|
ભારતે ટેસ્ટ શ્રેણી જીતવા માટે પ્રથમ ઇનિંગમાં જંગી સ્કોર કરવો પડશે |
|
|
|
રમત જગત સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શુક્રવાર, 20 નવેમ્બર 2009 |
ભારતના સદ્નસીબે પીચ તુટી નહી
ભારતમાં ટેસ્ટ જીતવા માટે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરતાં જંગી સ્કોર ખડો
કરવો પડે. ભારતે આધાતજનક શરુઆત બાદ પોતાની સ્થિતી સુધારી, જો કે ૪૨૬ રનનો
સ્કોર મોટેરાની નિર્જીવ પીચ પર પુરતો નહતો. ભારતની ધરતી પર સૌથી વધુ જુમલો
ખડકવાની યાદગાર સિદ્ધિ શ્રીલંકાએ પોતાના નામે કરી. ભારતે મેચને ડ્રોમાં
ખેંચવા માટે છેક છેલ્લા દિવસ સુધી સંઘર્ષ કરવો પડયો. ડ્રો મેચના હિરો
ગંભીર અને તેંડુલકર રહ્યા. હું માનુ છુ કે ટી બ્રેક પછી ભારતની બેટીંગ
જોઇને મને રાહત થઇ હતી.
મિશ્રાને ઘરઆંગણાના ક્રિકેટમાં મેચ પ્રેક્ટિસ આપવાની જરુર
ભારતના સદ્નસીબે પાંચમા દિવસે પણ પીચ તુટી નહતી. જો તેમ થયુ હોત તો ભારતને શરમજનક હારનો સામનો કરવો પડી શકે તેમ હતો. શ્રીલંકાને પણ તેમના જોરદાર દેખાવ બદલ અભિનંદન પાઠવવા ઘટે. તેમના બેટ્સમેનોએ જબરદસ્ત બેટીંગ કરી ખાસ કરીને જયવર્દનેએ તેની શ્રેષ્ઠતાની વધુ એક સાબિતી આપી.
અમદાવાદની ટેસ્ટના પરિણાંમ દર્શાવે છે કે શ્રેણી દરમિયાન હવે જો કોઇ ટીમનો દેખાવ એક દિવસ પણ બેટીંગમાં નબળો રહેશે તો તેને હારનો સામનો કરવો પડે તેમ પણ બને. એક ખરાબ સેશન ટેસ્ટના પરાજય ભણી દોરી જઇ શકે છે. કાનપુર પણ બીજુ મોટેરા સાબિત થાય તેમ છે. મુંબઇની પીચ શ્રેણીનું પરિણામ નક્કી કરનારી બની રહે તેમ લાગે છે. દ્રવિડે શાનદાર બેટીગ કરતા ભારત પ્રથમ ઇનિંગમાં સન્માનજનક સ્કોર કરી શક્યુ. ઝહીર ખાને પણ અસરકારક પુનરાગમન કર્યુ. જો કે હરભજન અને મિશ્રાએ નિરાશ કર્યા. મિશ્રાને થોડી વધુ ડોમેસ્ટીક ક્રિકેટ મેચોમાં રમાડવો જોઇએ. મોટેરાની પીચ કેવી હતી તેનો અંદાજ મુરલીધરનનું બોલીંગ એનાલીસીસ જોઇને આવી શકે છે.
|