|
બેટ્સમેનોના જોરદાર દેખાવથી અમારો આત્મવિશ્વાસ વધ્યો છે |
|
|
|
રમત જગત સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શુક્રવાર, 20 નવેમ્બર 2009 |
સંગાકારાએ મોટેરાની પીચના વખાણ કર્યા
અમદાવાદ,
શ્રીલંકાની ટીમ ભારતની સામેની પ્રથમ ટેસ્ટના ડ્રો પરિણામ છતા ઉત્સાહિત છે.
શ્રીલંકાના કેપ્ટન સંગાકારાએ કહ્યુ કે, પ્રથમ ટેસ્ટ ભલે ડ્રો રહી પણ અમારા
બેટ્સમેનોનો દેખાવ જોરદાર રહ્યો. જયવર્દને, પી.જયવર્દને, દિલશાન અને
સમરવીરાએ ફોર્મ મેળવ્યુ છે. જેનાથી અમારો આત્મવિશ્વાસ વધ્યો છે.
ધોનીએ મોટેરાની પીચની ટીકા કરી હતી. જો કે સંગાકારાએ તે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. સંગાકારાએ કહ્યુ કે, મોટેરાની પીચ ટેસ્ટ ક્રિકેટ માટે યોગ્ય હતી. પાંચે દિવસ પીચ એક સરખી રહી હતી. ભારતને મેચ બચાવવા માટે સંઘર્ષ કરવો પડયો હતો. જો કે આ મેચમાં જંગી સ્કોર ખડકવાના છતાં બંને ટીમો બરોબરી પર છે. કાનપુરમાં અમે વધુ હકારાત્મકતા સાથે મેદાનમા ઉતરીશું. મેન ઓફ ધ મેચ એમ.જયવર્દનેએ કહ્યુ કે, મને લાગતુ હતુ કે પીચ તુટી જશે જો કે તેની તુટવાની પ્રક્રિયા ઘણી ધીમી હતી. જો પીચ પરથી સ્પિનરોને પુરતો ઉછાળ અને ટર્ન મળ્યો હોત તો અમને જીત મળે તેમ હતુ.
|