Last Updated:19 ડિસેમ્બર 2011

ચીનની ખાણમાં વિસ્ફોટથી ૧૧નાં મરણ અને ૧૧૮ને ઇજા છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શનિવાર, 21 નવેમ્બર 2009
(પી.ટી.આઇ.)
બીજિંગ તા.૨૧ ઇશાન ચીનના હેગાંગ શહેરમાં એક કોલસાની ખાણમાં ગેસનો વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા ૧૧ ખાણિયા મરણ પામ્યા હતા અને ૧૧૮ને ખાણમાં ફસાઇ ગયા હતા.
ચીનના હૈલોંગ્જિયાંગ પ્રાંતના હેગાંગ શહેરમાં સ્થાનિક સમય પ્રમાણે મધરાત્રે અઢી વાગ્યે   આ વિસ્ફોટ થયો ત્યારે ખાણમાં ૫૨૮ ખાણિયા હતા એમ સત્તાવાર  ન્યૂઝ એજન્સી સિંહુઆએ કહ્યું હતું. આ રિપોર્ટમાં જણાવ્યું હતું કે રાહત ટુકડીએ ૧૧ મૃતદેહો શોધીને બહાર કાઢ્યા હતા પરંતુ હજુ અંદર ૧૧૮ ખાણિયા ફસાયેલા છે. રેસ્ક્યુ હેડક્વાર્ટર્સે ક્હ્યું કે ગેસના ઊભરાથી વિસ્ફોટ થયો હતો. ૩૯૯ ખાણિયા આ અકસ્માતમાંથી ઊગરી ગયા હતા.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી