|
વિઝા રેકેટમાં સંડોવાયેલા એજન્ટની ધરપકડ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શનિવાર, 21 નવેમ્બર 2009 |
(પી.ટી.આઇ.)
લખનઉ તા.૨૧
ભારતીય પાસપોર્ટ સાથે નવી દિલ્હીમાં એક પાકિસ્તાની જાસૂસ પકડાયાના બે દિવસ બાદ ઉત્તર પ્રદેશ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ બનાવટી વિઝા આપવાના ધંધામાં સંડોવાયેલા બે જણની ધરપકડ કરી હતી.
અગાઉથી મળેલી બાતમીના જોરે એસટીએફે આઝમગઢના મોહમ્મદ હસન
અબ્બાસ અને જૈાનપુરના મકસૂદ અલીમની નાકા પોલીસ સ્ટેશનની હદમાં ધરપકડ કરી
હતી અને તેમની પાસેથી ૧૯ પાસપોર્ટ તથા જેના આધારે તેઓ બનાવટી પાસપોર્ટ
તૈયાર કરતા હતા એવા થોડાક દસ્તાવેજો કબજે કર્યા હતા.
ગયા શનિવારે પોલીસે દિલ્હી એરપોર્ટ પરથી પાકિસ્તાની જાસૂસ મનાતા અલીની
ધરપકડ કરી હતી. અલીને ઉત્તર પ્રદેશમાં પાસપોર્ટ મળ્યો હતો. એસટીએફે
રિજ્યોનલ પાસપોર્ટ ઑંફિસમાં તપાસ કરી ત્યારે અલીનો પાસપોર્ટ બનાવટી હોવાનો
ખ્યાલ આવ્યો હતો. અબ્બાસ અને અલીમના આ રેકેટમાં મુંબઇ. આઝમગઢ, જગદીશપુર,
દેવરિયા, અલાહાબાદ, જૌનપુર, ગોરખપુર, લખનઉ અને બસ્તિના ઘણા મોટાં માથાં
સંડોવાયા હોવાનું એસટીએફ માને છે.
|