|
લિબીયાનાં સરમુખત્યાર ગદ્દાફીનું નવુ કારસ્તાન |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શુક્રવાર, 20 નવેમ્બર 2009 |
|
રોમ (એજન્સી)
લિબીયાનાં બહુચર્ચિત સરમુખત્યાર કર્નલ મુઅમ્મર ગદ્દાફીએ રવિવારે ઈટાલીમાં
સેંકડો મહિલાઓને ઈસ્લામ ધર્મની જાણકારી આપીને નવો વિવાદ ઉભો કર્યો છે.
ઈટાલીમાં યોજાયેલા ફૂડ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવેલા ગદ્દાફીએ દેશની સેંકડો
મહિલાઓ સાથે બેઠક યોજીને તેઓને ઈસ્લામનાં ધર્મ પુસ્તક કુરાનની ભેંટ પણ આપી
હતી.
સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ, લિબીયાનાં સરમુખત્યાર કર્નલ ગદ્દાફી એક આંતરરાષ્ટ્રિય ફૂડ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ઈટાલી આવ્યા હતા. જ્યાં તેમણે એક જાહેરાત સંસ્થાનો સંપર્ક સાધીને 500 મહિલાઓને એક મિટીંગમાં આમંત્રીત કરવાનો આદેશ આપ્યો હતો. આ મિટીંગમાં ભાગ લેવા આવેલી સેંકડો મહિલાઓને ગદ્દાફીએ પોતાની વાત સાંભળવા બદલ રોકડ રકમ પણ આપી હતી. લગભગ બે કલાક સુધી એક હોલમાં ગદ્દાફીએ એકત્રીત કરવામાં આવેલી મહિલાઓને ઈસ્લામ ધર્મ વિષે જાણકારી આપી હતી. ઉપરાંત તેમણે પોતાની પુસ્તક ગ્રીન બુક તથા ઈસ્લામનાં ધર્મ પુસ્તક કુરાને શરિફ પણ ભેંટમાં આપ્યા હતા.
|