બેંક શેરોની આગેવાનીમાં યુ-ટર્ન ઃ સેન્સેકસ આરંભિક ૧૫૦ પોઇન્ટનો ઘટાડો પચાવી ૨૩૬ ઉછાળે ફરી ૧૭૦૨૨
શેરબજાર
આના લેખક છે GS NEWS
શુક્રવાર, 20 નવેમ્બર 2009
યુરોપમાં ફરી મજબૂતી અને પીએસયુ બેંકોના મર્જર સહિતના પ્રોત્સાહક સમાચારોએ
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ,
બેરોજગારીના આંકમાં ફરી વૃધ્ધિને પરિણામે યુ.એસ.ની આર્થિક રિકવરી મુદ્દે ફરી અનિશ્ચિતતામાં અમેરિકી શેરબજારોમાં ગઇકાલે ગુરૃવારે નરમાઇને પરિણામે તેમજ મોંઘવારીના દાનવને અંકુશમાં લેવા હવે એશીયામાં મૂડી પ્રવાહને નિયંત્રણમાં લાવીને 'હોટ મની'નો પ્રવાહ અંકુશમાં લેવાના એશીયાના દેશોના સંકેત આર્થિક રિકવરી રૃંધાવાની ધારણાએ આજે એશીયાના શેરબજારોમાં આરંભિક ઝડપી નરમાઇ જોવાઇ હતી. એશીયાના અન્ય દેશો સાથે ભારતમાં પણ મોઘવારીને અંકુશમાં લેવા વિદેશી મૂડી રોકાણ પ્રવાહ પર ટેક્ષનું સૂચન અને વ્યાજ દરો વધારવાના સંકેત સાથે મુંબઇ શેરબજારોમાં ટ્રેડીંગનો આરંભ અપેક્ષીત નરમાઇએ થયો હતો. અનિલ અંબાણી ગુ્રપ શેરો, ઓટો, ટેલીકોમ શેરોમાં વેચવાલીને પરિણામે સેન્સેક્ષ આગલા બંધ ૧૬૭૮૫.૬૫ સામે ૧૬૭૭૨.૭૫ ખુલીને એક તબક્કે ૧૪૯.૯૦ પોઇન્ટના ઘટાડે નીચામાં ૧૬૬૩૫.૭૫ સુધી ખાબકી ગયો હતો.
મોંઘવારીને અંકુશમાં લેવા એક તરફ વ્યાજ દરોમાં તોળાતા વધારા સામે શેરડીના ભાવ નિર્ધારણની નવી નીતિનો ખેડૂતોએ વિરોધ કરીને આજે સંસદની કાર્યવાહી ખોરવી દીધા બાદ બજારો પર પણ સતત માઠી અસરે સરકારે ખેડૂતો સામે હાર સ્વીકારી આ નીતિમાં ફેરફાર કરી ભાવ નિર્ધારણમાં રાજ્ય સરકારોની ભૂમિકા સ્વીકારવાના લીધેલા નિર્ણય સાથે બેંકિંગમાં ૨૬ પીએસયુ બેંકોમાંથી હવે સરકારે મર્જર થકી આ સંખ્યા ઘટાડી ૧૦ કરવાના આપેલા સંકેતની અસરે બેંક શેરોની આગેવાનીમાં બજારે યુ.ટર્ન લઇ લીધો હતો. બેંક શેરોની સાથે સિમેન્ટ શેરો એસીસી, ગ્રાસીમ, જયપ્રકાશ એસોસીયેટસ સહિતમાં નીકળેલી લેવાલી અને બડે બંધુના સારથીએ ઘટાડે અપેક્ષીત છેતરામણી ચાલે મંદી કરનારાઓને ટ્રેપમાં લઇ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે અન્ય ફ્રન્ટલાઇન શેરો અને નિફટી બેઝડ મોટું લેણ કરી મૂક્યું હતું. આ એકાએક પલ્ટાયેલા પવનમાં મંદી કરનારાઓની ભાગમભાગ શરૃ થઇ શોર્ટ કવરીંગ મોટાપાયે થવા લાગતા સેન્સેક્ષ પણ પલકવારમાં ઘટાડો પચાવી જઇને બપોરે યુરોપના બજારો મજબૂતીએ ખુલવાની સાથે સળસળાટ વધતા જઇ એક સમયે ૨૫૬.૧૪ પોઇન્ટના ઉછાળે ઉપરમાં ૧૭૦૪૧.૭૯ સુધી પહોંચી જઇ અંતે ૨૩૬.૨૦ પોઇન્ટના સુધારે ૧૭૦૨૧.૮૫ મથાળે બંધ રહ્યો હતો. અલબત્ત મંદીવાળાઓને ટ્રેપમાં લેવા પૂરતી આજની તેજીમાં ઉછાળે દિગ્ગજોએ લેણ હળવું કર્યાની ચર્ચા હતી.
