Last Updated:19 ડિસેમ્બર 2011

ધીમી પીચ પર ગંભીર, તેંડુલકરે અમારી આશા પર પાણી ફેરવ્યું છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 20 નવેમ્બર 2009
અણે આખરી દિવસે અમારાથી બનતું બધું જ કરી છુટયા હતા. જીતવા માટે તનતોડ પ્રયત્ન કરતી બોલિંગ સૌથી નિર્જીવ પીચ પર બધાએ નાંખી હતી. પણ, તેંડુલકર અને ગંભીર જેવા બેટસમેનોની બનેલી ભારતીય ટોપ ઓર્ડર લાઈન અપને તોડી પાડવામાં અમે સફળ નહોતા થયા, આ બંને બેટસમેનોને કારણે ભારત હારના ભયમાંથી ઉગરી ગયું હતું તેમ કહી શકાય.

સ્વાભાવિક રીતે અમે નિરાશ યા છીએ કેમ કે નોંધપાત્ર સરસાઈ મેળવીને અમ જીતવાની આશા ઊભી કરી હતી. ભારતની ભૂમિ પર સૌ પ્રથમ ટેસ્ટ વિજયની અમને શક્યતા જણાતી હતી. જો કે આ પીચ પર ભારતને બે વખત ઓલઆઉટ કરવું પણ આસાન નથી તે શંકા પણ અમને હતી જ. અમે એકાદ-બે કેચ પણ છોડયા હતા. અમારે જીતવા માટે નસીબ અને બે-ત્રણ ઝડપી વિકેટની જરૃર હતી. આમ છતાં આ ટેસ્ટમાં અમે જે રીતે રમ્યા તેના પછી ખેલાડીઓ શાબાશીના હકદાર છે. અમે વિશેષ પ્રેકટિસ વગર ટેસ્ટમાં ઉતર્યા હતા. હવે અમારે થોડો આરામ કરીને કાનપુરમાં રમાનારી બીજી ટેસ્ટમાં આ જ જુસ્સા સાથે રમવાનું છે.

પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસની સવારે જ ફાસ્ટ બોલર વેલેગેડરાને ટીમમાં સ્થાન અંગે કહેવામાં આવ્યું હતું છતાં તેણે ભારે આત્મવિશ્વાસ સાથે બોલિંગ નાંખીને તક ઝડપી લીધી હતી. તેને પણ તેના દેખાવથી સંતોષ થયો હશે. પ્રસાદને સ્નાયુની ઈજા છતાં ૧૪૦ કિલોમીટરની ઝડપે બોલ ફેંક્યા હતા. મને આ ટેસ્ટમાં ત્રણ જ વિકેટ મળી તેનાથી હું ખુબ જ નિરાશ થયો છું પણ હું એ વાતથી દિલાસો આપું છું કે પાંચ દિવસમાં આણ પણ કુલ ૨૧ વિકેટો જ પડી છે ને. જો કે મને એ વાતથી સંતોષ છે કે મને મારી કેટલીક ઓવરો ગમી હતી. જેના સહારે હું કાનપુર ટેસ્ટમાં વધુ ઉત્સાહ સાથે ધ્યાન કેન્દ્રિત કરી શકીશ. કાનપુરમાં બોલરોને મદદ મળેતેવી આશા. આપણે જાણીએ છીએ કે ક્રિકેટ હવે બેટસમેનોને નજરમાં રાખીને રમાય છે. અમદાવાદની પીચ એટલી ધીમી હતી કે બોલરો માટે ઘણી જ લાચાર સ્થિતિ સર્જાઈ હતી. કાનપુરમાં છેલ્લી ચારમાંથી ત્રમ ટેસ્ટમાં પરિણામ આવ્યા છે તે જોતા બીજી ટેસ્ટ રસપ્રદ બનશે તેમ લાગે છે.

 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી