Last Updated:19 ડિસેમ્બર 2011

ગંભીર અને તેંડુલકરની સદી ઃભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ ડ્રો છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 20 નવેમ્બર 2009

Imageતેંડુલકર અને લક્ષ્મણ(૫૧* ) વચ્ચે અણનમ ૧૩૭ રનની ભાગીદારી

અમદાવાદ,
ગંભીર (૧૧૪) અને તેંડુલકર (અણનમ ૧૦૦)ની સદીઓને પરિણાંમે અમદાવાદમાં રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી. ભારતે ૩૩૪ રનના દેવા સામે પાંચમા અને આખરી દિવસે ચાર વિકેટે ૪૧૨ રન કર્યા હતા. શ્રીલંકાના કેપ્ટન જયવર્દનેને તેની ૨૭૫ રનની મેરેથોન ઇનિંગ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. હવે ૨૪મીથી કાનપુરમાં બીજી ટેસ્ટનો પ્રારંભ થશે.

ભારતના બીજી ઇનિંગમાં ૪ વિકેટે ૪૧૨ રન ઃ મેન ઓફ ધ મેચ જયવર્દને ઃ હવે ૨૪મીથી કાનપુરમાં બીજી ટેસ્ટ

તેંડુલકરે અમદાવાદના મેદાન પર વધુ એક કિર્તીમાન નોંધાવતા આંતરરાષ્ટ્રીય કારકિર્દીના ૩૦ હજાર રન પુરા કર્યા હતા અને ટેસ્ટ કારકિર્દીની ૪૩મી સદી ફટકારી હતી. તેંડુલકર અને લક્ષ્મણ (અણનમ ૫૧)ની જોડીએ પાંચમી વિકેટની ભાગીદારીમાં અણનમ ૧૩૭ રનની ભાગીદારી નોંધાવી હતી. અગાઉ ગંભીરે કારકિર્દીની સાતમી ટેસ્ટ સદી ફટકારતા ૧૧૪ રન નોંધાવ્યા હતા.

પાંચમા અને આખરી દિવસે ગંભીર અને મિશ્રાએ ભારતની બીજી ઇનિંગને ૨ વિકેટે ૧૯૦ રનના સ્કોરથી આગળ ધપાવી હતી. ટેસ્ટ મેચ બચાવવા માટે ભારતે આખરી દિવસે લડાયક બેટીગ કરવી પડે તેમ હતી. મેથ્યુસે નાઇટવોચમેન મિશ્રાને ૨૪ રને આઉટ કરતાં ભારતે ૨૦૯ ના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. શ્રીલંકાને આ વિકેટ સાથે વિજય મેળવવાની આશા જન્મી હતી. જો કે ગંભીર અને તેંડુલકરે લડાયક બેટીંગ કરતાં બાજી સંભાળી હતી. શ્રીલંકાના બોલરોને પણ પિચમાંથી વધુ મદદ મળતી નહતી. ગંભીર અને તેંડુલકર વચ્ચે ૬૬ રનની ભાગીદારી થઇ હતી. હેરાથની બોલીંગમા ગંભીરનો કેચ પ્રસાદે ઝડપતા ભારતે ૨૭૫ રને બીજી વિકેટ ગુમાવી હતી. જો કે તેંડુલકર અને લક્ષ્મણે ત્યાર બાદ વિકેટ બચાવી રાખતાં અસરકારક બેટીંગ કરી હતી. તેંડુલકરે ૩૫ રન પુરા કરી આંતરરાષ્ટ્રીય કારકિર્દીના ૩૦ હજાર રન પુરા કર્યા હતા. તેણે ત્યાર બાદ કારકિર્દીની ૪૩મી સદી પણ નોંધાવી હતી. જ્યારે લક્ષ્મણે કારકિર્દીની ૪૦મી અડધી સદી પુરી કરી હતી. અમદાવાદના મોટેરા સ્ટેડિયમની પીચ શ્રીલંકાના બોલરોને પણ ફળી નહતી. મહાન સ્પિનર મુરલીધરને ૩૮ ઓવરમાં ૧૨૪ રન આપ્યા હતા પણ તેને એકે ય વિકેટ મળી નહતી. હેરાથે ૨ અને વેલેજેડેરા-મેથ્યુસને ૧-૧ વિકેટ મળી હતી.

સ્કોરબોર્ડ
ભારત પ્રથમ ઇનિંગ ઃ ૪૨૬
શ્રીલંકા પ્રથમ ઇનિંગ ઃ ૭-૭૬૦ (ડિકલેર)
ભારત બીજી ઇનિંગ


વિકેટનો ક્રમ ઃ ૧-૮૧ (સેહવાગ ૧૬.૬), ૨-૧૬૯ (દ્રવિડ ૪૦.૧), ૩-૨૦૯ (મિશ્રા ૫૫.૬), ૪-૨૭૫ (ગંભીર ૭૯.૬)
બોલીંગ ઃ વેલેજેડેરા ૨૧-૧-૭૬-૧, પ્રસાદ ૧૩-૦-૫૬-૦, હેરાથ ૪૦-૬-૯૭-૨, મુરલીધરન ૩૮-૬-૧૨૪-૦, મેથ્યુસ ૧૫-૬-૨૯-૧, દિલશાન ૧-૦-૨-૦, પરાનાવિતાના ૧-૦-૭-૦.

