Last Updated:19 ડિસેમ્બર 2011

ધોની- હરભજને પાર્ટનરશીપમાં રૃ.૨૩ કરોડની ઑફિસ ખરીદી છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 20 નવેમ્બર 2009
મુંબઇ
અહીં ડી.વાય. પાટિલ સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા સામે રમાવા નિશ્ચિત થયેલી એક દિવસીય ક્રિકેટ મેચ વાવાઝોડું ફયાન ત્રાટકવાની શક્યતાની આગાહી સાથે આવેલા વરસાદમાં ભલે ધોવાઇ ગઇ પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન એમ.એસ. ધોની અને તેના ટીમ સાથીદાર હરભજન સિંહનો મુંબઇનો ફેરો ફોગટ ગયો ન હતો.

બન્નેએ મુંબઇના લોઅર પરેલમાં ૧૪,૧૬૦ ચોરસ ફૂટની ઓફિસ સ્પેસ માટે સ્ટેમ્પ ડયુટીના રૃપિયા એક કરોડ ચૂકવ્યા

મેચના બે દિવસ અગાઉ, આ બન્ને ખેલાડી તેમણે લોઅર પરેલ ખાતે સાથે મળીને ખરીદેલી પ્રોપર્ટીનું ફોર્ટ સ્થિત ઓલ્ડ કસ્ટમ હાઉસ ખાતેની પ્રોપર્ટી રજિસ્ટ્રેશન ઓફિસ ખાતે રજિસ્ટ્રેશન કરાવતા નજરે પડયા હતા. એક ઇંગ્લિશ અખબારના અહેવાલ મુજબ લોઅર પરેલમાં સેનાપતિ બાપટ માર્ગ પરના ટ્રેડ વર્લ્ડ બિલ્ડિંગના આઠમે માળે ૧૪,૧૬૦ ચોરસ ફૂટની ઓફિસ ધોની (૨૮) અને હરભજન (૨૯) એ ખરીદી છે. આ ઇમારતમાં વિવિધ કંપનીઓની કોર્પોરેટ ઓફિસો છે. જોકે, આ નવા સાહસની વિગતો સ્પષ્ટ નથી.

વર્તુળોએ જણાવ્યું હતું કે ૧૦ વાહનોના પાર્કિગની સુવિધા સાથેની આ ઓફિસ સ્પેસ માટે આ બન્ને ક્રિકેટરોએ રૃા. ૨૩ કરોડથી સહેજ અધિક કિંમત ચૂકવી છે. રેડી રેકનર દર મુજબ આ પ્રોપર્ટીની કિંમત લગભગ રૃા.૧૫ કરોડ આંકવામાં આવી છે. બન્ને ખેલાડીઓએ આ માટેના જરૃરી દસ્તાવેજો પર નવમી નવેમ્બરે સહી કરી હતી  અને સ્ટેમ્પ ડયુટિ તરીકે રૃા. એક કરોડ ચૂકવ્યા હતા. બન્નેએ મુંબઇમાં સૌ પ્રથમ વખત પ્રોપર્ટી ખરીદી છે તેમણે વાંદરાના રહિશ નીતા રવીન્દ્ર લાડ પાસેથી આ પ્રોપર્ટી ખરીદી છે. જોઇન્ટ સબ-રજિસ્ટ્રાર, મુંબઇ ડિવિઝન, જી.જે. ભામ્બળેની હાજરીમાં બન્નેએ પ્રોપર્ટીના દસ્તાવેજો પર સહી કરી હતી. ભામ્બળેએ બન્ને ક્રિકેટરો વિશે કહ્યું હતું કે બન્ને જણ અત્યંત વિનમ્ર છે. ધસારાના સમયે પણ બન્ને અમારી ઓફિસમાં ધીરજથી બેઠા હતા અને દસ્તાવેજોનું કામ કર્યું હતું. તેમને જોવા એકઠા થયેલા લોકોનું તેમણે સ્મિત સાથે અભિવાદન કર્યું હતું અને પ્રશંસકો સાથે તેમણે હાથ પણ મિલાવ્યા હતા.

 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી