Last Updated:19 December 2011

આકાશમાં ઉડતાં પક્ષીઓની વિમાન સાથેની અથડામણથી એરલાઈન કંપનીઓને કરોડોનું નુકસાન છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 20 નવેમ્બર 2009
નવી દિલ્હી (એજન્સી)
આકાશમાં ઉડતાં વિમાનો સાથે પક્ષીઓની અથડામણ હવે દેશની મહત્વની એરલાઈન કંપનીઓ માટે માથાનો દુઃખાવો બની ગઈ છે. વર્ષ 2009નાં દરમિયાન દેશની પ્રમુખ વિમાન કંપનીઓનાં એરક્રાફ્ટ સાથે પક્ષીઓની ટક્કરની 241 ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જેને કારણે એરલાઈન કંપનીઓને કરોડો રૂપિયાનું માતબર નુકસાન વેઠવું પડ્યું છે.
પક્ષીઓ સાથે વિમાનની અથડામણનાં કિસ્સાઓ દિનપ્રતિદીન વધી રહ્યા છે. આ વર્ષે એરઈન્ડિયાને આ પ્રકારની 24 ઘટનાઓનો સામનો કરવો પડ્યો હતો. તેવી જ રીતે કિંગફિશરને 60, જેટ એરવેઝને 49, ઈન્ડિગો એરલાઇનને 27, સ્પાઈસ જેટને 30, પેરામાઉન્ટને 1 અને ગો એયરને 7 ઘટનાઓનો સામનો કરવો પડ્યો હતો. વિમાન સાથે પક્ષીઓની અથડામણને કારણે આ વર્ષે સ્પાઈસ જેટને કુલ 5.57 કરોડ રૂપિયાનું નુકસાન, જેટ એરવેઝને 8.91 લાખ રૂપિયા, ઈન્ડિગોને 87 લાખ રૂપિયા અને ગો એરને 45.6 લાખ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે. જોકે, ઈન્ડિયન એરલાઈન અને કિંગફિશર એરલાઈને પક્ષીઓ સાથેની વિમાન અથડામણની દુર્ઘટનાઓથી થયેલા નુકસાનનો આંક બહાર પાડ્યો નથી.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી