Last Updated:19 ડિસેમ્બર 2011

ભારતીય અર્થતંત્ર ફરી ૯ ટકાનો વિકાસદર નોંધાવશે ઃ વડાપ્રધાન છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 20 નવેમ્બર 2009

Image(પીટીઆઇ)    વોશિંગ્ટન,
અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાના પ્રથમ સત્તાવાર મહેમાન તરીકે અમેરિકા જઇ રહેલા વડાપ્રધાન મનમોહનસિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નજીકના ભવિષ્યમાં ભારત નવ ટકાનો વિકાસદર હાંસલ કરી શકશ તથા અમેરિકન અર્થતંત્ર પણ સુધારની રસ્તે આગળ વધશે. મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલાને એક વર્ષ પુરુ થવા આવ્યું છે ત્યારે વડાપ્રધાન મનમોહનસિંહે જણાવ્યું હતું કે પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠનો મુંબઇ જેવા વધુ હુમલાઓ કરવાની યોજના બનાવી રહ્યા છે.

પાકિસ્તાનનાં આતંકવાદી જૂથો મુંબઇ જેવા હુમલાનું કાવતરું ઘડી રહ્યા હોવાની મનમોહનસિંહને દહેશત

અમેરિકી અખબાર સાથે વાત કરતા વડાપ્રધાને ફરી નવ ટકાનો વિકાસદર હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આાગામી ૨૨મી નવેમ્બરથી અમેરિકાના ચાર દિવસના પ્રવાસના એજન્ડા અગે વાત કરતા મનમોહનસિંહે જણાવ્યું હતું કે નાગરિક પરમાણુ કરારનું ઝડપથી અમલીકરણ તથા ટેકનોલોજીનું ઉદાર આદાનપ્રદાન તેમના પ્રવાસના મુખ્ય હેતુઓ છે. ભારત અને અમેરિકાના સંબંધોને 'વ્યૂહાત્મક ભાગીદારી'ગણાવતા વડાપ્રધાને જણાવ્યું હતું કે બન્ને દેશો વચ્ચે નવા ક્ષેત્રોમાં સહકાર અત્યંત તાકીદની જરૃરિયાત છે. વડાપ્રધાને એમપણ જણાવ્યું હતું કે 'પાકિસ્તાન સ્થિત ત્રાસવાદીઓ મુંબઇ જેવા હુમલાની યોજના બનાવી રહ્યા હોવાની માહિતી આપતી ગુપ્તચર માહિતી મને દરરોજ આપવામાં આવે છે.' આ સાથે મનમોહનસિંહે એમપણ જણાવ્યું હતું કે પાકિસ્તાને ભારતથી ડરવાની કોઇ જરૃર નથી, તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાન આતંકવાદને સરકારી નીતિ તરીકે ઉપયોગ કરે છે એ દૂર્ભાગ્યપૂર્ણ બાબત છે.

વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન સાથેના તમામ દ્વિપક્ષીય પ્રશ્નોના ઉકેલ માટે ભારત કટિબધ્ધ છે. અમારી શરત માત્ર એટલી છે કે પાકિસ્તાને ભારત વિરોધી પ્રવૃત્તિ માટે તેની ભૂમિનો ઉપયોગ કરવાની મંજૂરી નહિ આપવી પડશે. જો પાકિસ્તાન ખરેખર આ શરતનું પાલન કરશે તો અમે તેમની સાથે ચર્ચા કરવા માટે તૈયાર છીએ. ભારત-અમેરિકા પરમાણુ કરારને ઐતિહાસિક સિમાચિહ્ન તરીકે ઓળખાવતા વડાપ્રધાને જણાવ્યું હતું કે કે અણુ બિનપ્રસાર ક્ષેત્રે ભારત ઉજળો રેકોર્ડ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રે પણ ભારત અમેરિકા સાથેનો સહકાર વધારવા ઇચ્છે છે. તેમણે એમપણ જણાવ્યું હતું કે ભારત બીજી હરિયાળી ક્રાન્તિ કરશે. પાકિસ્તાન દ્વારા ત્રાસવાદનો સરકારી નીતિ તરીકેના ઉપયોગને 'કરુણ'ગણાવતા વડાપ્રધાને જણાવ્યું હતું કે પાકિસ્તાન તેની ભૂમિનો ત્રાસવાદીઓ દ્વારા ઉપયોગ નહિ થવા દેશે એ શરતે ભારત પાકિસ્તાન સાથેના તમામ મતભેદો ઉકેલવા માટે તૈયાર છે. જાણીતા અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટને આપેલી મુલાકાતમાં વડાપ્રધાન મનમોહનસિંહે જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન સમર્થિત ત્રાસવાદનો પીડિત દેશ છે.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી