૧૫૦૭ ટન વધીને ૧૬૩૨૧૧ ટન રહ્યાના સમાચારો હતા.
|