Last Updated:19 ડિસેમ્બર 2011

મોટેરાની પીચ જોઇ બોલરો પણ દયા આવતી હતીઃધોની છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 20 નવેમ્બર 2009
અમને પરાજયનો ભય નહતો લાગ્યો

અમદાવાદ,
ભારતીય કેપ્ટન ધોનીએ પ્રથમ ટેસ્ટ માટે અમદાવાદના મોટેરા ગ્રાઉન્ડની પીચની ટીકા કરી હતી. ધોનીએ કહ્યુ કે, પીચ જોઇને મને બોલરોની દયા આવતી હતી. બોલરોને પીચમાંથી જરા પણ મદદ મળતી નહતી. બોલરો સખત મહેનત કરતા હોવા છતાં સામેના છેડે બેટ્સમેનો પીચની મદદથી ખુબ જ આસાનીથી રમતા હતા. ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી.

સ્પિનરોના પ્રદર્શનથી સંતુષ્ટ છું

મોટેરાની નિર્જીવ પીચની ઉગ્ર ટીકા ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ગાવસ્કરે પણ કરી હતી. ધોનીએ કહ્યુ કે, આ પીચમાંથી જરા પર ઉછાળ મળતો નહતો. મને લાગતુ હતુ કે ત્રીજા દિવસ બાદ પીચ તુટશે. જો કે મારી ધારણા પણ ખોટી પડી. પીચમાંથી ફાસ્ટ બોલરો કે સ્પિનરોને પણ કોઇ પ્રકારની મદદ મળતી નહતી. બોલરો માટે આ પીચ નિરાશ કરનારી હતી.

ભારતને આખરી દિવસે ૧૪૪ રનના દેવા સાથે રમવાનુ હતુ અને તેની આઠ જ વિકેટ સલામત હતી ત્યારે પરાજયનો ભય લાગ્યો હતો તેવા પ્રશ્નના જવાબમાં ધોનીએ કહ્યુ કે, શરુઆતની ઓવરોનો જ સવાલ હતો. જો કે અમને હારનો ભય લાગ્યો નહતો. અમારે એકાદ સારી ભાગીદારીની જરુર હતી. સવારના સેશનમાં અમે વિકેટો બચાવી રાખીશું તો પછી તેઓને ૧૦ વિકેટો ઝડપવામાં મુશ્કેલી પડશે તેમ લાગતુ હતુ. અમારા બેટ્સમેનોએ લડાયક દેખાવ કરતાં મેચ ડ્રોમાં પરિણાંમી. શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં હરભજન અને મિશ્રાનો દેખાવ સરેરાશ રહ્યો હોવા છતાં કેપ્ટન તેમનાથી સંતુષ્ઠ છે. ધોનીએ કહ્યુ કે, મુરલીધરન ક્રિકેટ ઇતિહાસનો મહાન સ્પિનર છે છતાં તેને આ પીચ પરથી ઉછાળ કે ટર્ન મળતો નહતો. જો તેના જેવા બોલરને મુશ્કેલી પડતી હોય તો તેવી જ હાલત અમારા બોલરોની હતી.

 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી