Last Updated:19 ડિસેમ્બર 2011

લાઇન ઑફ કન્ટ્રોલ નજીક આતંકવાદીઓ સાથે અથડામણ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શનિવાર, 21 નવેમ્બર 2009
(પી.ટી.આઇ.)
જમ્મુ તા.૨૧
જમ્મુથી ૧૯૦ કિલોમીટર દૂર બાલાકોટ વિસ્તારમાં લાઇન ઑફ કન્ટ્રોલ નજીકથી ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરતાં સશસ્ત્ર આતંકવાદીઓ સાથે ભારતીય લશ્કરના જવાનોએ ગઇ કાલે રાત્રે સામનો કર્યો હતો અને ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

પૂંચ જિલ્લામાં બાલાકોટ વિસ્તારમાં નિયમ મુજબ પેટ્રોલિંગ કરતા જવાનોએે કેટલીક શંકાસ્પદ હિલચાલ નિહાળી હતી અને અજનબીઓને પડકાર્યા હતા. એમાંથી અથડામણ શરૃ થઇ હતી એમ ૧૬ કોરના બ્રિગેડિયર જનરલ સ્ટાફ ગુરદીપ સિંઘે કહ્યું હતું.

થોડા સમય સુધી સામસામા ગોળીબાર ચાલુ રહ્યા હતા ત્યારબાદ શાંતિ છવાઇ ગઇ હતી. ભારતીય લશ્કરે એ વિસ્તારમાં આજે સવારે છાનબીન શરૃ કરી દીધી હતી.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી