Last Updated:19 ડિસેમ્બર 2011

પ્રિયંકાએ કાર હંકારી રાહુલ ગાંધીને અમેઠીમાં ફેરવ્યા છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 20 નવેમ્બર 2009
રાજીવ ગાંધીની યાદ તાજી કરાવતી ઘટના

(પીટીઆઇ)    અમેઠી,
ઉત્તર પ્રદેશમાં આવેલા અમઠીના રહેવાસીઓને આજે એક દૂર્લભ ઘટનાના સાક્ષી બનવાન તક મળી હતી. પોતાના સંસદીય વિસ્તારની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીની કાર બીજા કોઇએ નહિ પણે તેમની બહેન પ્રિયંકા ગાંધીએ હંકારી હતી. પ્રિયંકો ભાઇ રાહુલને બાજુની સીટમાં તથા એસપીજી કમાન્ડોને પાછળની સીટમાં બેસાડીનેસ ૪૦ મીનિટ સુધી ડ્રાઇવીંગ કર્યું હતું.

ભાઇ રાહુલને બાજુની સીટમાં અને એસપીજીના કમાન્ડોને પાછળ બેસાડી ૪૦ મીનિટ સુધી ડ્રાઇવિંગ કર્યું

સ્વર્ગસ્થ પિતા રાજીવ ગાંધી જેવો સ્વભાવ ધરાવતી પ્રિયંકા ગાંધીએ ભાઇ રાહુલને બાજુની સીટ બેસાડીને લીલા રંગની ક્વોલિસ કાર હંકારી હતી. રાહુલ ગાંધીની સલામતી સંભાળતા એસપીજીના જવાનો કારની વચ્ચેની સીટ પર ગોઠવાયા હતા. રાજીવ ગાંધી પણ પોતાના મતવિસ્તારની મુલાકાત દરમિયાન જાતે ડ્રાઇવીંગ કરવાનું પસંદ કરતા હતા.

સુલતાનપુર જિલ્લાના ફુરસતગંજ એરપોર્ટ ખાતે આજે સવારે રાહુલ ગાંધીના હેલિકોપ્ટરે ઉતરાણ કર્યું હતું, એ પછી સાડીમાં સજ્જ પ્રિયંકાએ રાહુલના ડ્રાઇવર તરીકેની ફરજ સંભાળી હતી. કારમાં બેઠા પછી પ્રિયંકાએ સીટ બેલ્ટ બાંધીને કાર હંકારી હતી. પ્રિયંકાએ મુંશીગંજ સુધી ૪૦ મીનિટમાં ૩૫ કિલોમીટર ડ્રાઇવીંગ કર્યું હતું. જો કે અગાઉ પણ અનેક વખત રાહુલ અને પ્રિયંકા જાતે વાહન હંકારીને કોંગ્રેસના કાર્યક્રમો કે સ્થાનિક લોકોને મળવા માટે પહોંચ્યા હતા. મુંશીગંજ બાદ રાહુલ ગાંધીએ જાતે ડ્રાઇવીંગ કર્યું હતું. રાહુલના વાહનની પાછળ સુરક્ષા અધિકારીઓના વાહનનો કાફલો હતો. દરમિયાન કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશની માયાવતી સરકારને પત્ર લખીને રાહુલ ગાંધીની સલામતી વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કેન્દ્રના પત્રમાં રાહુલની સલામતી વ્યવસ્થાની ખામીઓ પ્રત્યે ધ્યાન દોરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીના અમેઠી પ્રવાસના એક દિવસ અગાઉ જ આ પત્ર ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવને પહોંચતો કરવામાં આવ્યો હતો. જેમાં રાયબરેલી અને અમેઠીના અગાઉના પ્રવાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની ખામીઓ સામે ચિંતા દર્શાવવામાં આવી હતી. રાહુલ ગાંધીની સલામતી વ્યવસ્થા અંગે કેન્દ્ર સરકારે અગાઉ અનેક વખત ઉત્તર પ્રદેશ સરકારને ચેતવણી આપી હતી.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી