Last Updated:19 ડિસેમ્બર 2011

પ્રિયંકાની લીલી ક્વોલિસ સાથે પોલીસની જિપ અથડાઇ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શનિવાર, 21 નવેમ્બર 2009
(પી.ટી.આઇ.)
લખનઉ તા.૨૧
ઉત્તર પ્રદેશ પોલીસની જિપ આજે સવારે પ્રિયંકા ગાંધીની લીલી ક્વોલિસ સાથે અથડાઇ હતી. જો કે પ્રિયંકા આ ગાડીમાં નહોતાં. રાહુલ ગાંધી તો શુક્રવારે સાંજે જ દિલ્હી પાછા ફરી ગયા હતા.
જો કે ગાંધી ભાઇ-બહેનના નિકટના સાથી મનાતા કે એલ શર્મા અને બીજા બે જણ આ કારમાં હતા. તેની સાથે અથડાયેલી કાર તેમના જ સિક્યોરિટી સ્ટાફની હતી.
સદ્ભાગ્યે ક્વોલિસ કારમાંના બધા સલામત હતા. ઉત્તર પ્રદેશ પોલીસે ક્હ્યું હતું કે રાહુલ ગાંધી યા પ્રિયંકા ગાંધીની સલામતીની વ્યવસ્થામાં અમે કોઇ કચાશ રહેવા દીધી નથી.

આ અગાઉની રાહુલની અમેઠીની મુલાકાત દરમિયાન સલામતી વ્યવસ્થામાં કચાશ હતી એવા કેન્દ્ર સરકારના પત્રને યુ.પી. પોલીસે ભૂલભરેલો જણાવ્યો હતો.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી