|
ભારતને ગંદકી માટેનું નોબેલ મળી શકે છે ઃ જયરામ રમેશ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શુક્રવાર, 20 નવેમ્બર 2009 |
(પીટીઆઈ) નવી દિલ્હી,
સ્પષ્ટ વક્તાની છાપ ધરાવતા અને કોઈકને કોઈક 'ચર્ચાસ્પદ' નિવેદન આપવા માટે
જાણીતા પર્યાવરણ અને વન પ્રધાન જયરામ રમેશે જણાવ્યું હતું કે ધૂળ અને
ગંદકી માટે જો નોબેલ પારિતોષિક હશે તો તે ચોક્કસ ભારતને જ મળશે.
દેશનાં મોટાભાગનાં શહેરોમાં કચરાના નિકાલ માટેની સુવિધાઓના અભાવ સામે નારાજગી
નવી દિલ્હી ખાતે એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે વિશ્વમાં સૌથી વધુ ગંદકી આપણા શહેરોમાં જોવા મળે છે. આપણા શહેરો સૌથી વધુ ગંદા છે તેથી ગંદકી માટેનું નોબેલ પ્રાઈઝ અપાતું હશે તો ચોક્કસ ભારતને જ તે મળશે અને તેમાં શંકાને કોઈ સ્થાન નથી. દેશના મોટાભાગના શહેરોમાં મ્યુનિસિપાલિટી દ્વારા કચરાનો યોગ્ય રીતે નિકાલ થતો ન હોવા અંગે પણ પર્યાવરણ અને વનપ્રધાને અફસોસ વ્યક્ત કર્યો હતો. ટેરિ (ટીઈઆરઆઈ)ના 'ગ્રીન ઈન્ડિયા ૨૦૪૭' અંગેનાં અહેવાલમાં પણ દેશભરમાં કચરાના નિકાલને પ્રાથમિકતા અપાતી ન હોવાની વાત જણાવવામાં આવી છે. ત્યારે જયરામનું આ નિવેદન ઘણું ચર્ચાસ્પદ બન્યું છે. આ ઉપરાંત ઘન કચરાના નિકાલ અંગેના નિયમો પણ નબળા હોવાનું આ અહેવાલમાં જણાવાયું છે.
|