|
કોસ્મેટિક બનાવવા માનવીની હત્યા કરી ચરબી વેચતી ગેન્ગ |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શુક્રવાર, 20 નવેમ્બર 2009 |
પેરુમાં માનવ દાણચોરીનો ધૃણાસ્પદ કિસ્સો
લિમા,
પેરુની પોલીસે એક બહુ મોટા કાંડનો પર્દાફાશ કર્યા છે. પોલીસે એક એવી
ગેંગને પકડી પાડી છે જેણે અત્યાર સુધીમાં અનેક લોકોની હત્યા કરી છે. આ
ગેંગ હત્યા કર્યાબાદ લોકોની ચરબી કોસ્મેટિક બનાવતી કંપનીને વેચતી હતી.
પોલીસે આ સંદર્ભમાં ચાર વ્યક્તિની ધરપકડ પણ કરી છે.
સોડા અને પાણીની બોટલમાં સ્ટોર કરેલી માનવ ચરબી પકડાઈ ઃ હત્યા માટે અપહરણ કરાયેલા અનેક લોકોને બચાવી લેવાયા
થોડા સમય પહેલાં નવી દિલ્હી પાસેના નોઇડામાં નિઠારી કાંડે ભારે ચકચાર મચાવી હતી. આવું જ એક 'ક્રુર' કાંડ પેરુમાં પણ બન્યો હતો. પેરુની પોલીસે કેટલાક એવા લોકોને પકડી પાડયા છે કે જેઓ માનવ હત્યા, અપહરણ અને માનવ હેરાફેરી સહિતના અનેક અપરાધોમાં સંડોવાયેલા હતા. આ ગેંગ માનવ ચરબી કોસ્મેટિક્સના વેપારીઓને વેચતી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે લોકોની હત્યા કર્યા બાદ આ ગેંગ તેની ચરબી કાઢી લઈને સોડા અને પાણીની બોટલમાં ભરી દેતી હતી. આવી કેટલીક બોટલો પણ પોલીસને મળી આવી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, તેમણે ધરપકડ કરેલી વ્યક્તિઓએ અનેક વાત કબૂલી છે જેમાં તેઓ કેવી રીતે અપહરણ કરતા અને ત્યારબાદ લોકોની હત્યા કરીન તેમની ચરબી કેવી રીતે વેચતા તેની વિગતોનો પણ સમાવેશ થાય છે. પોલીસે હાલ પેરુના ચાર નાગરિકોની ધરપકડ કરી છે પણ તેઓ હજુ અન્ય બે વ્યક્તિની શોધમાં છે. આ બન્ને વ્યક્તિઓ ગેંગ પાસેથી ચરબી લાવવાનું કામ કરતી હતી. આ ગેંગે અપહરણ કરેલી વ્યક્તિઓમાંથી કેટલીક હજુ જીવતી હતી અને પોલીસે હુઆન્હુકો પ્રાંતના એક ગામડામાંથી તેમને શોધી કાઢ્યા છે. જેના કારણે આ વ્યક્તિઓ ચરબી માટે બલિ બનતા અટકી ગઈ છે. પોલીસ આ ગામમાં અન્ય કેટલીક વ્યક્તિઓની પૂછપરછ પણ કરી રહી છે અને આ ગેંગ સાથે હજુ પણ કેટલીક વ્યક્તિઓ સાંઠગાંઠ ધરાવતી હોવાની પોલીસને શંકા છે. ઉલ્લેખનીય છે કે પેરુના શહેર લીમા ખાતે બસ સ્ટેન્ડ પર ચરબીનો મોટો જથ્થો પકડાયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને આ સમગ્ર કાંડનો ભાંડો ફૂટયો હતો.
|