-

રન

બોલ

ગંભીર કો.પ્રસાદ બો.હેરાથ

૧૧૪

૨૩૦

૧૩

સેહવાગ કો.મેથ્યુસ બો.હેરાથ

૫૧

૬૭

દ્રવિડ એલબી બો.વેલેજેડેરા

૩૮

૬૬

મિશ્રા કો.દિલશાન બો.મેથ્યુસ

૨૪

૫૧

તેંડુલકર અણનમ

૧૦૦

૨૧૧

૧૧

લક્ષ્મણ અણનમ

૫૧

૧૬૦

વધારાના (લેગબાય ૯, વાઇડ ૨, બાય ૧૨, નોબોલ ૧૧)

૩૪

 

 

 

કુલ ૧૨૯ ઓવરમાં ૪ વિકેટે

૪૧૨

 

 

 

 

હાઇલાઇટ્સ

ભારતના ૨૦૦ રન ૪૬.૬ ઓવરમાં અને ૨૫૦ રન ૬૬.૫ ઓવરમાં પુરા થયા.
ગંભીરના ૧૦૦ રન ૧૮૮ બોલમાં નોંધાયા.
લંચ બ્રેકના સમયે ભારતનો સ્કોર ૭૪ ઓવરમાં ૩ વિકેટે ૨૫૬ રન હતો.
ગંભીર અને તેંડુલકર વચ્ચે ચોથી વિકેટની ૫૦ રનની ભાગીદારી ૧૧૧ બોલમાં થઇ.
ભારતના ૩૦૦ રન ૯૦.૩ ઓવરમાં પુરા થયા.
તેંડુલકરે ૧૨૭ બોલમાં ૫૦ રન અને ૨૧૧ બોલમાં ૧૦૦ રન નોંધાવ્યા.
તેંડુલકર અને લક્ષ્મણ વચ્ચે ૫૦ રનની ભાગીદારી ૧૧૫ બોલમાં થઇ.
ટી બ્રેકના સમયે ભારતના ૪ વિકેટે ૩૪૧ રન હતા.
ભારતના ૩૫૦ રન ૧૦૫.૩ ઓવરમાં અને ૪૦૦ રન ૧૨૨.૩ ઓવરમાં થયા.
તેંડુલકર અને લક્ષ્મણ વચ્ચે ૧૦૦ રનની ભાગીદારી ૨૦૯ બોલમાં નોંધાઇ.
લક્ષ્મણે ૧૩૨ બોલમાં ૫૦ રન પુરા કર્યા.

પોન્ટિંગ સચીન કરતા ૬૦૦૮ રન અને ૨૨ સદી પાછળ


કુલ મેચમાં ટેસ્ટ, વન-ડે અને ટ્વેન્ટી-૨૦ની મેચોનો સમાવેશ થયો છે. જેમ કે તેંડુલકર ૧૬૦ ટેસ્ટ, ૪૩૬ વન-ડે અને એક ટ્વેન્ટી-૨૦ રમ્યો હોઈ તેઓનો સરવાળો કરીને ૫૯૭ બતાવાયા છે. તે જ રીતે ઉપરોક્ત ટોપટેન રોનો રેકોર્ડ બતાવાયો છે.

-

કુલ મેચ

ઈનિંગ

નો.આ.

રન

શ્રેષ્ઠ

એવરેજ

સદી

તેંડુલકર

૫૯૭

૬૮૮

૬૭

૩૦,૦૬૫

૨૪૮*

૪૮.૨૪

૮૮

પોન્ટીંગ

૪૮૩

૫૬૬

૩૮

૨૪,૦૫૭

૨૫૭

૪૭.૯૨

૬૬

લારા

૪૩૦

૫૨૧

૩૮

૨૨,૩૫૮

૪૦૦*

૪૬.૨૮

૫૩

દ્રવિડ

૪૭૪

૫૪૭

૬૮

૨૧,૮૦૩

૨૭૦

૪૫.૦૬

૩૯

કાલિસ

૪૩૬

૫૧૨

૮૫

૨૦,૯૭૪

૧૮૯*

૪૯.૧૧

૪૭

જયાસુરિયા

૫૭૨

૬૩૮

૩૩

૨૦,૮૯૧

૩૪૦

૩૪.૫૪

૪૨

ઈન્ઝમામ

૪૯૯

૫૫૧

૬૮

૨૦,૫૮૦

૩૨૯

૪૩.૨૨

૩૫

ગાંગુલી

૪૨૪

૪૮૮

૪૦

૧૮,૫૭૫

૨૩૯

૩૧.૪૬

૩૮

સ્ટીવ વો

૪૯૩

૫૪૮

૧૦૪

૧૮,૪૯૬

૨૦૦

૪૧.૬૫

૩૫

બોર્ડર

૪૨૯

૫૧૭

૮૩

૧૭,૬૯૮

૨૦૫

૩૦.૭૭

૩૦

 

 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી