Last Updated:19 December 2011

દિલ્હી સરકારે ઊંચી વગને કારણે મનુને પેરોલ આપ્યા છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 20 નવેમ્બર 2009
હાઇકોર્ટની તીખી ટિપ્પણી

(પીટીઆઇ)    નવી દિલ્હી,
મોડેલ જેસિકા લાલ હત્યા કેસના દોષિત મનુ શર્માને હાલમાં મળેલા પેરોલ મુદ્દે હાઇકોર્ટે દિલ્હી સરકારની ઝાટકણી કાઢી હતી. દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું હતું કે મનુ શર્માની ઊંચી વગને કારણે સરકારે પેરોલ માટે તેની તરફેણ કરી હતી.
સામાન્ય અરજીઓમાં ૬ મહિના સુધીનો સમય લેતી સરકારે મનુ શર્માના કેસમાં ૨૦ દિવસમાં નિર્ણય લીધો

દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ કૈલાશ ગંભીરે જણાવ્યું હતું કે સમાન્ય કેસોમાં સરકાર કેદીના પેરોલ મંજૂર કરવા માટે ત્રણથી છ મહિનાનો સમય લેતી હોય છે, પણ મનુ શર્માના કેસમાં સરકારે માત્ર ૨૦ દિવસમાં નિર્ણય લઇને પેરોલ મંજૂર કરી દીધા હતા. હાઇકોર્ટે જણાવ્યું હતું કે પેરોલ માટેની અરજીઓની યાદી દર્શાવે છે કે સરકાર અન્ય આરોપીઓની અરજીઓને ઓછી પ્રાથમિકતા આપે છે, ગૃહ વિભાગ કેટલાક ચોક્કસ દોષિતોને તેમની ઊંચી વગને કારણે પસંદગીની સગવડ પુરી પાડે છે એમાં કોઇ શંકા નથી. દિલ્હી હાઇકોર્ટે કોનેટ પ્લેસ ગોળીબાર કેસના દોષિત સુમીર સિંહ નામના વ્યક્તિએ કરેલી અરજી પરની સુનાવણીમાં આ તીખી ટિપ્પણી કરી હતી. સુમીર સિંહે પોતાની સામેના આરોપો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવા માટે પેરોલ હેઠલ ત્રણ મહિનાની મુક્તિની માંગણી કરી હતી, સુમીર સિંહે પોતાના પરિવારજનો અભણ હોવાથી આ અરજી કરી હતી. આ મુદ્દે હાઇકોર્ટે સરકારના વલણ સામે નારાજગી દર્શાવી હતી. આ સંદર્ભમાં હાઇકોર્ટે દિલ્હી સરકારના ગૃહ સચિવને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર થઇને સ્પષ્ટતા કરવા માટે નોટિસ ફટકારી હતી.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી