|
અણુ સુરક્ષાના મહારથી કૃષ્ણમૂર્તિનું અવસાન |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શનિવાર, 21 નવેમ્બર 2009 |
(પી.ટી.આઇ.)
મુંબઇ તા.૨૧
ભારતના અણુ સુરક્ષાના પ્રણેતા અને એટમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડના ભૂતર્પૂ્વ સેક્રેટરી પી એન કૃષ્ણમૂર્તિનું તાજેતરમાં ટંૂકી માંદગી બાદ અવસાન થયું હતું. તેઓ ૮૨ વરસના હતા.
પીએનકેના હુલામણા નામે જાણીતા કૃષ્ણમૂર્તિ ડૉક્ટર હોમી
ભાભાના નિકટના સાથી તરીકે કામ કરી ચૂક્યા હતા. બોર્ડના આરંભનાં વરસોમાં
તેમણે ઉલ્લેખનીય પ્રદાન કર્યું હતું અને અણુ સુરક્ષાના ક્ષેત્રે માતબર
કાર્ય કર્યું હતું. તેમણે ૧૬ નવેંબરે વિદાય લીધી હતી એમ તેમના પરિવારના
સભ્યોએ કહ્યું હતું.
|