નિફટી ૪૯૪૦ સપાટી તોડી ૪૯૩૨ બોલાયો અને બડે બંધુના સારથીએ મંદીવાળાઓને ટ્રેપમાં લીધા
નિફટી બેઝડ હજુ ગઇકાલે જ મંદીવાળાઓએ હલચલ શરૃ કરી દઇને નિફટી છેલ્લા સપ્તાહના નીચા લેવલ ૪૯૪૦ નીચે હેમરીંગ કરી બજારને પછાડવાની કોશીષમાં હોવાની અને આ કોશીષમાં મંદીવાળાઓ અને તેજીવાળા ફરી આમને સામને આવી જવાની અપેક્ષીત ધારણા મુજબ બડે બંધુના સારથીએ નિફટી બેઝડ ગઇકાલે છેલ્લી ઘડીમાં લેણ કરીને મંદીના ખેલંદાઓને છેતરામણી આરંભિક ઘટાડાની ચાલમાં ટ્રેપમાં લઇ લીધા હતા.
નિફટી ઘટયામથાળેથી ૧૩૦ પોઇન્ટ ઉછળીને ઉપરમાં ૫૦૬૩ બોલાયો ઃ કહો જોઇએ આમને સામનેનું તોફાન શરૃ !
એનએસઇનો નિફટી કેશ ઇન્ડેક્ષ આગલા બંધ ૪૯૮૯ સામે ૪૯૮૮.૭૫ ખુલી નીચામાં ૪૯૩૨.૮૦ સુધી જઇ પાછો ફરી એસીસી, સેઇલ, હિન્દાલ્કો, મહિન્દ્રા, જેપી એસોસીયેટસ, ટાટા સ્ટીલ, રિલાયન્સ, ડીએલએફમાં મજબૂત લેવાલી અને શોર્ટ કવરીંગના સથવારે ઉપરમાં ૫૦૬૩.૩૦ સુધી પહોંચી અંતે ૬૩.૪૫ પોઇન્ટ વધીને ૫૦૫૨.૪૫ બંધ રહ્યો હતો.
બડે બંધુના સારથીનું નિફટી ઉપરમાં ૫૩૬૫ ધ્યાન ઃ નવેમ્બર ફ્યુચર નીચામાં ૪૯૩૭ થઇ ૫૦૭૭
ડેરીવેટીવ્ઝમાં નિફટી બેઝડ પાછલા દિવસોમાં વ્હાઇઠ દિગ્ગજ, એલીફન્ટ સહિતના મહારથીઓએ લેણમાંથી હળવા થઇ વેચીને વેપાર કર્યા બાદ વેચાણો પર કાપીને સાઇડ પર થઇ ગયાની ચર્ચા બાદ હેજ ફંડો-એફઆઇઆઇએ નરમાઇ ધ્યાને વેચવાની શરૃ કર્યાની અને હજુ ઉછાળે ધ્યાન નરમાઇનું રાખીને વેચવાલ રહ્યા છતાં બડે બંધુના સારથીએ આજે અપેક્ષીત છેતરામણી ચાલે મંદી કરનારાઓને ટ્રેપમાં લીધા હતા. અલબત બડે બંધુના સારથીએ પણ હજુ ટૂંકાગાળાનું નિફટીનું ધ્યાન ઉપરમાં ૫૩૬૫ સુધી મૂકી ખેલેલા આજના તોફાનમાં ફરી અંતે ઉછાળે નિફટી વેચ્યાની ચર્ચા હતી. નિફટી નવેમ્બર ફ્યુચર ૬૪૨૯૯૩ કોન્ટ્રેકટસમાં રૃા.૧૬૦૯૬ કરોડના ટર્નઓવરે ૪૯૮૬.૬૦ સામે ૪૯૬૧.૨૦ ખુલી નીચામાં ૪૯૩૭ થઇ ઉપરમાં ૫૦૭૭.૮૦ સુધી જઇ અંતે ૫૦૭૭.૧૦ બોલાતો હતો.
સપ્તાહના અંતે માર્કેટબ્રેડથ પોઝિટીવ ૧૪૫૩ શેરો ઊંચકાયા ઃ ૨૦૨ શેરોમાં તેજીની સર્કિટ
નિફટી- સેન્સેક્ષના યુ-ટર્ન સાથે આરંભમાં ગભરાઇને વેચી ગયેલા સ્મોલ-મિડ કેપ, રોકડાના શેરોના ઇન્વેસ્ટરો-ઓપરેટરોએ ફરી ચુનંદા શેરોમાં લેવાલી શરૃ કરતા માર્કેટબ્રેડથ સપ્તાહના અંતિમ દિવસે પણ પોઝિટીવ રહી હતી. બીએસઇમાં આજે કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૮૯ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૪૫૩ અને ઘટનારની ૧૨૩૭ રહી હતી. ૨૦૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહીહતી. જ્યારે ૮૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી.
એલઆઇસીની પુંજ લોઇડ સાથ પાવર, કેપિટલ ગુડ્ઝ શેરો બેંક શેરોમાં મોટા પાયે લેવાલી થઇ
સેન્સેક્ષ-નિફટી બેઝડ આજે લેવાલીમાં બડે બંધુના સારથી મહારથીઓની ભૂમિકા સાથે મોટી ભૂમિકા એળઆઇસી સ્થાનીક સંસ્થાકીય ઇન્વેસ્ટરની રહી હતી. એલઆઇસીએ આજે પાવર શેરો પુંજ લોઇડમાં ૧૦ લાખ જેટલા શેરો સાથે એનટીપીસી, રિલાયન્સ પાવર, લાર્સન તેમજ બેંકિંગ શેરોમાં મોટુંલેણ કર્યાની ચર્ચા હતી.
સેન્સેક્ષના પ્રમુખ વધનાર શેરોમાં એસીસી રૃા.૩૩.૩૫ ઉછળીને રૃા.૭૬૬.૪૫, હિન્દાલ્કો રૃા.૪.૫૦ ઉછળીને રૃા.૧૩૪.૩૫, જય પ્રકાશ એસોસીયેટ્સ રૃા.૬.૨૦ વધીને રૃા.૨૩૨.૯૦, ટાટા સ્ટીલ રૃા.૧૪.૩૦ વધીને રૃા.૫૫૧.૬૦, એચડીએફસી રૃા.૭૧ વધીને રૃા.૨૮૧૮.૮૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃા.૨૫.૧૦ વધીને રૃા.૧૦૩૯.૭૫, સ્ટેટ બેંક રૃા.૫૫.૩૦ વધીને રૃા.૨૩૩૫.૭૫, ડીએલએફ રૃા.૮.૪૦ વધીને રૃા.૩૭૪.૭૫, એચડીએફસી બેંક રૃા.૩૫.૯૦ વધીને રૃા.૧૭૫૫.૫૦ રહ્યા હતા.
રિલાયન્સ ઇન્ડ્ટ્રીઝ ૨૬, નવેમ્બરના એક્સ-બોનસ થશે ઃ રૃા.૪૩ ઊંચકાયો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર મુકેશ અંબાણી એશીયાના ટોચના શ્રીમંતો રહી ભારતના સૌથી શ્રીમંત બની રહી સંપતિમાં ૫૬ ટકા વૃધ્ધિ મેળવનાર રહ્યાની ફોર્બસની યાદી અને કંપનીની દેશ-વિદેશમાં એક્સ્પ્લોરેશનની મોટાપાયે યોજનાની પોઝિટીવ અસરે સાથે કંપનીનો શેર આગામી સપ્તાહમાં ૨૬, નવેમ્બરના ૧ઃ૧ એક્સ બોનસ થઇ રહ્યો હોઇ શેરમાં ઘટાડે લેવાલીના આકર્ષણે નીચામાં રૃા.૨૦૫૧ થી પાછો ફરી ઉપરમાં રૃા.૨૧૩૫ થઇ અંતે રૃા.૪૩.૨૦ વધીને રૃા.૨૧૨૫.૧૫ રહ્યો હતો.
દેના બેંક રૃા.૯, યુકો બેંક રૃા.૪, સિન્ડિકેટ રૃા.૭ ઉછળ્યા
કેન્દ્ર સરકારની દેશની ૨૬ પીએસયુ બેંકોમાંથી મર્જર થકી સંખ્યા ઘટાડી ૧૦ કરવાની યોજનાના અહેવાલે આજે પીએસયુ બેંક શેરોમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો, મ્યુ. ફંડોની મોટાપાયે લેવાલી નીકળી પડી હતી. દેના બેંક રૃા.૯.૩૫ ઉછળીને રૃા.૮૧.૪૫, યુકો બેંક રૃા.૪.૪૦ ઉછળીને રૃા.૫૯.૭૦, સિન્ડિકેટ બેંક રૃા.૭.૦૫ ઉછળીને રૃા.૯૫.૯૫, વિજ્યા બેંક રૃા.૩.૬૫ ઊંચકાઇ રૃા.૫૩.૫૦ આંધ્ર બેંક રૃા.૬.૩૦ વધીને રૃા.૧૧૯.૭૫, અલ્હાબાદ બેંક રૃા.૬.૯૫ વધીને રૃા.૧૩૯.૫૦, બેંક ઓફ મહારાષ્ટ્ર રૃા.૨.૪૫ વધીને રૃા.૪૯.૨૦, ઓરિએન્ટલ બેંક રૃા.૧૩.૫૦ વધીને રૃા.૨૮૯, સેન્ટ્રલ બેંક રૃા.૭.૨૦ વધીને રૃા.૧૫૭.૪૦, આઇઓબી રૃા.૫ વધીને રૃા.૧૧૫.૯૫, કેનરા બેંક રૃા.૧૪.૮૦ વધીને રૃા.૩૭૧, યુનીયન બેંક રૃા.૧૦.૪૦ વધીને રૃા.૨૭૨.૨૫, જેએન્ડકે બેંક રૃા.૨૪.૩૫ વધીને રૃા.૬૪૫, ઇન્ડિયન બેંક રૃા.૬.૨૦ વધીને રૃા.૧૯૧.૩૫, બેંક ઓફ ઇન્ડિયા રૃા.૧૦.૬૫ વધીને રૃા.૩૮૮.૯૫ રહ્યા હતા. બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૧૯૬.૩૫ પોઇન્ટ વધીને ૧૦૨૫૩.૧૪ મથાળે રહ્યો હતો.
જ્યુબીલન્ટ ઓર્ગે. રૃા.૨૬, જયપ્રકાશ હાઇડ્રો રૃા.૫,
'એ' ગુ્રપના વધનાર પ્રમુખ અન્ય શેરોમાં જ્યુબીલન્ટ ઓર્ગેનોઝીસ રૃા.૨૬.૩૫ ઉછળીને રૃા.૩૦૫.૪૫, જયપ્રકાશ હાઇડ્રો રૃા.૪.૮૦ વધીને રૃા.૭૫.૩૦, મેક્સ ઇન્ડિયા રૃા.૯.૯૦ વધીને રૃા.૨૦૯.૫૦, આઇવીઆરસીએલ ઇન્ફ્રા. રૃા.૧૭.૪૦ વધીને રૃા.૩૮૬.૫૦, વોલ્ટાસ રૃા.૭.૨૫ વધીને રૃા.૧૭૮.૨૦, ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગ રૃા.૧૦.૪૦ વધીને રૃા.૨૮૯.૧૫, અલ્ટ્રાટેક સિમેન્ટ રૃા.૨૯.૬૦ વધીને રૃા.૭૯૧ રહ્યા હતા.
ક્રુડ ઓઇલ ઘટીને ૭૮ ડોલર થતાં પેટ્રોલીયમ શેરો વધ્યા
ક્રુડ ઓઇલના ભાવ ઘટીને ૭૮ ડોલર થઇ જતાં પેટ્રોલીયમ-ઓઇલ માર્કેટીંગ પીએસયુ કંપનીઓનો સબસીડી બોજ હળવો થવાની અસરે શેરોમાં લેવાલી થઇ હતી. બીપીસીએલ રૃા.૧૩.૨૦ વધીને રૃા.૫૨૧.૧૦, એચપીસીએલ રૃા.૫.૩૦ વધીને રૃા.૩૪૦.૭૦, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન રૃા.૧.૧૫ વધીને રૃા.૨૯૧.૫૫ રહ્યા હતા.
પાવર-કેપિટલ ગુડ્ઝ શેરોમાં એલઆઇસી સહિતની મોટી લેવાલીએ પુંજ લોઇડ રૃા.૬.૨૫ વધીને રૃા.૨૧૪.૯૦, ગેમન ઇન્ડિયા રૃા.૨૧.૨૦ વધીને રૃા.૨૪૮.૬૦, હવેલ્સ રૃા.૨૦.૯૫ વધીને રૃા.૩૪૦.૩૦, થર્મેક્સ રૃા.૨૦.૯૫ વધીને રૃા.૫૯૮.૧૫, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ રૃા.૧.૧૫ વધીને રૃા.૯૦.૧૫, એઆઇએ એન્જિનિયરીંગ રૃા.૬.૯૦ વધીને રૃા.૩૪૦.૮૫ રહ્યા હતા.
એજીસ લોજીસ્ટિક, કલ્યાણી સ્ટીલ ઊંચકાયા
સ્મોલ કેપ શેરોમાં મર્ક ઇલેકટ્રોનિક્સ રૃા.૨.૨૦ ઉછળીને રૃા.૧૯, ઉષદેવ ઇન્ટર રૃા.૧૮.૫૦ વધીને રૃા.૧૬૮, ટીવી ટુડે રૃા.૧૧.૭૫ ઉછળીને રૃા.૧૧૩.૫૦, જિન્દાલ ડ્રીલિંગ રૃા.૫૪.૪૦ ઉછળીને રૃા.૫૭૬.૩૫, મધુકોન પ્રોજેક્ટ રૃા.૧૨.૩૫ વધીને રૃા.૧૬૭.૨૫, એનડીટીવી રૃા.૧૦ વધીને રૃા.૧૪૪.૦૫, ઝાયડસ વેલનેસ રૃા.૧૩.૮૫ વધીને રૃા.૨૧૬.૯૦, એજીસ લોજીસ્ટિક રૃા.૯.૧૫ વધીને રૃા.૧૬૩.૬૦, હિન્દુજા વેન્ચર રૃા.૧૮.૨૦ વધીને રૃા.૩૫૬.૨૦, કલ્યાણી સ્ટીલ રૃા.૭.૯૫ વધીને રૃા.૧૬૭, ડેવલપમેન્ટ ક્રેડિટ બેંક રૃા.૨.૧૫ વધીને રૃા.૩૮.૮૫ રહ્યા હતા.
યુનાઇટેડ ફોસ્ફરસ, રિલાયન્સ કેપિટલ ઘટયા
ઘટનાર 'એ' ગુ્રપ શેરોમાં વેલ્સ્પન ગુજરાત રૃા.૧૧ તૂટીને રૃા.૨૮૧.૨૦, બલરામપુર ચીની રૃા.૪.૪૦ ઘટીને રૃા.૧૩૪.૦૫, સુઝલોન એનર્જી, રૃા.૨.૨૦ ઘટીને રૃા.૭૩, યુનાઇટેડ ફોસ્ફરસ રૃા.૪ ઘટીને રૃા.૧૩૫, રિલાયન્સ કેપિટલ રૃા.૨૪.૬૦ ઘટીને રૃા.૮૬૬.૨૫, ટાઇટન રૃા.૩૮.૧૫ ઘટીને રૃા.૧૩૬૪.૮૦, સેસાગોવા રૃા.૯.૭૫ ઘટીને રૃા.૩૫૯.૪૫, કુટોન્સ રીટેલ રૃા.૬.૮૦ ઘટીને રૃા.૩૫૧.૮૫, પ્રોકટર ગેમ્બલ રૃા.૨૬.૭૦ ઘટીને રૃા.૧૮૩૭.૮૦, એમએમટીસી રૃા.૫૦૮.૨૫ ઘટીને રૃા.૩૪૪૫૧.૯૦ રહ્યા હતા.
યુરોપમાં ૨૫ થી ૩૫ પોઇન્ટનો સુધારો
એશીયાના અન્ય દેશોના બજારોમાં નિક્કી ઇન્ડેક્ષ ૫૧.૭૯ પોઇન્ટ ઘટીને ૯૪૯૭.૬૮, હેંગસેંગ ૧૮૭.૩૨ પોઇન્ટ ઘટીને ૨૨૪૫૫.૮૪, સાંઘાઇ ૧૨.૨૭ પોઇન્ટ ઘટીને ૩૩૦૮.૩૫, તાઇવાન વેઇટેજ ૭૭.૦૧ પોઇન્ટ ઘટીને ૭૬૮૨.૯૬ હતા. યુરોપમાં ચાલુ બજારે સાંજે ૨૫ થી ૩૫ પોઇન્ટની મજબૂતી હતી.