Last Updated:19 ડિસેમ્બર 2011

NRi મતદારો અનેક દેશોની ચુંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 20 નવેમ્બર 2009
ટોરેન્ટો (એજન્સી)
વિદેશમાં વસતાં ભારતીયો હવે વિશ્વનાં અનેક દેશોનાં રાજકારણ અને ચુંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. કેનેડાનું રાજકારણ પણ આંશિક રીતે ભારતીય મૂળનાં લોકો પર આધારિત થઈ ગયું છે. જેને કારણે ભારતીય મતદારોને આકર્ષિત કરવા માટે દેશનાં પ્રધાનમંત્રી સ્ટિફન હાર્પર હાલ ભારતની મુલાકાતે આવ્યા છે.
કેનેડાનાં હાઉસ ઓફ કોમન્સમાં અલ્પમતની સમસ્યાથી ઝઝૂમી રહેલા પ્રધાનમંત્રી સ્ટિફન હાર્પરને આગામી ચુંટણીમાં પંજાબી તથા ગુજરાતી મતદારોનો સહારો મેળવવો છે. જેથી તેમણે ભારતની યાત્રાનો વિશેષ કાર્યક્રમ યોજ્યો છે. ભારત આવેલા કેનેડાનાં પ્રધાનમંત્રી સાથે ભારતીય મૂળનાં આઠ સદસ્યોની ટીમ છે. ઉલ્લેખનીય છે કે, કેનેડાની લિબરલ પાર્ટીનાં જીન કેરટિન તથા પોલ માર્ટિને પ્રધાનમંત્રી તરીકેનાં કાર્યકાળ દરમિયાન ભારતનો પ્રવાસ ખેડ્યો હતો. તે સમયે પણ તેઓની સાથે સંખ્યાબંધ ભારતીય મૂળનાં પ્રતિનીધીઓનો કાફલો હતો. પરંતુ, હાર્પરે ભારતનાં પ્રવાસ વખતે ભારતીય મૂળનાં ચુનંદા કેનેડીયન નાગરિકોને પોતાની સાથે રાખ્યાં છે.

જાણકારોનું માનવુ છે કે, હાર્પરની કન્ઝર્વેટિવ પાર્ટી ભારતીય મૂળનાં કેનેડીયન નાગરિકો સહિત વંસિય સમૂદાયોને પોતાની સાથે જોડવા માગે છે. પારંપરીક રીતે ભારતીય સમૂદાયોનાં વોટ લિબરલ પાર્ટીને જાય છે. હાલમાં સત્તાધારી પાર્ટી 308 સદસ્યોનાં હાઉસ ઓફ ધ કોમન્સમાં અલ્પમતમાં આવી ચુકી છે. જેથી તેમની ડૂબતી નાવડીને કિનારે લાવવા માટે તેઓને ભારતીયોનો સહારો જોઈએ છે.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી