|
પંજાબ પોલીસે પહેલવાન ખલીને સસ્પેન્ડ કર્યો |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શુક્રવાર, 20 નવેમ્બર 2009 |
|
(પી.ટી.આઇ.) જલંધર,
ડબલ્યુડબલ્યુઇના ભારતીય પહેલવાન અને પંજાબ પોલીસમાં નાયબ સબ ઇન્સ્પેક્ટર
તરીક નિમણૂક પામેલા દિલીપસિંહ રાણા ઉર્ફ ખલીને પંજાબ પોલીસે સસ્પેન્ડ
કર્યા છે. ફરજ પરથી સતત બહુ લાંબા સમય માટે ગેરહાજર રહેવા બદલ પોલીસે આ
પગલું ભર્યું છે.
એક વર્ષથી રજા પર હોવા છતાં વધુ પાંચ વર્ષની રજા માગતા સબ ઇન્સ્પેક્ટરની નોકરી ખોઈ
પંજાબ સશસ્ત્ર પોલીસ (પીએપી)ની ૭મી બટાલીયનના કમાન્ડન્ટ અરુણપાલ સિંહે જણાવ્યું હતું કે 'ખલી' ગયા વર્ષના ડિસેમ્બર મહિનાથી ફરજ પર હાજર થયો નથી. ત્યારબાદ તેણે અન્ય પાંચ વર્ષ સુધી રજા પર રહેવા અંગે અરજી કરી છે. જો કે આ પ્રકારની રજા ખલીને મળવાપાત્ર નથી જેના કારણે તેને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતુ કે નિયમ પ્રમાણે દિલીપસિંહ રાણાને હવે વધુ કોઈ રજા મળવાપાત્ર નથી, અને તેથી તેમને સસ્પેન્ડ કરવા સિવાયનો કોઈ વિકલ્પ નહોતો. ઉલ્લેખનીય છે કે, ૨૭મી ઓગસ્ટ ૧૯૭૨નારોજ હિમાચલ પ્રદેશના ધિરાના ગામે જન્મેલો ખલી અસામાન્ય શારીરિક બાંધો ધરાવે છે ૭ ફૂટ ૧ ઇંચની ઉંચાઈ ધરાવતા આ મહામાનવનું વજન ૧૯૦ કિ.ગ્રા. છે. આ મહામાનવએ ૨૭મી ફેબુ્રઆરી ૨૦૦૨ના રોજ હરમિન્દર કૌર સાથે પ્રભુતામાં પગલાં પાડયા હતા. ખલી દરરોજ ૧ ગેલન દૂધ, જથ્થાબંધ રોટલીઓ, બે ડઝન ઇંડા સહિત ખોરાકનો બહુ મોટો જથ્થો આરોગી જાય છે.
|