Last Updated:19 December 2011

મધુ કોડાની ધરપકડ કરવા એન્ફોર્સમેન્ટની ચેતવણી છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 20 નવેમ્બર 2009
Imageપૂછતાછ માટે હાજર ન થતાં

(પી.ટી.આઈ.)    નવી દિલ્હી,
બહુ ચર્ચીત હવાલા કૌભાંડમાં સંડોવણી બદલ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મધુ કોડાની એન્ફોર્સમેન્ટ વિભાગ (ઈડી) પૂછપરછ કરવા માગે છે પણ દરેક વાતને કોડા કોઈને કોઈ બહાના હેઠળ છેદ આપી જાય છે. જેના પગલે ઈડીએ લાલ આંખ કરતા જણાવ્યું છે કે કોડા જો પૂછપરછમાં અસહાર આપવાનું બંધ નહીં કરે તો તેની ધરપકડ કરવાની ફરજ પડશે. દરમિયાન ઈડીએ કોડાની અંગત વ્યક્તિ વિનોદ સિંહાની ધરપકડ માટે વોરંટ જારી કરી દીધું છે.

ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાને પૂછપરછ માટે ૩૦ દિવસ પહેલાં નોટિસની માંગણી કરી

દેશભરમાં ચકચાર મચાવનારા રૃ. ૪ હજાર કરોડના હવાલા અને ગેરકાયદે રોકાણના કૌભાંડમાં સંડોવણી બદલ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મધુ કોડા અને તેના સાગરિતો હાલ આવકવેરા અને એન્ફોર્સમેન્ટ વિભાગના 'રડાર' પર છે. એન્ફોર્સમેન્ટ વિભાગની પૂછપરછથી દૂર ભાગવા પાછળ કોડાએ સંસદીય વિશેષાધિકારનો દાવો કર્યો છે.
કોડાએ ઈડીને જણાવ્યું હતું કે તઓ તેમને ૩૦ દિવસની નોટીસ નહીં આવે ત્યાં સુધી તે પૂછપરછનો જવાબ આપશે નહીં. દરમિયાન ઈડીના સૂત્રએ જાવ્યું હતું કે મધુ કોડા પૂછપરછથી દૂર ભાગ્યા કરશેતો ના છૂટકે તેમને તેની ધરપકડ કરવાની ફરજ પડશે. ગઈકાલે (ગુરૃવારે) પણ ઝારખંડના ચૂંટણીપ્રચારમાં વ્યસ્ત હોવાનું બહાનું આગળ ધરીને મધુ કોડા એન્ફોર્સમેન્ટ વિભાગ સમક્ષ હાજર થયા નહતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવકવેરા વિભાગે દેશભરમાં કોડા અને તેના સાગરિતોની મિલકતો પર પાડેલા દરોડા દરમિયાન અનેક દસ્તાવેજો જપ્ત કર્ છે અને આ દસ્તાવેજોના આધારે કોડાની પૂછપરછ થનાર છે. ઉલ્લેખનીય છે કે મધુ કોડા આ અગાઉ તેના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને 'રાજકીય ષડયંત્ર' ગણાવીને નકારી ચૂક્યા છે. બીજી બાજુ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને હવે બહુ થોડાં દિવસો બાકી છે ત્યારે કોડા ચૂંટણીપ્રચારની આડશ લઈને આ કૌભંડ સંદર્ભે તેમની સામેની કાર્યવાહીને સતત ટાળી રહ્યાં છે.


 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી