|
મુંબઈ સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૧૭૧૯૦ વાળા રૃ.૧૭૩૦૦ ખુલી
રૃ.૧૭૨૯૫ બંધ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૧૭૨૮૦ વાળા રૃ.૧૭૩૯૦ ખુલી
રૃ.૧૭૩૮૦ બંધ રહ્યા હતા. ચાંદી ૯૯૯ના ભાવો કિલોના રૃ.૨૮૬૯૫ વાળા રૃ.૨૮૯૯૫
ખુલી રૃ.૨૮૮૫ બંધ રહ્યા પછી છેલ્લે ભાવો રૃ.૨૮૭૫૦ થી ૨૮૮૦૦ તથા કેશમાં
રૃ.૨૮૫૫૦થી ૨૮૬૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ૧૧૩૪.૫૦ થી
૧૧૩૫ ડોલર વાળા ઉંચામાં ૧૧૪૭.૧૦ થઈ ૧૧૩૭.૬૦ ડોલર રહ્યાના સમાચારો હતા.
ચાંદીના ભાવો વિશ્વ બજારમાં આજે ૧૮.૨૩ વાળા વધી ૧૮.૫૮ થઈ ૧૮.૨૧ ડોલર
રહ્યા હતા. મુંબઈમાં ટાંચી આવકો વચ્ચે બંને કિંમતી ધાતુઓમાં નવી વેચવાલી
અટકી હતી. ડોલરના ભાવો રૃ.૪૬.૬૦ રહ્યા હતા.
મુંબઈ એરંડા ડિસે.ના ભાવો રૃ.૩૦૨૧ વાળા રૃ.૩૦૩૨ ખુલી રૃ.૩૦૨૯ રહ્યા પછી ઉંચામાં રૃ.૩૦૫૫ થઈ રૃ.૩૦૫૦ બંધ રહ્યા હતા. હાજર એરંડાના ભાવો રૃ.૨૮૯૦ વાળા રૃ.૨૯૦૦ રહ્યા હતા જયારે દિવેલના ભાવો રૃ.૨થી ૪ વધી અનુક્રમે કોમર્શિયલના રૃ.૬૧૦, બીએસએસના રૃ.૬૨૦ તથા એફએસજી કંડલાના રૃ.૬૧૫ રહ્યા હતા. મુંબઈમાં આજે સિગંતેલના હાજર ભાવો રૃ.૭૦૫ના મથાળે ટકેલા રહ્યા હતા જયારે પામતેલના ભાવો રૃ.૩૭૦ વાળા રૃ.૩૭૨ રહ્યા હતા. સોયાતેલ રિફા.ના ભાવો રૃ.૪૬૫ વાળા રૃ.૪૬૮ રહ્યા હતા રાજકોટ બાજુ સિંગતેલના ભાવો રૃ.૭૧૫ વાળા રૃ.૭૧૦ તથા ૧૫ કિલોના રૃ.૧૧૦૫ વાળા રૃ.૧૧૦૦ રહ્યા હતા.
એરંડાની આવકો આજે ગુજરાત-સૌરાષ્ટ્ર બાજુ ૮થી ૯ હજાર ગુણી આવી હતી અને ત્યાં એરંડાના હાજર ભાવો આજે ગામડાના ઉછળી રૃ.૫૭૮થી ૫૭૯ તથા બિલ્ટીના ઉછળી રૃ.૫૯૦ રહ્યાના સમાચારો હતા તાજેતરમાં દિવેલમાં ચીન-રશિયા માટે આશરે ૧૩૪૦થી ૧૩૪૫ ડોલર આસપાસના ભાવોએ નિકાસ વેપારો થયા હતા અને ત્યાર પછી એરંડામાં શિપરો સક્રિય બનતા ભાવો તાજેતરમાં ટૂંકાગાળામાં નોંધપાત્ર વધી આવ્યાની ચર્ચા આજે બજારમાં થઈ રહી હતી. દરમિયાન, ઈન્દોર સોયાતેલ વાયદો આજે વધી છેલ્લે રૃ.૪૯૬.૫૦ આસપાસ રહ્યાના સમાચારોની પણ એરંડા બજાર પર તેજીની અસર રહી હતી.
મરચાં, મરી તથા જીરામાં નીચલી સર્કિટ
એનસીડેક્સ ખાતે આજે નવેમ્બર માસનાં વાયદાની પાકતી મુદત હોવાથી ભારે વધઘટ જોવા મળી હતી. બુલિયનના વાયદા વધ્યા હતા જયારે તેલિબિંયાં તેમ જ અમુક મસાલાનાં વાયદામાં મંદી જોવા મળી હતી. પરિણામે એનસીડેકસ ખાતે આજે મરચાં, મરી તથા જીરાનાં વાયદામાં ૨થી ૩ ટકાની નીચલી સર્કિટ લાગી હતી જયારે ગુવારગમ અને હળદરનાં અમુક વાયદાઓમાં ૨થી ૩ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. આજે એનસીડેક્સ ખાતે સોના-ચાંદી, ચણા, ગુવારસીડ, સરસવ, કપાસ, હળદર તથા ઘઉંના ભાવ વધ્યા હતા. જયારે સોયાબીન, સોયાતેલ, મરી, મરચાં, મકાઈ, જવનાં વાયદા ઘટયા હતા. એનસીડેક્સ ખાતે આજે સાંજે પ્રથમ સત્રનાં કારોબારને અંતે કુલ ૦૧,૦૨,૨૧૪ સોદામાં ૫૪૧૦ કરોડ રૃપિયાનાં વેપાર થયા હતા.
ગુજરાત સંકર-ચારમાં સ્પોટના ભાવો વધી રૃ.૨૫૦૦૦થી ૨૫૧૦૦ રહ્યા હતા. ઉંચામાં મિલોએ રૃ.૨૫૩૦૦ સુધી મિલોએ માલો ખરીદયાની ચર્ચા હતી. છેલ્લે ત્રણેક દવિસમાં ગુજરાત સંકર-૪માં ૩૫થી ૪૦ હજાર ગાંસડીની વેપારો થયા હતા. ઓલ ઈન્ડિયા આવકો આજે ૧ લાખ ૪૫ હજાર ગાંસડી આવી હતી, દરમિયાન, કોટન કોર્પોરેશન ૯ીસીસઆઈ)એ બુધવારે ગુજરાત માલો તથા ડીસીએચ અને એમઈસીએચ માલોના ભાવો રૃ.૨૦૦ વધાર્યા પછી ગુરુવારે સીસીઆઈ દ્વારા નોર્થ માલોના વેંચાણભાવો રૃ.૧૦૦ તથા બ્રમ્હા અને એમઈસીએચ માલોના ભાવો રૃ.૨૦૦ વધાર્યાના સમાચારો હતા. દરમિયાન, કોટન કોર્પોરેશન દ્વારા ૧ ઓકટો.થી શરૃ થયેલી ૨૦૦૯-૧૦ની નવી રૃ મોસમમાં અત્યાર સુધીમાં આશરે ૨ લાખ ૨૦ હજાર ગાંસડીની ખરીદી કરી છે. આ આંકડો પાછલા વર્ષના આ ગાળાની સરખામણીએ ૭૭ ટકાનો ઘટાડો દર્શાવે છે. હાલ લઘુત્તમ ટેકાના ભાવો કરતાં બજાર ભાવો ઉંચા રહ્યા હોવાથી સીસીઆઈને ઓછો માલ મલી રહ્યો છે. હાલ સીસીઆઈ દ્વારા પંજાબ, આંધ્રપ્રદેશ ઉપરાંત મહારાષ્ટ્રમાં ખરીદી શરૃ કરી છે. ૨૦૦૮-૦૯માં રૃની આખી મોસમમાં સીસીઆઈ દ્વારા કુલ ૮૯ લાખ ગાંસડીની ખરીદી કરવામાં આવી હતી. મુંબઈ ધાતુ બજારમાં કોપર વાયર બારના ભાવો આજે કિવ.ના રૃ.૫૦૦ તૂટી રૃ.૩૫૬૦૦ રહ્યા હતા જયારે કોપર સ્ક્રેપના ભાવો જાતવાર રૃ.૧૦૦થી ૫૦૦ નરમ રહ્યા હતા.
નવેમ્બરથી વિવિધ કોમોડિટીઝના પાંચ નવા કોન્ટ્રેક્ટસ વાયદાનાં કામકાજ માટે ઉપલબ્ધ બનાવ્યા છે, જેમાં હળદરનો ડિસેમ્બર-૨૦૦૯, માઈલ્ડ સ્ટીલ ઈન્ગોટસ/બિલેટસનો ફેબ્રુઆરી-૨૦૧૦, ગુવારસીડનો માર્ચ-૨૦૧૦ અને ઘઉંના માર્ચ તથા એપ્રિલ-૨૦૧૦ કોન્ટ્રેક્ટસનો સમાવેશ થાય છે. આ સાથે જ એક્સચેન્જે ૧૯ નવેમ્બરના રોજ પાકેલા ક્રૂડ તેલના કોન્ટ્રેક્ટનો પાકતી તારીખનો ભાવ બેરલદીઠ રૃ.૩,૫૯૫ નિર્ધારિત કર્યેે છે. ગત દિને એમસીએક્સ પર ૪,૨૮,૭૨૬ સોદામાં રૃ.૨૮,૫૭૦.૪૫ કરોડનું કામકાજ થયું હતું, જેમાં સોના-ચાંદીનો હિસ્સો રૃ.૧૬,૦૭૭.૪૯ કરોડનો હતો. સોનામાં રૃ.૮,૯૨૦.૦૬ કરોડનાં અને ચાંદીમાં રૃ.૭,૧૫૭.૪૩ કરોડના વેપાર થયા હતા. ક્રૂડ તેલમાં રૃ.૫,૧૦૭.૪૯ કરોડનાં ૧,૩૯,૯૨,૦૦૦ બેરલ્સનો ધંધો થયો હતો. આજે સાંજે પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧,૪૯,૮૯૮ સોદામાં રૃ.૯,૬૧૯.૭૪ કરોડનું વોલ્યુમ થયું હતું, જે ગઈકાલે રૃ.૧૧,૨૭૦.૧૪ કરોડનું હતું. આજના કામકાજમાં સોના-ચાંદીનો હિસ્સો રૃ.૫,૮૬૪.૪૩ કરોડનો હતો, જે ગઈકાલે રૃ.૬,૪૨૮.૭૭ કરોડનો હતો. સોનામાં કામકાજનું પ્રમાણ લગભગ ગઈકાલના સ્તરે જળવાયેલું હતું. આજે ૩૧,૧૯૩ સોદામાં રૃ.૩,૫૧૬.૬૯ કરોડનાં ૨૦,૩૯૦ કિલોનો વેપાર થયો હતો. કુલ ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨૮,૪૫૨ કિલોનો હતો. એનર્જી સેગ્મેન્ટમાં ક્રૂડ તેલમાં ૧૨,૬૪૬ સોદામાં રૃ.૯૮૦.૪૨ કરોડનાં ૨૬,૯૦,૨૦૦ બેરલ્સ, નેચરલ ગેસમાં ૪,૬૨૧ સોદામાં રૃ.૧૬૦.૪૧ કરોડનાં ૭૭,૮૨,૫૦૦ એમએમબીટીયૂ અને ગેસોલીનમાં ૬ સોદામાં રૃ.૨૭ લાખનાં ૨૯,૪૦૦ યુએસ ગેલનના વેપાર થયા હતા. ક્રૂડ તેલના ચારેય વાયદાઓ રૃ.૧૧થી રૃ.૩૪ની રેન્જમાં ઘટયા હતા.
|