|
ચાલુ વરસે સાડા બાર કરોડની જાલી નોટો પકડાઇ છે |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શનિવાર, 21 નવેમ્બર 2009 |
(પી.ટી.આઇ.)
નવી દિલ્હી તા.૨૧
ગયા વરસે આખા વરસ દરમિયાન ૨૫.૭૯ કરોડની જાલી નોટો પકડાઇ હતી તેની તુલનાએ ચાલુ વરસે સપ્ટેંબર સુધીમાં ૧૨.૪૧ કરોડની જાલી નોટો પકડાઇ હતી એમ લોકસભામાં શુક્રવારે જાહેર કરવામાં આવ્યું હતું.
નાણાં ખાતાના રાજ્ય પ્રધાન નમો નારાયણ મીનાએ ક્હ્યું કે
રૃા.૧૨.૪૧ કરોડના મૂલ્યની કુલ ૩,૨૯,૯૮૧ જાલી નોટ ચાલુ વરસે સપ્ટેંબરની
આખર સુધીમાં પકડાઇ હતી. આ આંકડા નેશનલ ક્રાઇમ રેકર્ડઝ્ બ્યુરોએ આપ્યા
હોવાનું તેમણે એક પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું હતું.
આમાંની ૧,૬૪,૨૫૨ નોટો પાંચસો રુપિયાવાળી હતી જેનું મૂલ્ય ૮.૨૧ કરોડનું થતું હતું.
તેમણે કહ્યું કે રિઝર્વ બેંકે આપેલી માહિતી મુજબ પ્રદેશવાર અને બેંકવાર
કોની સામે ક્યાં કેસ કરવામાં આવ્યા તેનો કોઇ રેકર્ડ આપણે રાખ્યો નથી.
|