Last Updated:19 ડિસેમ્બર 2011

પોપકોર્ન સાથે ઠંડાપીણાની મઝા એટલે 'કેલરી બોમ્બ' છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 20 નવેમ્બર 2009
(પીટીઆઇ)    લંડન,
મલ્ટીપ્લેકમાં પોપકોર્ન અને કોલ્ડ ડ્રિંક્સ સાથે મૂવીની મઝા લાજવાબ અનુભવ છે, જો કે આ મઝા લાંબે ગાળે સજા પણ પુરવાર થઇ શકે છે એવું બ્રિટનના સંશોધકોએ શોધી કાઢ્યું છે. તેમના અભ્યાસના તારણો પ્રમાણે પોપકોર્ન અને ઠંડા પીણાને કારણે શરીરમાં વધુ પડતી કેલરી જમા થઇ શકે છે જે અંતે મેદસ્વીપણાને આમંત્રણ આપે છે.
મલ્ટીપ્લક્સમાં મૂવી સાથે પોપકોર્ન-કોલ્ડડ્રિંક્સને કારણે શરીરમાં ત્રણ દિવસ જેટલી કેલરી ભેગી થાય છે

સંશોધકોનું માનવું છે કે પુખ્તવયની વ્યક્તિના શરીરમાં પોપકોર્ન અને કોલ્ડ ડ્રિંક્સને કારણે ત્રણ દિવસ માટે જરૃરી કેલરીનો જથ્થો એક જ દિવસમાં જમા થઇ જાય છે. બ્રિટનના સેન્ટર ફૉર સાયન્સ એન્ડ પબ્લિક ઇન્ટરેસ્ટના અભ્યાસ પ્રમાણે મીડિયમ સાઇઝના પોપકોર્ન અને કોલ્ડ ડ્રિંકમાં કેલરીનું પ્રમાણ ૧,૧૬૦ હોય છે, એટલું જ નહિ મૂવીની મઝા માણી રહેલી બે વ્યક્તિઓ વચ્ચે એક પોપકોર્ન હોય તો પણ તેના કારણે એક દિવસ માટે જરૃરી ચરબી શરીરમાં જમા થઇ જાય છે. અભ્યાસમાં ભાગ લેનાર વરિષ્ઠ ન્યુટ્રીશનીસ્ટ જેન હર્લીએ જણાવ્યું હતું કે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં ખોરાકનું પ્રમાણ ઓછું રાખીને પણ અમેરિકનો માટે વજન પર નિયંત્રણ રાખવું અત્યંત મુશ્કેલ છે, આ સ્થિતિમાં અમેરિકનોને સ્હેજ પણ કલ્પના નહિ હોય તે તેઓ માત્ર એક ફિલ્મ નિહાળતી વખતે વધુ પડતી માત્રામાં કેલરી મેળવી લેતા હોય છે. મલ્ટીપ્લેક્સ સિનેમાઘરોમાં ફિલ્મની ટીકિટની સાથે ડિસ્કાઉન્ટ અપાતું હોવાથી દર્શકો પોપકોર્ન-કોલ્ડડ્રિંક્સને વધુ પસંદ કરતા હોય છે. યુવાનોમાં પોપકોર્ન સાથે ફિલ્મની મઝા ફેશનના ભાગરૃપ છે. જો કે તેમને ભાગ્યે જ ખ્યાલ હોય છે કે પોપકોર્ન તેમનું વજન અસમાન્ય બનાવી શકે છે. આ અંગે બ્રિટિશ સંશોધકોએ કરેલો અભ્યાસ ન્યુટ્રીશન એક્શન હેલ્થકેરમાં પ્રકાશીત થયો હતો.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી