|
શેરડીના પ્રાપ્તિભાવોમાં સુધારો કરવાની સરકારની બાંયધરી |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શુક્રવાર, 20 નવેમ્બર 2009 |
|
(પી.ટી.આઇ.) નવી દિલ્હી,
વિરોધ પક્ષના દબાણ સામે નમતું જોખીને રાજકીય મડાગાંઠનો ઉકેલ લાવવા માટે
સરકારે એક ખરડો પસાર કરવાનું નક્કી કર્યું છે. આ ખરડા દ્વારા ખેડૂતોને
શેરડીની ખરીદી પરની ચુકવણીમાં કેટલાક રાહત મળશે. દરમિયાન શેરડીના ભાવો
નક્કી કરવાની નવી નીતિના પગલે સંસદનું સત્ર સતત બીજા દિવસે પણ ખોરંભાયું
હતું.
વિરોધ પક્ષના દબાણને પગલે સરકારે નિર્ણય બદલ્યો ઃ સોમવારથી સંસદની કાર્યવાહી ફરી શરૃ થવાની શક્યતા
સરકારના આ વિવાદાસ્પદ ખરડાને કારણે સર્જાયેલી રાજકીય મડાગાંઠના ઉકેલ માટે બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. નાણાંપ્રધાન પ્રણવ મુખરજીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠક બાદ રાજકીય નેતાએ જણાવ્યું હતું કે, વિવાદાસ્પદ વટહુકમમાં કરાયેલા સુધારા પ્રમાણે હવે સ્ટેટ એડવાઇઝ્ડ પ્રાઇઝ (એસએપી) ફરીથી લાગુ પાડવામાં આવશે અને ખેડૂતોને ભાડા તેમજ મહેનતાણા વચ્ચેના તફાવતની ચૂકવણી સરકારના બદલે ખાંડની ફેક્ટરી દ્વારા કરવામાં આવશે.
હવે વટહુકમના સ્થાને નવો ખરડો સોમવારે લોકસભામાં રજૂ કરાશે. આ ખરડાના પગલે રાજ્ય સરકાર પરનો આર્થિક બોજો ખાંડની ફેક્ટરીઓ પર તબદિલ થશે. સરકારના આ નિર્ણયને વિરોધ પક્ષે પણ આવકાર્યો છે.
દરમિયાન આ વિવાદાસ્પદ વટહુકમને પગલે સંસદના બન્ને ગૃહોની કામગીરીમાં વિરોઘ પક્ષોએ વિક્ષેપ ઉભો કર્યો હતો. ભાજપ અને સપાના સભ્યો બન્ને ગૃહોમાં વેલમાં ધશી આવ્યા હતા અને આ 'કાળા' વટહુકમને પાછો ખેંચવાની માગણી કતો સૂત્રોચ્ચાર કર્યો હતો. રોષે ભરાયેલા વિરોઘ પક્ષે 'સુગર કન્ટ્રોલ (એમેન્ડમેન્ટ) ઓર્ડર' સામે ઉગ્ર દેખાવો કર્યા હતા. આ અગાઉ ગઈકાલે રાજધાની નવી દિલ્હીમાં હજારો ખેડૂતોએ રેલી અને વિરોધ પ્રદર્શનો યોજીને ચક્કાજામ કર્યું હતું. રાજધાનીમાં ઠેર ઠેર ટ્રાફિક જામ થયો હતો જ્યારે સંસદના સત્રના પહેલા દિવસની કામગીરી પણ વિરોધ પક્ષની ધમાલના પગલે ઠપ થઈ ગઈ હતી.
|